મનોરંજન

લિપલોક કર્યું પ્રિયંકાએ અને દીકરીનું આવ્યું આવું કંઈક રિએક્શન…

બોલીવુડની જાણીતી અભિનેત્રી અને દેસી ગર્લ પ્રિયંકા ચોપરા અત્યારે ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરાએ આજે બર્થડે સેલિબ્રેશન કર્યું અને એની તસવીરો સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાઈરલ થઈ રહી છે. પતિ નિક જોનસ સાથે લિપલોક કરતી વખતે દીકરી માલતીનું રિએક્શન પણ વાઈરલ થયું હતું.

પતિ નિક જોનસ અને દીકરી માલતી સાથે સેલિબ્રેશન કર્યું હતું. એ વખતે ખુશખુશાલ પ્રિયંકા ચોપરાએ પતિ સાથે લિપલોક કર્યું હતું. પીસી અને નિકના રોમાન્ટિક ફોટોગ્રાફ જોવા મળ્યા હતા. બ્રાઉન કલરના ઓફ શોલ્ડર બોડીકોનમાં જોવા મળી હતી, જ્યારે નિક બ્લુ ડેનિમ લૂકમાં જોવા મળ્યો હતો.

બીજા એક ફોટોગ્રાફમાં પ્રિયંકા અને નિકે લિપલોક કર્યું હતું. એ વખતે દીકરી માલતી તેના ખોળામાં પણ હતી, ત્યારે મમ્મી-પપ્પાને રોમાન્ટિક જોઈને શરમાઈ ગયા હતા. બીજા એક ફોટોગ્રાફમાં માલતી મેરીને સ્ટેજ પર માઈક લઈને જોવા મળી હતી. વ્હાઈટ કલરના ફ્લોરલ ફ્રોક પહેર્યું હતું અને હેડફોન પણ લગાવ્યું હતું. આ તસવીરો જોરદાર વાઈરલ હતી, જેના પર લોકોએ જોરદાર પ્રતિક્રિયા આપી હતી.

આ પણ વાંચો : The Bluffના શૂટિંગમાંથી ફ્રી થઈ પ્રિયંકાએ શું કર્યું કે પતિ નિક જૉનાસ ખુશ થઈ ગયો

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી એક પોસ્ટમાં યૂઝરે બંનેના રોમાન્ટિક સીનની પ્રશંસા કરી હતી. અહીં એ જણાવવાનું કે 16મી સપ્ટેમ્બરના પ્રિયંકાએ તેનો 32મો જન્મદિવસનું સેલિબ્રેશન કર્યું હતું. અમેરિકન ગાયક નિકે પણ આ જન્મદિવસને આગવી રીતે સેલિબ્રેશન કર્યું હતું. પ્રિયંકાએ પણ બર્થડેને યાદગાર બનાવવા માટે નિક અને માલતી સાથેની મજેદાર પળોને શેર કરવાનું ચૂકી નહોતી.

પ્રિયંકાએ લખ્યું હતું કે મંડે નાઈટ્સ શૂડ નોટ બી સો મચ ફન. પ્રિયંકાએ લાંબી લચક પોસ્ટ લખી છે, જેમાં એક કરતા અનેક રોમાન્ટિક ફોટો પોસ્ટ કર્યા છે, જેને લાખો લોકોએ લાઈક કરવા સાથે હજારો લોકોએ પ્રતિક્રિયા આપી છે.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…