આપણું ગુજરાત

ગુજરાતમાં સેવાસેતુના 10માં તબક્કાનો પ્રારંભ:: સરકારની નેમ માત્ર સુસાશનની

રાજ્ય સરકારની પ્રજાલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ લોકોને સરળતાથી પહોંચાડવાની સુશાસન નેમ સાથે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે.

31મી ઓક્ટોબર સુધી ચાલનારા આ સેવા સેતુના 10મા તબક્કામાં તાલુકા દીઠ 3 સેવા સેતુ અને નગરપાલિકા-મહાનગરપાલિકા દીઠ બે કાર્યક્રમો યોજાશે. રાજ્ય સરકારના 13વિભાગોની 55 જેટલી પ્રજાલક્ષી સેવા-સુવિધા સેવા સેતુમાં નાગરિકોને સ્થળ પર જ પૂરી પાડવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેવા સેતુના આ 10મા તબક્કાના ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે થયેલા આયોજનમાં સહભાગી થયા હતા. તેમણે ગંગા સ્વરૂપા સહાય યોજના તથા નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કર્યું હતું.એટલું જ નહીં, રાજ્ય સરકારના વિભાગોના સ્ટોલ્સ પર જઈને નાગરિકોને મળવાપાત્ર લાભ-સહાયની વિગતો મેળવવા સાથે નિરીક્ષણ પણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લાના 4 તાલુકા પૈકી માણસા, કલોલ, દહેગામ અને ગાંધીનગર તાલુકા અને ગાંધીનગર મહાનગરપાલિકા, દહેગામ નગરપાલિકા, કલોલ નગરપાલિકા તથા માણસા નગરપાલિકા વોર્ડના નગરજનો સેવા સેતુ થકી યોજનાકીય લાભ મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો ; PM Modi Birthday : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી, દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ પુસ્તક ભેટમાં આપ્યું

અડાલજ ખાતે આ સેવા સેતુ કાર્યક્રમ અન્‍વયે વિવિધ વિભાગોના 13 સ્ટોલ ઉભા કરીને ગંગા સ્વરૂપા સહાય, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય જેવા યોજનાકીય લાભો સહિત આધારકાર્ડ, રાશનકાર્ડ, જન્મ-મરણના દાખલા તથા આવકના પ્રમાણપત્ર વગેરે તાત્કાલિક ધોરણે કરી આપવાની સેવા આ કાર્યક્રમના સ્થળ પર જ કરવામાં આવી છે.

આ સેવા સેતુ કાર્યક્રમમાં ગાંધીનગરમાં જિલ્લા કલેક્ટર મેહુલ દવે, મામલતદાર હરેશ પટેલ તથા તાલુકા વિકાસ અધિકારી મલય ભુવા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…