સ્પેશિયલ ફિચર્સ

ભૂલથી પણ આ સ્થાનો પર પૂર્વજોની તસવીરો ન લગાવો

પિતૃપક્ષનો સમય હિંદુઓમાં ખૂબ મહત્વ ધરાવે છે. તે 16 દિવસ સુધી ચાલે છે. આ વર્ષે પિતૃપક્ષ આજથી શરૂ થઇને 2 ઑક્ટોબર સુધી ચાલશે. પિતૃપક્ષ દરમિયાન લોકો તેમના પૂર્વજોની પૂજા કરે છે. તેમના માટે માટે શ્રાદ્ધ વિધિ અને તર્પણ કરવામાં આવે છે.

પિતૃ પક્ષ દરમિયાન પિતૃ પૂજા, પિતૃ તર્પણ અને પિંડનું દાન કરવું ખૂબ જ પુણ્યપૂર્ણ માનવામાં આવે છે. પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. એવું માનવામાં આવે છે કે જો પૂર્વજો પ્રસન્ન હોય તો વ્યક્તિને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે તેમજ તમામ કાર્યોમાં સફળતા મળે છે. જો પૂર્વજો ગુસ્સે થઈ જાય તો પિતૃ દોષ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્રમાં પિતૃ પક્ષ સાથે સંબંધિત વિશેષ નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે.

ઘરમાં પૂર્વજની તસવીરો લગાવવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે પરંતુ આ તસવીર લગાવતી વખતે આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે તમારા પૂર્વજ અને તસવીરો લગાવતી વખતે આ બાબતોનું ધ્યાન નહીં આપો તો તમારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુમાં પૂર્વજોના ચિત્રો મૂકવા માટે પણ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે.

તો આવો આપણે જાણીએ પિતૃ પક્ષ દરમિયાન ઘરમાં પિતૃઓની તસવીરો લગાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ દરેકના ઘરમાં પૂર્વજોની તસવીરો હોય છે એવું માનવામાં આવે છે કે આપણા પૂર્વજોની તસવીરો તેમના આશીર્વાદ મેળવવા માટે ઘરમાં રાખવી જોઈએ તેમને આપણા હૃદયમાં સ્થાન આપવા માટે અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા માટે તેમની તસવીરો ઘરમાં રાખવામાં આવે છે.

ઘણા લોકો પોતાના ઘરમાં દેવી-દેવતાઓની તસવીરો સાથે વડીલોની તસવીરો પણ લગાવે છે, જેથી તેમના આશીર્વાદ તેમના પર રહે. વાસ્તુશાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવે છે. ભગવાનની તસવીર સાથે પૂર્વજોની તસવીરો ક્યારેય ન લગાવવી જોઈએ.

વાસ્તુ અનુસાર ઘરમાં જીવિત લોકોની તસવીરો સાથે પૂર્વજોની તસવીરો લગાવવી ખોટી છે એ માનવામાં આવે છે કે આમ કરવાથી જીવતા લોકોનું આયુષ્ય ઘટવા માંડે છે અને ઘરમાં તેની નકારાત્મક અસર પણ થવા લાગે છે
વડવાઓની તસવીરો લટકાવવાનું પણ ખોટું છે. પૂર્વજોના ફોટોગ્રાફ્સ ક્યારેય લટકાવવા ના જોઇએ. તેમના ફોટોગ્રાફ્સ લાકડાના સ્ટેન્ડ અથવા અન્ય કોઈ સ્ટેન્ડ પર કે કોઇ ટેબલ પર રાખવા જોઈએ.

પૂર્વજોની તસવીર એવી જગ્યાએ ક્યારેય ન લગાવવી જોઈએ જ્યાં તમારી નજર તેના પર વારંવાર પડે. ઘરમાં એવી જગ્યાએ પૂર્વજોની તસવીર લગાવી જોઈએ કે જ્યાંથી પસાર થતા લોકોનો તેમના પર ના પડે. એમ માનવામાં આવે છે કે પૂર્વજોની તસવીર પાસેથી પસાર થતી વખતે લોકોના મનમાં નિરાશા આવી જાય છે.

ઘરમાં અમુક જગ્યાએ પૂર્વજોની તસવીરો ના લગાવી જોઈએ. વાસ્તુ અનુસાર ઘરના બેડરૂમ, સીડી, રસોડામાં અને મંદિરમાં પૂર્વજોની તસવીરો ન લગાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં પરેશાનીઓ આવે છે. ઘરની મધ્યમાં પૂર્વજોની તસવીરો લગાવવાથી માન-સન્માનને નુકસાન થાય છે. તેનાથી પિતૃદોષ પણ થાય છે.

ઘરમાં ઉત્તર અને પૂર્વ દિશામાં પૂર્વજોના ફોટા ન લગાવવા જોઈએ. આને ભગવાનની દિશા માનવામાં આવે છે. આ દિશામાં પૂર્વજોના ચિત્રો લગાવવાથી દેવી-દેવતાઓ નારાજ થાય છે. ઘરની દક્ષિણ દિવાલ પર પૂર્વજોને તસવીરો લગાવી શુભ છે. એવું માનવામાં આવે છે કે દક્ષિણ એ યમ અને પૂર્વજોની દિશા છે. તમે ઘરના હોલ અથવા મુખ્ય લિવિંગ રૂમની દક્ષિણ દિશામાં પૂર્વજોની તસવીર લગાવી શકો છો. તેનાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે.

Also Read

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button