આમચી મુંબઈમહારાષ્ટ્ર

ખુશખબરઃ રાસ રંગ થાણે (2024)નું આ વર્ષનું સ્થળ હશે થાણે ઓક્ટ્રોય ગ્રાઉન્ડ

ત્રીજીથી બારમી ઓક્ટોબરના નવરાત્રિનું આયોજન, ખેલૈયાઓ થઈ જાઓ તૈયાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રાસ રંગ થાણે દ્વારા આ વખતે પણ ધમાકેદાર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. રાસ રંગ થાણે (Rass Rang Thane 2024)નું આ વખતની નવરાત્રિનું આયોજનનું સ્થળ બદલવામાં આવ્યું છે. ત્રીજી ઓક્ટોબરથી બારમી ઓક્ટોબરના રોજ થાણેના કોપરી સ્થિત ઓક્ટ્રોય ગ્રાઉન્ડ (નાકા) ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

રાસ રંગ થાણેનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાસ રંગ કાર્યક્રમની જાહેરાત કરતા ક્રેડાઈ-એમસીએચઆઈ થાણેના પ્રમુખ જિતેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે દર વખતની માફક આ વખતે રાસ રંગ થાણે દ્વારા થાણેમાં મા-જગદંબાના તહેવાર નવરાત્રિની ભવ્ય ઉજવણી થશે.

આ વખતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના માર્ગદર્શન હેઠળ થાણેમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના નવલા દિવસોમાં સાંજે માતાજીની આરતી સાથે રોજ ખેલૈયાઓ ગરબાના તાલે નાચશે, ગાશે અને ઝૂમશે. જોકે, આ વખતનું સ્થળ મોડેલ ગ્રાઉન્ડ નહીં, પરંતુ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ખાતેનું ઓક્ટ્રોય ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અગાઉના ગ્રાઉન્ડની તુલનામાં આ ગ્રાઉન્ડ સૌથી મોટું છે.

આપણ વાંચો: રંગીલા રાજકોટમાં યોજાશે અનોખો નવરાત્રિ મહોત્સવ: હજારો કેન્સર વોરિયર્સ ગરબાની રમઝટ બોલાવશે

રાસ રંગ થાણેના ગ્રાઉન્ડ સિમેન્ટ ક્રોકિંટની સાથે પ્લેટફોર્મ પણ વુડન હશે, જ્યારે ખેલૈયાઓની સુરક્ષા માટે 50થી વધુ સીસીટીવી કેમેરા, વોચ ટાવર, સુરક્ષા ગાર્ડને તહેનાત કરવાની સાથે પાર્કિંગની પણ આગવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ખાસ કરીને ગરબાપ્રેમીઓની સુરક્ષા માટે 200થી વધુ સિક્યોરિટી ગાર્ડ કમ બાઉન્સર્સને તહેનાત રાખવામાં આવશે, જ્યારે આ વખતની નવરાત્રિમાં થાણે, મુલુંડ, ભિવંડી સહિત ડોંબિવલી-કલ્યાણમાંથી કૂલ મળીને 12,000થી વધુ લોકો આવવાની અપેક્ષા છે.

થાણેવાસીઓનો મનપસંદ બનેલો રાસ રંગ થાણે (2024)માં આ વખતે બોલીવુડના જાણીતા ‘ઢોલ કિંગ’ હનીફ-અસ્લમની જોડી સાથે ઉમેશ બારોટ ધમાલ મચાવશે. રાસ રંગ થાણેમાં આ વખતે જાણીતા ગાયકોમાં દ્રવિતા ચોકસી, ફિરોઝ લડકા, હેલી મજુમદાર, રુપાલી કશ્યપના સૂરથી ખેલૈયાઓ ઝૂમી ઉઠશે.

આપણ વાંચો: નવરાત્રિના પહેલા દિવસે વડા પ્રધાન મોદીએ કહ્યું કે ‘શક્તિ’નો કોઈ ઉપાસક ઈન્ડી ગઠબંધનને માફ નહીં કરે

હું તમામ દાંડિયા-રાસ પ્રેમીઓને વિનંતી કરીશ કે નવરાત્રિના પવિત્ર દિવસોમાં અહીં આવો અને એન્જોય કરો. આ વખતના નવરાત્રિના દિવસોમાં રોજ અલગ અલગ કાર્યક્રમની થીમ સાથે બોલીવુડના કલાકારોથી રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત રહેશે, એમ જિતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું.

અહીંના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા થાણેના સાંસદ નરેશ મ્હસ્કેએ આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું કે રાસ રંગ થાણે હવે થાણેમાં બ્રાન્ડ બની ગઈ છે. અહીં બહુ સારી રીતે ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

અહીંયા અમને ઘાટકોપર હોય કે મુંબઈથી લોકોના ફોન આવતા હોય છે કે અમને પાસ જોઈએ છીએ, જેથી એટલું કહી શકાય કે રાસ રંગ થાણેની લોકપ્રિયતામાં વધારો થયો છે.

ગયા વર્ષે તો મને નાશિકથી ફોન આવ્યો હતો કે અમને પાસ જોઈએ છે. એટલે કે રાસ રંગની લોકપ્રિયતામાં વધારો થયો છે. દરમિયાન તેમણે થાણેવાસીઓનો પણ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે મને ભારે મતથી જીતાડનારા થાણેવાસીઓનો આભાર.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…