શોકિંગ: વાપીમાં દીકરાના બર્થ ડે સેલિબ્રેશન વખતે અચાનક માતાનું મોત, વીડિયો વાઇરલ
વાપી : વલસાડના વાપીમાં( Vapi) એક હોટલમાં પુત્રના જન્મ દિવસની ઉજવણી દરમ્યાન આધાત જનક ઘટના બનવા પામી છે. જેમાં પુત્રના જન્મ દિવસની ઉજવણી માટે સ્ટેજ પર ઉભેલી માતા અચાનક ઢળી પડી હતી. તબીબોના જણાવ્યા અનુસાર મહિલાનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું. આ મહિલા અને માતાના અચાનક મૃત્યુના લીધે સમગ્ર પરિવાર આઘાતમાં છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
મહિલા નાના બાળકને પોતાના ખોળામાંથી ઉઠાવીને પડી
આ સમગ્ર ઘટના મુજબ વાપીમાં પાંચ વર્ષના બાળકનો જન્મદિવસ એક હોટલમાં ઉજવવામાં આવી રહ્યો છે અને આ કાર્યક્રમમાં ઘણા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં પરિવારના તમામ સભ્યો પણ હાજર હતી, આ પ્રસંગનો કોઈ વીડિયો બનાવી રહ્યું હતું તો કોઈ તસવીરો લઈ રહ્યું છે. આનંદ અને ઉલ્લાસનો માહોલ હતોઅને દરેક વ્યક્તિ પાર્ટીની મજા માણી રહી હતી. ત્યારે અચાનક સ્ટેજ પર રહેલી મહિલા નાના બાળકને પોતાના ખોળામાંથી ઉઠાવીને પડી જાય છે અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે.
જન્મદિવસની ખુશીનું વાતાવરણ માતમમાં ફેરવાઈ ગયું
મહિલા અચાનક પતિ ધવલ કંઈ સમજે તે પહેલા જ પડી ગઈ હતી. પતિ તેને હોશમાં લાવવાનો પ્રયત્ન કરતો રહ્યો. પરંતુ કોઇ અસર થઈ નહિ. જ્યારે મહિલાને ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેને હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામેલી જાહેર કરી હતી. જન્મદિવસની ખુશીનું વાતાવરણ માતમમાં ફેરવાઈ ગયું હતું.
ધવલ બારોટનો પરિવાર વલસાડ જિલ્લાના વાપી વિસ્તારની સનરાઈઝ કો-ઓપરેટીવ સોસાયટીમાં રહે છે જે વાપીના છરવાડા વિસ્તારમાં આવે છે. ધવલ બારોટે પોતાના પુત્રના પાંચમા જન્મદિવસે હોટલમાં મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું. પરંતુ આ ખુશીના અવસરે તેણે પત્ની ગુમાવી દીધી હતી.
Also Read –