મહારાષ્ટ્ર

ઘોર કળિયુગઃ ક્યાંક પ્રેમ, તો ક્યાંક મિલકત માટે દીકરીઓએ માતાની કરી નાખી હત્યા

દીકરો માબાપની હત્યા કરવાનું બનતું હોય છે, પરંતુ દીકરી પણ માની હત્યા કરી નાખવાની વાત માન્યામાં આવતી નથી, પરંતુ તાજેતરમાં મહારાષ્ટ્રમાં એવું જ કંઈક બન્યું કે એક કેસમાં પ્રેમના ચક્કરમાં તો બીજા કેસમાં મિલકત માટે દીકરીઓએ માતાની હત્યા કરી હતી.

રાયગઢ જિલ્લાના ખાલાપુરમાં ૧૦ સપ્ટેમ્બરે સંગીતા જોરે (૪૨)નું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા તેની પુત્રી ભારતી જોરે (૨૦) અને તેના પ્રેમી સંતોષ નંદગાંવકરે (૩૨) કરી હતી. સંગીતાએ વહેલી સવારે તેની પુત્રીને તેના પ્રેમી સાથે આપત્તીજનક સ્થિતિમાં પકડી હતી. આ પછી, તેની માતાને ચૂપ કરવા માટે, ભારતીએ તેના પ્રેમી સંતોષ સાથે મળીને તેની માતાનો જીવ લીધો. ભારતીએ માતાના હાથ-પગ પકડી રાખ્યા હતા અને સંતોષે ધાબળા વડે સંગીતાનું ગળું દબાવી દીધું હતું. આ પછી બંનેએ મળીને લાશને છત પર પાઇપથી લટકાવી દીધી હતી જેથી સંગીતાએ આત્મહત્યા કરી હોય એવું લાગે. ભારતીની નાની બહેન સુરેખા જોરેએ (૧૮) છુપી રીતે આ સમગ્ર ઘટના જોઈ લીધી હતી. આ ઘટનાના ત્રણ દિવસ બાદ તેણે તેના સંબંધીઓને તેની જાણ કરી હતી. આ પછી ખાલાપુર પોલીસે સંતોષ અને ભારતીની ધરપકડ કરી હતી.

બીજી ઘટના પનવેલમાં ૧૩ સપ્ટેમ્બરે બની હતી. અહીં પ્રિયા નાઈક નામની મહિલાની લાશ તેના ઘરમાં મળી આવી હતી. તેના મોં અને નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું. પોસ્ટ મોર્ટમમાં જાણવા મળ્યું કે દોરડા જેવી વસ્તુ વડે ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ પછી સંબંધીઓની પૂછપરછ શરૂ થઈ. પનવેલ પોલીસ ઈન્સ્પેક્ટરે આ કેસમાં મૃતકની પુત્રી પ્રણાલી નાઈકની પૂછપરછ શરૂ કરી હતી. પ્રણાલી તેના પતિથી અલગ તેની માતા સાથે રહેતી હતી અને તેનો છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. પૂછપરછ દરમિયાન પ્રણાલીએ પોલીસને અસ્પષ્ટ જવાબો આપ્યા હતા. જેના કારણે પોલીસને તેના પર શંકા ગઈ હતી. પાછળથી ખબર પડી કે પ્રિયા નાઈક લગભગ ૧૨ ફ્લેટ અને ૨ દુકાનોની માલિક હતી. દર મહિને તેમાંથી સારી એવી રકમ આવતી હતી. પ્રણાલી આ પૈસા તેના મિત્રો પર ખૂબ ખર્ચ કરતી હતી.

આ પણ વાંચો : થાણેમાં શોપિંગ કોમ્પ્લેક્સની અગાશી પર સિક્યુરિટી સુપરવાઇઝરનું માથું વાઢી હત્યા

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રણાલી માતાની તમામ મિલકતો પર કબજો કરવા માંગતી હતી. જેથી તેની માતા પાસે વારંવાર પૈસા માંગવા ન પડે. પ્રિયા પ્રણાલીના ખર્ચા કરવા પર ગુસ્સો કરતી હતી. આ જ કારણે એક વખત પ્રિયાએ દીકરીને પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ પ્રણાલીએ માતાના દાગીનાની ચોરી કરીને ગીરવે મુકી દીધા હતા. આ અંગે પણ ઘણો વિવાદ થયો હતો. આ જ કારણે તેની માતાની દખલગીરીથી છૂટકારો મેળવવા અને તેની મિલકતો પર કબજો મેળવવા માટે, પ્રણાલીએ તેના મિત્રો વિવેક પાટિલ અને વિશાલ પાંડેની મદદ લીધી હતી. બંને પ્રિયાની હત્યા કરી નાસી ગયા હતા. વિવેક અને વિશાલને હત્યા માટે ૧૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. પનવેલ પોલીસે ત્રણેયની ધરપકડ કરીહતી.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…