આને કહેવાય છેલ્લે પાટલે: વિસનગરમાં હોસ્પિટલના દર્દીને બનાવી દેવાયો ભાજપનો સભ્ય
દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે.ત્યારે, ભાજપના સદસ્યતા અભિયાનમાં સભ્ય બનાવવાનો ટાર્ગેટ પૂર્ણ ના થતા હવે અવનવા ગતકડા અપનાવાઈ રહ્યા હોવાનું બહાર આવતા સનસનાટી મચી ગઈ છે. ઉત્તર ગુજરાતનાં મહેસાણા પાસે આવેલા વિસનગરની સિવિલ હૉસ્પિટલમાં હવે દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવતા ચારે તરફ ફિટકાર વરસી રહ્યો છે.
લોકો વિચારી રહ્યા છે કે દેશની સૌથી મોટી પાર્ટીનો દાવો કરનારી ભારતીય જનતા પાર્ટીમાં હવે કોઈ સદસ્ય બનવા પણ તૈયાર નથી ? વિસનગરની સરકારી હોસ્પીટલમાં દર્દી પાસે મોબાઇલ માંગી ઓટીપી માંગવામાં આવતા આખી ઘટનાનો પર્દાફાશ થયો છે.
આ પણ વાંચો: કેજરીવાલના રાજીનામાના દાવે ભાજપને બઘવી દીધો
ઘટના કઈ ક એવી છે કે, વિસનગર સિવિલ હોસ્પીટલમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવવામાં આવતા વિવાદ થયો છે. વિસનગર સિવિલ હોસ્પિટલમાં દર્દી પાસે મોબાઇલ નંબર માંગી ઓટીપી માંગવામાં આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. દર્દીને જાણ થતાં જ દર્દીએ હોબાળો મચાવ્યો હતો. વિવાદ બાદ સિવિલ કર્મીનો માફી માંગતો વીડિયો પણ સામે આવ્યો છે.
આ પણ વાંચો: શું સૌરભ ભારદ્વાજે ‘સેલ્ફ ગોલ’ કરીને ભાજપને આપ્યું મોટું હથિયાર?
ગુજરાતમાં બે દિવસ પહેલા ભાવનગર બાજુ પણ આવો જ કઈક વિવાદ થયો હતો.જેમાં સભ્ય નોંધણીનો ઉલ્લેખ હતો. તો સુરેન્દ્રનગર જીલ્લામાં શાળાના બાળકોને સભ્ય નોંધણી દરમિયાન રજીશ્ટ્રેશન કરાવી દેવાયાની ઘટના સામે આવતા જ ભારે હો હા થઈ ગઈ હતી.