ICC T20 રેન્કિંગમાં મોટો ઉલટફે: આ ખેલાડી સાત ક્રમની છલાંગ લગાવી બન્યો નંબર વન…
મુંબઈ: ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચની T20 સિરીઝ (ENG vs AUS T20 series) બાદ ICC T20 રેન્કિંગમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા T20 સિરીઝ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનાર ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી લિયામ લિવિંગસ્ટન() બેસ્ટ ઓલરાઉન્ડરોની લીસ્ટમાં 7 ક્રમની છલાંગ લગાવીને પ્રથમ ક્રમે આવી ગયો છે. લિવિંગસ્ટનના ટોચ પર પહોંચવાને કારણે ઘણા ખેલાડીઓને રેન્કિંગમાં નુકસાન થયું છે.
ICC દ્વારા નવી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. ત્રણ T20 મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ જીતી હતી, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ બીજી મેચ જીતવામાં સફળ રહી હતી. ત્રીજી મેચ વરસાદને કારણે રમાઈ શકી ન હતી અને સિરીઝ ડ્રો રહી હતી.
લિયામ લિવિંગસ્ટને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી20 મેચની સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ મેચમાં હાર બાદ ઈંગ્લેન્ડની ટીમને બીજી મેચમાં પણ હાર મળે તેવી શક્યતા હતી, ત્યારબાદ લિયામ લિવિંગસ્ટને શાનદાર પ્રદર્શન કરું ઇંગ્લેન્ડની ટીમને જીત અપાવી હતી. સિરીઝની બે મેચમાં બેટિંગ કરતા તેણે 124 રન બનાવ્યા હતા. જયારે બોલિંગ કરતા તેણે કુલ 5 વિકેટ ઝડપી હતી. આ જ કારણે ICC T20 રેન્કિંગમાં લિયામ લિવિંગસ્ટોન નંબર વન ઓલરાઉન્ડર બની ગયો છે.
લિયામ લિવિંગસ્ટન સાત સ્થાનની જોરદાર છલાંગ લગાવી પ્રથમ ક્રમે પહોંચી ગયો છે, તેનું રેટિંગ વધીને 253 થઈ ગયું છે. અગાઉ નંબર વન પોઝિશન ધરાવતા માર્કસ સ્ટોઈનિસ હવે બીજા સ્થાને આવી ગયો છે છે. લિવિંગ્સ્ટન અને માર્કસ સ્ટોઈનિસની રેટિંગ વચ્ચેનો તફાવત પણ ઘણો વધી ગયો છે. લિવિંગસ્ટનની રેટિંગ 253 છે, જ્યારે સ્ટાઈનિસની રેટિંગ 211 છે.
લિવિંગસ્ટન નંબર વન પર પહોંચવા સાથે માર્કસ સ્ટોઈનિસ સિવાય ઝિમ્બાબ્વેના સિકંદર રઝા, બાંગ્લાદેશના શાકિબ અલ હસન, શ્રીલંકાના વાનિન્દુ હસરાંગા અને અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીને એક-એક સ્થાન નીચે જવું પડ્યું છે. ભારતના હાર્દિક પંડ્યા અને નેપાળના દિપેન્દ્ર એરી પણ એક સ્થાન નીચે આવી ગયા છે છે. જો કે, બધા હજુ પણ ટોપ 10માં છે. દક્ષિણ આફ્રિકાનો એડન માર્કરામ અને પાકિસ્તાનનો ઈમાદ વસીમ નવમા અને દસમા સ્થાને છે.