મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

મુનાવર ફારુકીના જીવને જોખમ! દિલ્હીની 5 સ્ટાર હોટેલથી તુરંત મુંબઈ પરત ફર્યો

નવી દિલ્હી: બિગબોસ વિજેતા સ્ટેન્ડ અપ કમેડીયન મુનવ્વર ફારૂકી(Munawar Faruqui)નો જીવ જોખમ હોવાના અહેવાલો વહેતા થયા છે. શનિવારે દિલ્હી પોલીસ(Delhi Police)ના સ્પેશિયલ સેલને બાતમી મળી હતી કે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન તેના પર હુમલો કરવામાં આવી શકે છે. આ બાદ તુરંત મુનવ્વર દિલ્હીથી મુંબઈ જવા રવાના થયો હતો.

ગત ગુરુવારે દિલ્હીના ગ્રેટર કૈલાશ-1 વિસ્તારમાં જીમના માલિક નાદિર શાહની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં દિલ્હી પોલીસે 5 શૂટરોની ધરપકડ કરી હતી. આરોપીઓનની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે કોમેડિયન મુનાવર ફારુકી અને યુટ્યુબર એલ્વિશ યાદવ IGI ઇન્ડોર સ્ટેડિયમમાં એન્ટરટેનર્સ ક્રિકેટ લીગ 2024 માં ભાગ લેવા માટે ફાઇવ સ્ટાર હોટેલ સૂર્યામાં રોકાયા હતા, શૂટર અહીં પણ રેસી કરવા આવ્યો હતો.

સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને અને પોલીસ અધિકારીની સલાહ પર મુનવ્વર મુંબઈ પરત ફર્યો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ મુનવ્વરની સુરક્ષા વ્યવસ્થાનું મૂલ્યાંકન કરી રહી છે. શૂટરોએ જણાવ્યું કે અમને હોટેલ સૂર્યાની રેકી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અમારે કોઈને ગોળી મારવાની હતી, અમને કહેવામાં આવ્યું કે અમારો ટાર્ગેટ આ હોટલમાં રોકાશે.

પોલીસ તપાસ કરી રહી છે કે શૂટર્સનો ખરેખર ટાર્ગેટ કોણ હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે એલ્વિશ યાદવને પણ ધમકીઓ મળી હતી. પોલીસ તપાસ કરી રહી છે, એક પોલીસ અધિકારીએ કહ્યું, ‘અમને સ્ટેડિયમમાં જ સુરક્ષા વધારવાની સૂચના આપવામાં આવી હતી, જ્યાં હરિયાણવી હંટર્સ અને મુંબઈ ડિસપ્ટર્સ નામની બે ટીમો વચ્ચે મેચ યોજાવાની હતી. તમામ મહેમાનોની ઓળખ પણ તપાસવામાં આવી હતી.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…