નવી દિલ્હી: આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ (PM Modis’s Birthday) છે, આજે તેઓ 74 વર્ષના થયા છે. ભારતીય જનતા પાર્ટી સેવા પખવાડિયા તરીકે ઉજવી રહી છે, અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. ભાજપ સિવાય પણ સામાન્ય નગરિકો પોતાની રીતે વડાપ્રધાનનો જન્દીવાસ ઉજવી રહ્યા છે. વિવિધ જગ્યાએ તેમના સર્મથકોએ જનસેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાજપના કાર્યકર્તાઓ સેવા પખવાડિયાની ઉજવણી કરશે. આ અંતર્ગત પાર્ટીના કાર્યકર્તાઓ દેશભરમાં વિવિધ સ્થળોએ રક્તદાન શિબિર અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરી રહ્યા છે. હોસ્પિટલો, શાળાઓ અને અન્ય જાહેર સ્થળોએ ઝુંબેશ ચલાવવામાં આવશે. પખવાડિયાની ઉજવણી મહાત્મા ગાંધીની જન્મજયંતિ 2જી ઓક્ટોબર સુધી ચાલશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે ‘સુભદ્રા યોજના’ નું ઉદ્ઘાટન કરવા ઓડિશાની મુલાકાતે જશે.
વડા પ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે રાજસ્થાનની અજમેર શરીફ દરગાહ ખાતે શાકાહારી લંગરમાં ચાર હજાર કિલો વેજ-બિરયાની પીરસવામાં આવશે. લંગરનું આયોજન ઇન્ડિયન માઈનોરીટી ફાઉન્ડેશન અને અજમેર શરીફના ચિશ્તી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. દરગાહમાં વડા પ્રધાન મોદીના લાંબા આયુષ્ય માટે દુઆ કરવામાં આવશે.
ભક્તો અને સ્વયંસેવકો કુરાનની આયતોનો પાઠ કરશે અને આખી રાત ‘નાત’ અને ‘કવ્વાલી’ નું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતના ઘણા ઉદ્યોગપતિઓએ 17મી સપ્ટેમ્બરના રોજ તેમના ઉત્પાદનો અને સર્વિસ પર 10 થી 100 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.
ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે તેમના મતવિસ્તારમાં કેટલાક સ્થાનિક વ્યવસાયો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે 10 ટકાથી 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરશે. તેમણે કહ્યું કે આ પરંપરા વડાપ્રધાનને સન્માનિત કરવા દર વર્ષે સેવાકીય પ્રવૃતિઓ યોજાય છે.
હોટલ, રેસ્ટોરન્ટ, ક્લિનિક્સ, શાકભાજી બજારો અને બેકરીઓ સહિતના વિવિધ વ્યવસાયો આ પહેલમાં ભાગ લેશે.
સુરતમાં ઓટો યુનિયને આ ઉજવણીમાં જોડાઈ રહ્યું છે. યુનિયનના આગેવાને જણાવ્યું હતું કે, અમે સેવા દિવસ તરીકે ઉજવીશું, જ્યાં ઓટો ડ્રાઇવરો મફતમાં સવારી આપશે.