આતિશીના રૂપમાં કેજરીવાલનો ‘માસ્ટર સ્ટ્રોક’-જાણો,કેમ આતિશી જ દિલ્લીની CM
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 6 મહિનાનો જેલવાસ ભોગવી આવ્યા બાદ,તેમણે રાજીનામાનો નિર્ણય કર્યો. બે દિવસથી ન માત્ર રાજધાની દિલ્લી પરંતુ રાજકારણમાં જરા સરખો પણ રસ ધરાવતા હાર કોઈના મો પર તર્ક-વિતર્ક હતા કે દિલલીનું સુકાન કોને ? આજે ગોપાલ રાયે જ આતિશીનું નામ જાહેર કરી તર્ક-વિતર્ક પરથી પરદો ઊંચકી દીધો. ઓક્સફર્ડ રિટર્ન આતિશી ના માત્ર કેજરીવાલ પરંતુ મનીષ સિસોદિયાની પણ બેહદ વિશ્વાસુ છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જેલવાસ દરમિયાન દિલ્લી સરકારના 14 વિભાગનો હવાલો એકલા હાથે સંભાળતી આતિશીને મુખ્યમંત્રી તરીકે આગળ કરી કેજરીવાલે ‘માસ્ટર સ્ટ્રોક ખેલી નાખ્યો છે.
દિલ્લી વિધાનસભાની ચૂંટણી આગામી 4થી 5 મહિનામાં છે. દિલ્લીની કુલ વસ્તીમાં લગભગ 68 લાખથી વધુ મહિલાઓ છે. આ પરિપ્રેક્ષ્યમાં કેજરીવાલે વિધાનસભા ચૂંટણી જીતવા માટે મોટો દાવ ખેલી,ભાજપાને અત્યારે તો ચિત કરી દીધી છે. દેશની સૌથી મોટી પાર્ટી કહેવાતી ભારતીય જનતા પાર્ટી,લગભગ 1 દાયકાથી દિલ્લી વિધાનસભા જીતી નથી શકી. આતિશીની બિન વિવાદાસ્પદ છ્બી અને કોઈ પ્રકારના ગોટાળા કે કૌભાંડમાં આતિશીનું નામ નથી. ઊલટાનું આતિશીએ મુખ્યમંત્રી બનવાની ખુશી સાથે કેજરીવાલ સાથે ભાજપે જે કઈ કર્યું તેનો અફસોસ અને દુખ પણ વ્યક્ત કર્યા. અરવિંદ કેજરીવાલની માગણી છે કે, દિલ્લી વિધાનસભાની ચૂંટણી પણ મહારાષ્ટ્ર વિધાનસભા સાથે જ થાય. આતિશીના મુખ્યમંત્રી બનતા જ કેજરીવાલ અને સિસોદિયા, દિલ્લી વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી જશે. કેજરીવાલ સતત પોતાને બે દાગ,અને નિર્દોષ હોવા સાથે ભાજપા પર પોતાને ખોટી રીતે પરેશાન કરવાના આરોપો સાથે જનતાનો વિશ્વાસ સંપાદિત કરવા નીકળશે.
આ પહેલા હરિયાણામાં ‘લિટમસ ટેસ્ટ’
હરિયાણા વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે કોંગ્રેસ સાથે ભાજપનું અહીં ILU-ILU બેઠકોની વહેચણી મુદ્દે ના થયું. હવે હરિયાણા માં આપ અને કોંગ્રેસ સામે સામે અલગથી લડે છે. શક્ય છે કે, હરિયાણામાં ના થયું તે દિલ્લી વિધાનસભામાં શક્ય બને અને કોંગ્રેસ-આપ વચ્ચે ફરી બેઠકોનો દોર સધાય. અત્યારે તો આપ કરતાં કોંગ્રેસ હરિયાણામાં મજબૂત દેખાય છે. કેટલાક રાજનીતિક વિશ્લેષકો તો કોંગ્રેસ મજબૂત રીતે સરકાર બનાવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
આતિશી -અભિ ખુશી, અભિ ગમ’
આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય દળની બેઠક બાદ મીડિયાને સંબોધતા આતિશીએ કહ્યું, ‘કેજરીવાલજીએ મારા પર વિશ્વાસ કર્યો. મને વિધાનસભ્ય બનાવી, મને પ્રધાન બનાવી અને આજે મુખ્ય પ્રધાન બનવાની જવાબદારી સોંપવામાં આવી છે. હું ખુશ છું કે કેજરીવાલજીએ મારા પર એટલો ભરોસો કર્યો છે. પરંતુ આજે જેટલી ખુશ છું એનાથી વધુ દુખી છું. મારા મોટા ભાઈ અરવિંદ કેજરીવાલ, જે દિલ્હીના લોકપ્રિય મુખ્ય પ્રધાન છે, આજે રાજીનામું આપી રહ્યા છે તે દુઃખદ છે. દિલ્હીના એક જ મુખ્ય પ્રધાન છે અને તે મુખ્ય પ્રધાનનું નામ છે અરવિંદ કેજરીવાલ.’
AAP નેતાઓનું કહેવું છે કે નવી સરકાર માટેનો દાવો આજે જ કરવામાં આવશે. AAP વિધાનસભ્યોનું પ્રતિનિધિમંડળ કેજરીવાલ સાથે રાજભવન જશે. આતિશી મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે અને શરૂઆતમાં બે વિધાનસભ્યો સરકારમાં જોડાશે અને પ્રધાન તરીકે શપથ લેશે. 26 અને 27 સપ્ટેમ્બરે વિધાનસભાનું સત્ર મળવાનું છે. આતિશી પોતે આ સત્રને સંબોધશે, આ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.