નેશનલ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક રાજનેતાઓ PM Modiને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી : પીએમ નરેન્દ્ર મોદીનો( PM Modi Birthday) આજે 74મો જન્મ દિવસ છે. જેના પગલે મોટાભાગના રાજનેતાઓ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી રહ્યા છે. જેમાં પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “દીર્ઘદ્રષ્ટા નેતા અને ભારત માતાના મહાન પુત્ર, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભેચ્છા.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,” એક મજબૂત, સમૃદ્ધ ભારત માટેનું તમારો દ્રષ્ટિકોણ દરેક હૃદયમાં ગુંજે છે. તમારું ગતિશીલ નેતૃત્વ અને અતૂટ સમર્પણ ભારતને બદલતું રહે રહે અને પેઢીઓને પ્રેરણા આપે”

અમિત શાહે પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટર પર લખ્યું, “મોદીજીએ તેમના દાયકાઓના જાહેર જીવનમાં રાષ્ટ્ર માટે બલિદાન અને સમર્પણના નવા માપદંડો સ્થાપિત કર્યા છે. લાંબા સમય પછી, મોદીજીએ દેશમાં સૌપ્રથમ રાષ્ટ્રના વિચારને પુનઃસ્થાપિત કરવાનું કામ કર્યું છે. સંગઠનથી સરકારમાં ટોચ સુધીની તેમની સફરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના જરૂરિયાતમંદોને માત્ર સશક્ત નથી કર્યા પરંતુ વિકસિત ભારતના સંકલ્પમાં સમગ્ર દેશને જોડવાનું કામ કર્યું છે. આવા દીર્ઘદ્રષ્ટા રાજકારણીના માર્ગદર્શન હેઠળ દેશના કલ્યાણમાં સહભાગી બનવું એ મારા માટે સૌભાગ્યની વાત છે.”

સીએમ યોગી આદિત્યનાથે પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા

જ્યારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે આ પ્રસંગે પીએમ મોદીને અભિનંદન આપતા લખ્યું કે, “ નવનિર્માણના શિલ્પકાર છેલ્લા એક દાયકામાં વિશ્વ મંચ પર વૈશ્વિક નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉભરી આવ્યા છે. યુદ્ધગ્રસ્ત રાષ્ટ્ર પણ ઉકેલ લક્ષી હસ્તક્ષેપ માટે જેની પર ભરોસો કરે છે તે માત્ર મોદી છે. રશિયા અને યુક્રેન વચ્ચેની તંગ પરિસ્થિતિ હોય કે પશ્વિમ એશિયામાં સંકટ દરેક વૈશ્વિક તણાવના સમાધાન માટે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત કેન્દ્રમાં છે. મોદી હે તો મુમકિનના ભાવને આજે માત્ર દેશ જ નહિ પરંતુ મોદીની ગેરંટી પર મહાશકિતશાળી દેશોને પણ વિશ્વાસ છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પીએમ મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા. હું તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરું છું. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત એક આર્થિક મહાસત્તા બનવા તરફ અગ્રેસર છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનો તેમનો સંકલ્પ પૂરો કરવા માટે શકિતની કામના કરું છું. મહારાષ્ટ્ર પણ વડાપ્રધાન મોદીના દેશને 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવાના સંકલ્પને પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. હું કહેવા માંગુ છું કે 21મી સદી ભારતની સદી છે દેશના કેપ્ટન વડાપ્રધાન મોદી છે. હું તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. “

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ શુભેચ્છા પાઠવી

આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 74માં જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી અને તેમના નવીન પ્રયાસોથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનવાનો માર્ગ મોકળો થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે અને તેમના સ્વસ્થ અને લાંબા આયુષ્યની કામના કરી છે. વડાપ્રધાન મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો.

આ ઉપરાંત હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સૈની, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવ સહિતના નેતાઓએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…