જ્યારે અમિતાભ બચ્ચન શીખ્યા આજકાલના યુવાનિયાઓના નવા શબ્દો બેંચિંગ, બ્રેડ ક્રમ્બિંગ, ઘોસ્ટિંગ…
આજકાલના યુવાનિયાઓ વાતચીતમાં એવા શબ્દપ્રયોગ કરતા હોય છે કે જેનો અર્થ ઘરમાં માતા-પિતાને સમજમાં જ નથી આવતો. આજના જુવાનિયાઓને એટલે જ Gen Z કહે છે. તેમની ડેટિંગની ભાષા પણ એકદમ નિરાળી છે, જેને સાંભળીને બધાને આશ્ચર્ય થાય. ખુદ અભિનેતા અમિતાભ બચ્ચન પણ Gen Zના નવા નવા શબ્દોથી અજાણ છે અને તેઓ કહે છે કે આજકાલની પેઢી તેમની સમજની બહાર છે. હાલમાં જ કૌન બનેગા કરોડપતિના સેટ પર રિતિકા કુમારી કરીને એક કન્ટેસ્ટન્ટે તેમને Gen Zના ડેટિંગના કેટલાક શબ્દોનો અર્થ સમજાવ્યો હતો. આપણે આ વિશે જાણીએ.
આ પણ વાંચો : … અને Amitabh Bachchan બેહોશ થતાં થતાં રહી ગયા!
જ્યારે અમિતાભે રિતિકાને તેના શોખ વિશે પૂછ્યું તો રિતિકાએ કહ્યું કે તેને તેના મિત્રોને સલાહ આપવાનું પસંદ છે. રિતિકાએ કહ્યું, “મને મારા મિત્રોને સંબંધની સલાહ આપવી ગમે છે કારણ કે આજના યુવાનોને સંબંધોમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ કે બેન્ચિંગ, ઘોસ્ટિંગ, બ્રેડક્રમ્બિંગ….. “
Gen Zની ડેટિંગ શરતો અને શબ્દોથી અજાણ અમિતાભે રમુજમાં જ રિતિકાને બ્રેડક્રમ્બિંગનો અર્થ રોટી ખાવો છે?” એમ પૂછ્યુ. આ સાંભળીને બધા હસવા લાગે છે. રિતિકા તેમને આ શબ્દનો અર્થ જણાવે છે. રિતિકા કહે છે, “સર, બ્રેડક્રમ્બિંગનો અર્થ એ છે કે છોકરો છોકરીને સંકેત આપે છે, છોકરી છોકરાને સંકેત આપે છે… પરંતુ તેઓ કોઈને કહેતા નથી કે તેઓ સંબંધમાં છે.”
રિતિકાની વાતથી અમિતાભ બચ્ચન હેરાન રહી જાય છે. રિતિકા તેમને સમજાવે છે કે Gen Z દરેક વખતે અલગ અલગ શબ્દ વાપરે છે. હવે જુઓ, ઘોસ્ટિંગ એટલે ઇગ્નોર કરવું, અવગણવું… જેમ તમે મારા મિત્ર છો… તમે મને મેસેજ કરો છો, પણ હું તમને સતત અવગણી રહી છું. તો એ ઘોસ્ટિંગ થયું. સિચ્યુએશનશીપનો મતલબ છોકરો-છોકરી બંને રિલેશનશીપમાં છે, પણ બંને જણ એકબીજા માટે કમિટેડ નથી. આખરી શબ્દ બેન્ચિંગ- એનો મતલબ એક મોટી બેંચ છે, જેના પર તમે અને હું બેઠા છીએ. બેંચ પર એક બીજો છોકરો (ધારો કે અભિષેક બચ્ચન) બેઠો છે. તમે અને હું સાથે છીએ. હું તમારી સાથે છું, પણ મારો બેકઅપ પ્લાન અભિષેક બચ્ચન છે….
આ પણ વાંચો : ફિલ્મ રામાયણ સાથે જોડાયું Amitabh Bachchan નું નામ, પણ સ્ક્રીન ફિઝિકલી નહીં જોવા મળે…
આ સાંભળીને અમિતાભ બચ્ચન પણ હસી પડે છે અને કહે છે આજકાલની નવી પેડીને તેઓ ક્યારેય સમજી નહીં શકે. તેઓ હસતા હસતા રિતિકાના માતા-પિતાને કહે છે આને સંભાળવી અઘરી છે. ક્યારે બેંચિગ વેંચિગ કરશે તો ….