મરણ નોંધ

હિન્દુ મરણ

વૈષ્ણવ
ચોરવાડ નિવાસી હાલ મુંબઈ, હંસાબેન વૃંદાવનદાસ પટેલ (ઉં. વ. ૮૯) ૧૫-૯-૨૪, શનિવારના શ્રીચરણ પામેલ છે. કમલેશ, અમીષ, મીના, રશ્મિ, મીરાના માતુશ્રી. લતા, સ્મિતા, મહેશ, પ્રકાશ, બિપીનના સાસુ. જયંત, નલીન, સ્વ. પ્રવિણા, વર્ષાના બહેન. પ્રાર્થનાસભા ગુરુવાર ૧૯-૯-૨૪ના ૫ થી ૭. બાલકનજી બારી, રાજાવાડી, ઘાટકોપર (ઈ).

હાલાઈ લોહાણા
ગં.સ્વ. લલિતાબેન લક્ષ્મીદાસ મજીઠીઆ (ઉં. વ. ૯૦) સ્વ. ગોમતીબેન નારણદાસ મુલજી મજીઠીઆના પુત્રવધૂ. ચિ. સુભાષના માતુશ્રી. અ.સૌ. સુનાલીના સાસુ. ચિ. સલોમી, ચિ. શમલ તથા ચિ. સ્વ. સુરજના દાદી. સ્વ. શ્યામકુંવરબેન મથુરાદાસ જેઠાભાઈ લાલના દીકરી ૧૬-૯-૨૪ના સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર ૧૯-૯-૨૪ના સાંજે ૫ થી ૬. ભારતીય વિદ્યાભવન, ચોપાટી, મુંબઈ-૪૦૦૦૦૭ મધ્યે રાખેલ છે. પ્રાર્થનાસભા પછી લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ
ભિન્ડવાળા હાલ બેંગ્લોર સ્વ. સવિતાબેન શાંતિલાલ ભુતાના પુત્રવધૂ ગં.સ્વ. પુષ્પાબેન વસંતરાય (ઉં. વ. ૮૮) ૧૭-૮-૨૪ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે શૈલેષ, શૈલેન્દ્ર તથા મનોજના માતુશ્રી. મીના, વર્ષા તથા સોનલના સાસુજી. નતાશા, ઋષિ, કરણ, ક્રિષ, ઈશિતા તથા જયના દાદી. શશિકાંતભાઈ, નરેન્દ્રભાઈ, ગિરિશભાઈ, સ્વ. દીલીપભાઈ, અશોકભાઈ, કુસુમબેન, અરૂણાબેન, સ્વ. ઉષાબેન, આશાબેન તથા મલિકાબેનના ભાભી. કાનપુરવાળા કાંતિલાલ છબીલદાસ વળિયાના પુત્રી. સર્વ લૌકિક પ્રથા બંધ છે.

કપોળ
ઝાફરાબાદ નિવાસી, હાલ પાર્લા, સ્વ. કાંતાબેન જગમોહનદાસ મહેતાના પુત્ર હરેશભાઈ (ઉં. વ. ૭૪) તે ઉષાબેનના પતિ. તે સુનીલના પિતા. તે હિરલના સસરા. તે દેવેન્દ્રભાઈ, સરોજબેન જસવંતરાય પારેખ, અશોકભાઈના ભાઈ. તે વરજીવનદાસ દામજી મહેતાના જમાઈ ૧૬-૯-૨૪ને સોમવારે શ્રીજીચરણ પામેલ છે. સર્વે લૌકિક પ્રથા બંધ છે.

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર દીનાબેન મહેતા (ઉં. વ. ૭૫) ૧૬-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હર્ષદભાઈ પોપટલાલ મહેતાના ધર્મપત્ની. તે જીનેશ તથા હેમાલી ગાંધીના માતુશ્રી. કિંજલ તથા અલ્કેશ ગાંધીના સાસુ. સ્વ. ધીરૂભાઈ, જસુબેન ભગત, સ્વ. નિમુબેન મહેતા, ઉષાબેન શાહ, જયાબેન કપાસી, સ્વ. કોકીલાબેન શાહ, હરીશભાઈના ભાભી. સ્વ. ચંપાબેન મગનલાલ વલ્લભજી ઘેલાણીના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા
ગં.સ્વ. વિજયાબેન પવાણી (ઉં. વ. ૯૦) ગામ કેરા, હાલે મુલુન્ડ સોમવાર, ૧૬-૯-૨૪ના શ્રીરામશરણ પામેલ છે. તેઓ સ્વ. પ્રાગજી હરજી પવાણીના ધર્મપત્ની. સ્વ. હરેશ, સ્વ. દિનેશ, જયંતિ, સ્વ. સુરેશ, ગં.સ્વ. હેમલતાબેન દિલીપ ઠક્કર, નીતિન, વિનોદ તથા વનીતા અશોક માણેકના માતુશ્રી. ગં.સ્વ. રંજનબેન, ગં.સ્વ. હંસાબેન, તરુણાબેન, અરુણાબેન તથા મીનાબેનના સાસુજી. સ્વ. વેલજી મેઘજી રવાણીના સુપુત્રી. સ્વ. મુલજીભાઈ, સ્વ. મનજીભાઈ, સ્વ. રવિલાલભાઈ, ઘનશ્યામભાઈના બહેન. તે ખુશ્બુ વિક્રાંત સચદે, સમીર, અવની, આનંદ, ભાવિક, મેહુલ, વર્ષા કેવલ ખાંટ, કાજલ દેવાંશ દુબે, શિવાંગી તથા પ્રથમના દાદીમા. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર ૧૯-૯-૨૪ના ૫ થી ૭. કાલિદાસ મેરેજ હોલ, પી.કે. રોડ, મુલુન્ડ (વેસ્ટ). બૈરાઓએ તેજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે.

ગુર્જર ક્ષત્રિય કડિયા
મૂળ અમરેલીના હાલ સુરતના કમળાબેન જેઠવા તથા હરીલાલ કાનજીભાઈ જેઠવાના સુપુત્ર તથા અશોકભાઈ હરિલાલ જેઠવા તથા સ્વ. મંગુબેન જેઠવાના પુત્ર સ્વ. મેહુલ (ઉ. વ. ૩૨) તા. ૧૬-૯-૨૪ના અવસાન થયેલ છે. તે ભૂમિના પતિ. તે જેન્તીભાઇ, ભીખુભાઈના ભત્રીજા. તે સ્વ. હિરેનના ભાઈ. તે અરૂણભાઇ ચુડાસમા તથા શિતલબેન ચુડાસમાના જમાઈ. બેસણું ૧૯-૯-૨૪, ગુરુવારે સાંજે ૮થી ૧૦. પ્લોટ નં ૩૬૩, ગોકુલધામ રેસીડેન્સી, કામરેજ નનસાડ રોડ (મામાદેવ ચોક), સુરત મુકામે રાખેલ છે.

કચ્છી લોહાણા
અ.નિ. ભગવતીબેન મોરારજી હરચંદ ચંદન કચ્છ ગામ રવાપર (તા. નખત્રાણ)ના પૌત્ર. ડૉ. સાગર. તે દિવ્યાબેન દીપક ચંદનના પુત્ર (ઉં.વ. ૨૭) તા. ૧૫-૯-૨૪ના અક્ષરધામ સિધાવ્યા છે. તે ચેતન, પાયલ નીતિન, કુંજનબેન મિહીર, પ્રાચીબેન રવિ, કાજલબેન રાજ, ક્ધિનરીના ભાઈ. તે પ્રેમિલાબેન રમેશભાઈ ઠક્કર કચ્છગામ માંડવી હાલ પનવેલના દોહિત્ર. તે ગં.સ્વ. લક્ષ્મીબેન, અ.નિ. અરવિંદભાઈ, જ્યોતિબેન જયેશભાઈ, અ.નિ. કમળાબેન મોહનલાલ, અ.નિ. શારદાબેન ચંદુલાલ, મહાલક્ષ્મીબેન દયાળજી, ગં.સ્વ. એકાદશીબેન, સ્વ. ભવાનજી, ગં.સ્વ. સીતાબેન, સ્વ. દિનેશભાઈ, ગં.સ્વ. સંતોષબેન, સ્વ. ભગવાનદાસ, સાવિત્રીબેન કિશોરભાઈ પબારીયા, શીતલબેન કિર્તીભાઈના ભત્રીજા. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯-૯-૨૪, ગુરુવારના ૪થી ૬. સ્થળ: હોરાઈઝન બેન્કવેટ હોલ, ડી-માર્ટની બાજુમાં, માનપાડા રોડ, ડોમ્બિવલી (ઈ). લૌકિક વ્યવહાર બંધ છે, બહેનો તે જ દિવસે આવી જવું.

કચ્છી લોહાણા
ગં.સ્વ. ગુણવતીબહેન મંગલદાસ પુજાણી (ઉં.વ. ૯૧) ગામ ગઢશીશાવાળા હાલ-મુલુંડ તે વેલજી પુંજા આઈયાના સુપુત્રી. (ભચીબહેન) શ્રીજયસિંહભાઈ, અરુણભાઈ, નરેન્દ્રભાઈ (નનો) અને રેખાબહેન ઘનશ્યામ પોપટના માતુશ્રી. ધર્મેશ, વિનીતના દાદીમા. રમાબહેન તથા મીનાબહેનના સાસુમા. સ્વ. રણછોડદાસ, સ્વ. નવીનભાઈ, કલ્યાણજીભાઈ, પ્રદીપભાઈના મોટાબહેન તથા કશ્યપના દાદીમા. તા. ૧૭-૯-૨૪ના રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯-૯-૨૪, ગુરુવારના ૫.૩૦થી ૭.૦૦ સ્થળ: ગોપૂરમ હોલ, ડૉ. આર.પી. રોડ, મુલુંડ. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
સ્વ. શાંતાબાઈ જમનાદાસ કોઠારી કચ્છ ગામ સુમરી રોહાવાળા ભારતી અરવિંદ કોઠારીનાં સુપુત્ર ચિ. આનંદ (ઉં.વ. ૪૨) તા. ૧૬-૯-૨૪, સોમવારના મુલુંડ મધ્યે શ્રી રામશરણ પામેલ છે. ઉર્મિલાબેન ભગવાનદાસ કોઠારીના પૌત્ર. પ્રભાવતી વિઠ્ઠલદાસ કોઠારી, અનસુયા છોટાલાલ ગણાત્રાનો ભત્રીજો. તે સ્વ. દમયંતીબેન નરોત્તમદાસ આડઠક્કરનો દોહિત્ર. તે રૂપલ જયેશભાઈ આયા, નૂતન ધર્મેશભાઈ કોટક, હેતલ પ્રકાશ ધીરાવાણીના નાનાભાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

હાલાઈ લોહાણા
મૂળ ગામ રાતિયા, હાલ મુંબઈ ગં.સ્વ. ચંપાબેન લક્ષ્મીદાસ સામાણી (ઉં.વ. ૮૦) સ્વ. લક્ષ્મીદાસ હંસરાજ સામાણીના ધર્મપત્ની. તે સ્વ. વલ્લભદાસ જમનાદાસ લાખાણીના સુપુત્રી. તે ગં.સ્વ. પૂર્ણિમા-નલીનકુમાર ઠક્કર, અ.સૌ. ઉષા દ્વારકાદાસ ગઢિયા, અશોકભાઈ તથા સ્વ. ચેતનભાઈના માતુશ્રી. તે સ્વ. અરુણાબેન તથા ગં.સ્વ. જાગૃતિના સાસુ. તે જીગર, આકાશ, ધ્વનિ તથા સાગરના દાદીમા. તે કાંતિલાલ, પ્રવીણભાઈ તથા રમેશભાઈના ભાભી. સોમવાર, તા. ૧૬-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઈ લોહાણા
બાન્દ્રા નિવાસી, કિરણભાઈ પુષ્પકાંતભાઈ ઠક્કર (ઉં.વ. ૬૫) તા. ૫-૯-૨૪, ગુરુવારના લંડન મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તે ગીતાબેનના પતિ. કૌશલનાં પિતાશ્રી. માનસીના સસરા. વિભાબેન રાજેનભાઈ પાલણ, મનોજ, ફાલ્ગુનીબેન નરેન્દ્રભાઈ સવજાણીનાં ભાઈ. સ્વ. ગોદાવરીબેન ભગવાનદાસ રાયચુરાનાં જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૯-૯-૨૪ના ૫.૦૦થી ૬.૩૦ સ્થળ: આજીવસન હોલ, જુહુ રોડ, એસ.એન.ડી.ટી. કોલેજ પાસે, સાંતાક્રુઝ (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)

કપોળ
ઘેલાસા બરવાળા હાલ મુંબઈ સ્વ.બિપિનચંદ્ર અનંતરાય ભુતાના ધર્મપત્ની સ્વ. જ્યોત્સના બેન (જયાબેન) (ઉં.વ. ૮૫) સ્વ. પ્રભાબેન અનંતરાય વલ્લભદાસ ભુતાના પુત્રવધૂ. ધર્મેશ, દિપ્તિના માતા. દર્શના, ફુલટનના સાસુ. સ્વ. જેઠાલાલ ત્રિભોવનદાસ ગાંધીના સુપુત્રી. તા. ૧૬-૯-૨૪, સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મેઘવાળ
ગામ ઉસરડ ભાવનગર હાલ મુંબઈ સ્વ.મીનાબેન મકવાણા જે દિપકભાઈ રામજી મકવાણાના ધર્મપત્ની. ગં.સ્વ.હીમાબેન અને સ્વ.ચનાભાઇ રાઠોડના દીકરી. ગં.સ્વ.લક્ષ્મીબેન અને સ્વ.રામજીભાઈ ખીમજી મકવાણાના પુત્રવધૂ. મોહનભાઈ, સ્વ.પ્રવીણભાઈ, ગં.સ્વ.રતનબેન અને નીરૂબેનના ભાભી. વિપુલ અને નૈનાના માતુશ્રી. પ્રકાશ અને કાજલના સાસુ. ૧૫/૦૯/૨૪ના રામચરણ પામ્યા. બારમાની વિધિ ગુરુવાર તા.૧૯-૦૯-૨૪. ૫ વાગે ૧૪૦૫ ૧૪માં માળે, વન ઈન્ડિયા ટાવર, શિવદાસ ચાંપશી માર્ગ, નુરબાગ, મુંબઈ-૯

હાલાઈ લોહાણા
સ્વ.કંચબેન ભગવાનજી પોપટ (ઉ.વ.૭૭) તેઓ સ્વ.ભગવાનજી ધરમશીભાઇ પોપટના ધર્મપત્ની. સ્વ.વિજયાગૌરિ ગીરધરલાલ બલદેવના પૂત્રી. બટુકભાઈ, નરેન્દ્રભાઇ બલદેવના બહેન. જીતેન્દ્રભાઇના માતાજી. તા.૧૦/૦૯/૨૪ના અક્ષરધામ નીવાસી થયેલ છે. લૌકિક વહેવાર તથા પાર્થનાસભા રાખેલ નથી.

મેઘવાળ
ગામ સાવરકુંડલા, હાલ અંધેરી સ્વ.પુનાભાઈ જેિંસગભાઈ વેગડા (ઉ.વ.૭૨) ૮/૯/૨૦૨૪ના રવિવારના અવસાન પામ્યા છે. તે ગં.સ્વ. ડાઈબાઈના પતિ. સ્વ.ખોડિદાસભાઈ, કાનજીભાઈ વેગડાના ભાઈ. દુદાભાઈ દેવાતભાઈ પરમારના જમાઈ. બારમાની વિધિ શુક્રવારે ૫ કલાકે સ્થળ: બી-૨,૧૦૯, મહાલક્ષ્મી વ્યુહ હા.સો સામંતભાઈ રાઠોડ માર્ગ આંબેડકર નગર મુંબઈ ૩૪.

લોહાણા
મૂળ ગામ ડમરાળા, હાલ કલ્યાણ નિવાસી જસુમતીબેન રમેશભાઈ મજીઠીયા (ઉં.વ.૭૪) સ્વ.રમેશભાઈના ધર્મપત્ની. ભાવેશભાઈ, મોનિકાબહેન પરાગભાઈ સોમૈયા, પારૂલબહેન રાજેશભાઈ પાટિલના માતુશ્રી. અલ્પાબેન ભાવેશભાઈ મજેઠીયાના સાસુ. િંહમતભાઈ હિરાલાલ મજીઠિયાના ભાઈના પત્ની. ઈશુ, ગુંજના દાદી. તે જીતેન્દ્રભાઈ દામોદરદાસ મશરૂનાં બહેન. સોમવાર ૧૬/૯/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરૂવાર ૧૯/૦૯/૨૪ના ૪.૦૦ થી ૬.૦૦. માતૃશ્રી શ્યામ બાઈ લોહાણા મહાજન વાડી, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, કલ્યાણ પશ્ર્ચિમ.

વણિક મોઢ
નયના શ્રોફ, તે સ્વ.શ્રી કૃષ્ણકાંત શ્રોફના પત્ની. શીતલ અને પુષ્કર કાલેના માતા. સખી કાલેના નાની. સ્વ.જયપ્રસાદ બક્ષી અને સ્વ.શ્રીમતી શારદાબેન બક્ષીના પુત્રી. સ્વ.શ્રી નટવરલાલ શ્રોફ અને સ્વ.લીલાવતીબેન શ્રોફના પુત્રવધૂ. ૧૬-૯-૨૪ના અવસાન થયું છે. મલાડ પૂર્વ, લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઇ લોહાણા
મૂળગામ છાયા હાલ નાલાસોપારા પ્રકાશભાઈ (ઉ.વ. ૬૦) તે સ્વ.જયશ્રીબેન નરેન્દ્રભાઈ રાજાના પુત્ર. સ્વ.અરવિંદભાઈ તથા અશોકભાઈ કલ્યાણજી રાજાના ભત્રીજા. બિમલ, સ્વ.રાજેશ તથા પંકજના ભાઈ. નિલા, સ્વ. સંગીતા તથા સોનલના દિયર. સ્વ.અશોકભાઈ તથા સ્વ.શૈલેષભાઇ નારણદાસ સોમૈયાના ભાણેજ તે ૧૬/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૯/૯/૨૪ના ૪ થી ૬. લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકરમંદિર પાસે, એસ. વી રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

ગુર્જર સુતાર
ગામ દૂધીવદર હાલ ગોરેગાવ રમણીકભાઇ વીરજીભાઈ સાંકડેચા (ઉ.વ.૭૮) તે ૧૪/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.લીલાબેનના પતિ. બકુલભાઈ, હર્ષા કેતન પંચાસરા, કાજલ ધર્મેશ પાટડીયા, પિનાકીની જીતેન્દ્ર પંચાસરાના પિતા. અર્ચના, કેતન, ધર્મેશ, જીતેન્દ્રના સસરા. સ્વ.જીવનભાઈ ભીમજીભાઈ ભાદરીયાના જમાઈ. જયંતીભાઈ, સ્વ. કાંતાબેન, સ્વ. અરિંવદભાઈના ભાઈ. પ્રાર્થનાસભા ૨૦/૯/૨૪ના ૫ થી ૭. વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લે વેસ્ટ.

હાલાઇ ભાટિયા
સ્વ.પદમાબેન જમનાદાસ કરશનદાસ આશરના પુત્ર રાજન આશર (ઉ.વ.૭૧) હાલ સિકંદરાબાદ નિવાસી તા.૧૭/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ભાવનાબેનના પતિ. ભરતભાઈ, બહાદુરભાઈ, ગં.સ્વ.ભારતીબેન સુરેશભાઈ નેગાંધી, સ્વ.ઉષાબેન રઘુવીર સંપટ, છાયાબેન રમેશભાઈ નેગાંધીના ભાઈ. મયંક-તેજલ, હેતલ વીરેન વેદ, દર્શન-ચૈતાલીના પિતા. સ્વ.મધુકાંતભાઈ ઝવેરી તથા ગં.સ્વ.શકુંતલાબેન ઝવેરીના જમાઈ. પ્રાર્થનાસભા ૧૯/૯/૨૪ના ૫ થી ૫.૩૦. સિંધુભવન, પી જી રોડ, સિકંદરાબાદ મુકામે રાખેલ છે.

ઘોઘારી દશા શ્રીમાળી વણિક
ખરકડી નિવાસી હાલ વિરાર સ્વ.મંછાબેન આનંદજી ભગતના પુત્ર રાજેન્દ્ર (ઉ.વ. ૭૨) ૧૭/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે કલ્પનાબેનના પતિ. વિરલ, ચક્ષુ અંકિત શાહ, ચાર્મી હર્ષ ભાયાણીના પિતા. સ્વ.લતાબેન નરેશભાઈ મોદી, હર્ષાબેન જયેશભાઇ મોદી, સ્વ.મહીપતભાઈ, સ્વ.મધુભાઈ, સ્વ.પદમાબેન દિલીપભાઈ પાતાણી, સ્વ.કોકિલાબેન જયંતીલાલ મહેતાના ભાઈ. કૈલાશબેન કાંતિલાલ દેસાઈના જમાઈ. બંનેપક્ષની પ્રાર્થનાસભા ૧૯/૯/૨૪ના ૪ થી ૬. સ્વામિનારાયણ મંદિર, મૈત્રી મોહન સોસાયટીની સામે, વિરાર વેસ્ટ.

હાલાઇ લોહાણા
મૂળગામ મોરબી હાલ બોરીવલી નિવાસી મનોજભાઈ મીરાણીના ધર્મપત્ની અ.સૌ.તૃપ્તિબેન (ઉ.વ. ૫૧) તે સ્વ.અનસૂયાબેન મહેન્દ્રભાઈ મીરાણીના પુત્રવધુ. ગં.સ્વ.પ્રવિણાબેન તથા સ્વ.નટવરલાલ ભગવાનજી ઉનડકટ રાજુલાવાળાની સુપુત્રી. અ.સૌ.છાયાબેન પંકજકુમાર સવાણી, અ.સૌ.પલ્લવીબેન મનીષકુમાર મોદીના ભાભી. અ.સૌ.બિંદુબેન નિલેશકુમાર રૂઘાણી, અ.સૌ.નિમિષાબેન મનીષકુમાર નાયક, રાકેશભાઈના મોટાબેન તા.૧૫/૯/૨૪ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે.

લુહાર સુથાર
બારપટાડીવાળા હાલ દહિસર ભરતભાઈ કવા (ઉ.વ. ૬૫) તે ૧૭/૯/૨૪ના સ્વર્ગવાસ પામ્યા છે. તે સ્વ.ઔતમબેન પરષોત્તમભાઈ કવાના પુત્ર. કપિલાબેનના પતિ. જતીન, યોગેશ, મિત્તલ ઉમેશ પરમારના પિતા. પુનમ તથા ભાવિકાના સસરા. રમેશભાઈ, દિનેશભાઇ, મહેન્દ્રભાઈ, રાજેશભાઈ, કાંતાબેન, મંગુબેન, ઉષાબેન, ચંદ્રિકાબેન, નયનાબેનના ભાઈ. સ્વ.ઉકાભાઇ પરષોત્તમભાઈ ગોહિલના જમાઈ. સાદડી ૧૯/૯/૨૪ના ૫ થી ૭.લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.

કપોળ.
મહુવાવાળા હાલ ગોરેગાવ સ્વ.પુરુષોત્તમદાસ ઓધવજી શેઠના ધર્મપત્ની ગં.સ્વ.મંજુલાબેન (ઉ.વ. ૮૭) તે ૧૬/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે બીજલ, સાધના બિપીનભાઈ મહેતા, કિર્તીદા રાજુભાઈ સંઘવી, મીના ભૂષણભાઈ વોરાના માતુશ્રી. મોનાના સાસુ. પિયરપક્ષે સ્વ.કેસુરદાસ પરમાણંદદાસ પારેખના પુત્રી. ગં.સ્વ.વસુબેન કાંતિલાલ સંઘવીના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

વિશા સોરઠીયા વણિક
પ્રભાવતી વલ્લભદાસ શાહ (ઉ.વ. ૬૦) તે મૂળ ભાયાવદર હાલ વસઈ સ્વ.વલ્લભદાસ ગિરધર શાહના ધર્મપત્ની. રાજેશ, દિનેશ, નરેશ, સ્વ.નૂતન કિશોર, નીલમ ચેતનના માતુશ્રી. સ્વ.વલ્લભદાસ, સ્વ.ગિરધરભાઈ, સ્વ.જમનભાઈ, સ્વ.ચીમનભાઈ હીરાચંદ શાહ બાલાગામવાળાના બહેન. જસ્મીના, સ્વ.નિશા, નયના, સ્વ.કિશોર કપૂરચંદ, ચેતન જયસુખભાઇના સાસુ. ધ્રુવેશ, રાધિકા, શુભમ, કાવ્યા, પ્રજ્ઞેશ, કૌશલ તથા હર્ષના બા. ૧૭/૯/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૯/૯/૨૪ના ૫ થી ૭.વિશ્ર્વકર્મા હોલ, આનંદનગર, સ્ટેશન રોડ, વસઈ વેસ્ટ.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…