આપણું ગુજરાત

પુન:પ્રાપ્ય ઊર્જા એ માત્ર વિકલ્પ નથી, પણ આજના સમયની જરૂરિયાત: ઉપરાષ્ટ્રપતિ ધનખડ

RE INVEST એકઝીબીશનમાં આ વિશ્વને વધુ જીવવાયોગ્ય અને રહેવાલાયક સ્થળ બનાવવા માટે વૈશ્વિક સ્તરના ઉપાયો દર્શાવતા પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ૨૦૦થી વધુ કંપનીઓએ ભાગ લીધો છે. આ ઉપરાંત સમિટના ત્રણ દિવસ દરમિયાન 500થી વધુ B2B અને B2G બેઠકો પણ યોજાઈ છે. જેમાં નવીકરણીય ઊર્જા એ માત્ર વિકલ્પ નથી, પરંતુ માનવજીવનના અસ્તિત્વ માટે મહત્વની જરૂરિયાત છે, તેવો નિષ્કર્ષ વિશ્વભરના રાજદ્વારીઓ દ્વારા તારવવામાં આવ્યો છે. પરિણામે RE INVEST સમિટ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના વિકાસ માટેનું સૌથી શક્તિશાળી માધ્યમ બનશે, તેવો ઉપરાષ્ટ્રપતિશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પૃથ્વી પરના પ્રાકૃતિક સંસાધનો બધા માટે છે, પણ તેનો ઉપયોગ કરવામાં અતિલોભ કરીશું, તો વિનાશ નોતરીશું, તેમ જણાવતા ઉપરાષ્ટ્રપતિશ્રીએ ઉમેર્યું હતું કે, ક્લાઇમેટ ચેન્જ અત્યારે જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે સૌથી મોટો પડકાર છે. પૃથ્વી સિવાય જીવસૃષ્ટિ માટે અન્ય કોઈ ગ્રહ ન હોવાથી, આ સમસ્યાઓને પહોંચી વળવા ઉપરાંત આપણી પાસે કોઈ વિકલ્પ નથી. જેમાં ભારતની ભૂમિકા અત્યંત મહત્વની છે અને જળવાયું પરિવર્તનની સમસ્યાના નિવારણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વનું દિશાદર્શન કરી રહ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, ભારતના પ્રાચીન વેદ અને ઉપનિષદોમાં પણ પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉપયોગ અંગે દર્શાવેલા ઉપાયોને આજે સમગ્ર વિશ્વએ સ્વીકાર્યા છે. આ જ ઉદ્દેશ્ય સાથે “વસુધૈવ કુટુમ્બકમ”ના મંત્ર સાથે ભારતે ગત વર્ષે G-20ની સફળ યજમાની કરી હતી, જેમાં યુરોપિયન યુનિયન અને આફ્રિકન યુનિયન સહિત 100 થી વધુ દેશોએ ભારતના સૂચનોને સ્વીકારીને, અપનાવ્યા છે.

આ પણ વાંચો : આ ગુજરાત (બીમારૂં)કોણે બનાવ્યું છે ? હર-ઘર ખાટલા-ઘર- ઘર ખાટલા !

ભાવી પેઢીને સુંદર વિશ્વ આપવું એ આપણી સૌની જવાબદારી છે. આજદિન સુધી માનવજાતે વૈશ્વિક સંપદાને જે નુકશાન પહોંચાડ્યું છે, તેના પ્રત્યે હવે નાગરિકોમાં જાગૃતિ કેળવાઈ છે. પરિણામે ધરતીને બચાવવાના આ મહાયજ્ઞમાં દરેક નાગરિકે આહુતિ આપવાની છે અને આ માટે સૌએ એક સૈનિકની જેમ કામ કરવાનું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

Show More

Related Articles

Back to top button
એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor… આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં?