નેશનલસ્પેશિયલ ફિચર્સ

WhatsApp પર આવી ગયું છે આ કમાલનું Secrete Feature, ચેટિંગનો એક્સપિરિયન્સ બદલાઈ જશે…

WhatsApp માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે. વાત કરીએ ભારતની તો એકલા ભારતમાં વોટ્સએપના 55 કરોડથી વધુ ડેઇલી યુઝર્સ છે અને દુનિયાભરમાં આ આંકડો 221 કરોડથી વધુનો છે. આવી પરિસ્થિતિમાં કરોડો યુઝર્સની સુવિધા માટે કંપની દ્વારા જાત જાતના નવા નવા ફીચર અને અપડેટ લાવવામાં આવે છે. મેટા (Meta)ની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન તમને ફ્રી ચેટિંગ સિવાય યુઝર્સને ફ્રી ઑડિયો અને વિડિયો કોલિંગનો ઓપ્શન પણ આપે છે.

મેટા કરોડો યુઝરની સુવિધા માટે આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં સતત નવી ફેસિલીટી અને અપડેટ્સ લઈ આવે છે. ઘણી વખત યુઝર્સની માંગણીના આધારે આ ફીચર્સ એડ કે રીમુવ પણ કરવામાં આવે છે. આજે અમે અહીં તમને વોટસએપના આવા જ એક સિક્રેટ ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ફીચર દ્વારા તમે વોટસએપ ઓપન કર્યા વિના જ તમારા મનગમતા વ્યક્તિ સાથે કે મિત્રો સાથે વાત કરી શકો છો. વોટ્સએપનું આ ફીચર હાલમાં માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવા ફીચરને કારણે યુઝર્સ જેની સાથે સૌથી વધારે વાતચીત કરો છો એમની સાથે ચેટ કરવા માટે વોટ્સએપ એપ્લિકેશન ઓપન કરવાની જરૂર રહેશે નહીં.

આ પણ વાંચો : WhatsApp પર તમે પણ કરી છે આ ભૂલ? આ રીતે સુધારી શકશો…

ચાલો જોઈએ કઈ રીતે આ શક્ય બનશે-

  • વોટ્સએપના આ સિક્રેટ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે સૌથી પહેલા તો એપ ઓપન કરવી પડશે.
  • ત્યાર બાદ તમે જે કોન્ટેકટ સાથે સૌથી વધુ વાત કરો છો એ કોન્ટેક્ટની ચેટ ઓપન કરવી પડશે
  • કોન્ટેક્ટમાં ગયા પછી તમારે એના પણ લોંગ પ્રેસ કરી રાખવું પડશે
  • હવે ઉપર રાઇટ સાઈડના કોર્નર પણ આવેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો અને એડ ચેટ શોર્ટકટ પર ટેપ કરો.
  • ત્યાર બાદ તમારે ચેટ શોર્ટકટ એડ કરવા માટે ટેપ કરીને કન્ફર્મ કરવું પડશે
  • હવે તમારા ફોનની હોમ સ્ક્રીન પણ એ કોન્ટેક્નો શોર્ટકટ દેખાશે
  • બસ, જ્યારે પણ હવે તમને એ વ્યક્તિ સાથે ચેટ કરવી હશે તો વોટ્સએપ ઓપન કરવાની જરૂર નહીં પડે અને શોર્ટકટ ઓપન કરીને જ તમે ચેટિંગ કરી શકશો, છે ને એકદમ કમાલનું ફીચર??
Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…