ઇન્ટરનેશનલમનોરંજન

WATCH: ફેન્સે અણછાજતું વર્તન કરતા શકીરા પરફોર્મન્સ અધવચ્ચે છોડી જતી રહી, એવું તે શું થયું….

કોલમ્બિયન પોપ સ્ટાર શકીરા(Shakira)ને એક ઇવેન્ટ દરમિયાન વરવો અનુભવ થયો હતો, સ્ટેજ પર પરફોર્મન્સ દરમિયાન કેટલાક ચાહકોએ અણછાજતું વર્તન કરતા શકીરા સ્ટેજ છોડીને જતી રહી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, યુઝર્સ શકીરાને સમર્થન આપી રહ્યા છે અને ગેરવર્તણુક કરનાર શખ્સ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

શકીરા LIV મિયામી ખાતે સતેજ પર તેનું લેટેસ્ટ સિંગલ સોંગ સોલ્ટેરા પરફોર્મ કરી રહી હત, આ દરમિયાન સ્ટેજની નજીક ઉભેલા કેટલાક શખ્સ તેના સ્કર્ટનો વિડીયો શૂટ કરી રહ્યા હતા, શકીરાએ એક વાર ચેતવણી આપ્યા છતાં શખ્સોએ વિડીયો શૂટિંગ ચાલુ રાખતા, શકીરા રોષે ભરાઈ હતી અને પર્ફોર્મન્સ છોડીએ નીકળી ગઈ હતી.

ઈન્ટરનેટ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, શકીરાને જ્યારે ખબર પડી કે ભીડમાં કેટલાક લોકો તેના સ્કર્ટનું શૂટિંગ કરી રહ્યા છે, ત્યારે એ સહજ થઇ ગઈ હતી. શકીરા ડાન્સ બંધ કરી અને બંને હાથ વડે તેનું સ્કર્ટ નીચે ખેંચતી જોવા મળી હતી. શકીરાએ માથું હલાવી અને હાથના હાવભાવથી લોકોને શૂટિંગ ન કરવા જણવ્યું. શકીરાએ ડાન્સ ફરી શરુ કર્યો, છતાં લોકોએ શૂટિંગ ચાલુ રાખતા તે સ્ટેજ પરથી નીચે ઉતરી ગઈ હતી.

ઇન્ટરનેટ પર યુઝર્સ આ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે, લોકો આ કૃત્યની નિંદા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ શકીરાને સમર્થન મળી રહ્યું છે. યુઝર્સ ગેરવર્તણુક કરનાર શખ્સોની ધરપકડની માંગ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, “જે કોઈ પણ શૂટિંગ કરી રહ્યો હતો તેની જાતીય શોષણ કરવા બદલ ધરપકડ થવી જોઈએ.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button