મનોરંજન

SIIMA 2024 ઐશ્વર્યા રાય જીતી એવોર્ડ અને બિગ બીની આ પોસ્ટ થઈ વાઈરલ…

મુંબઈઃ બિગ બી પરિવાર અત્યારે ચર્ચામાં છે, જેમાં અમિતાભ બચ્ચન હોય કે જયા બચ્ચન કે પછી ઐશ્વર્યા રાય બચ્ચન જ કેમ ના હોય. તાજેતરમાં પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયના બચ્ચન પરિવાર સાથેના સંબંધોમાં ખેંચતાણ ચાલી રહી છે એના સમાચારથી પરિવાર સમાચારોમાં લાઈમલાઈટમાં રહે છે ત્યારે ઐશ્વર્યા રાય ચર્ચામાં છે. અભિનેત્રી ઐશ્વર્યા રાયને SIIMA 2024માં બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ એવોર્ડ જીત્યા પછી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જે ખૂબ વાઈરલ થઈ હતી. એટલું જ નહીં, ફિલ્મના કલાકાર ચિયાન વિક્રમ અને ઐશ્વર્યા-આરાધ્યા સાથેની મસ્તીના વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો હતો.

આ પણ વાંચો : Aishwaryaને એવોર્ડ મળતાં જ દીકરી Aaradhya Bachchanએ કર્યું કંઈક એવું કે…

લેટ ફોર વર્ક, શો રશિંગ ઓફ…

હવે બિગ બીની પણ પોસ્ટ પણ એક વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટે અમિતાભ બચ્ચનની પોસ્ટ પર સૌનું ધ્યાન ખેંચાયું છે. જોકે, આ પોસ્ટમાં દીકરાની વહૂ ઐશ્વર્યા રાયની મળેલા એવોર્ડ અંગે કંઈ લખ્યું નથી. આમ છતાં અમિતાભ બચ્ચનની પોસ્ટ અંગે અલગ અલગ તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે. અહીં એ જણાવવાનું કે SIIMA 2024માં બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ એવોર્ડ ઐશ્વર્યા રાયને મળ્યો છે. SIIMA 2024માં પોન્નિયમ સેલેવન-IIમાં પોતાના શાનદાર અભિનય માટે ઐશ્વર્યા રાયને બેસ્ટ એક્ટ્રેસને ક્રિટિક્સ એવોર્ડથી નવાજવામાં આવી હતી. બિગ બીએ લખ્યું છે કે ટી-5135 લેટ ફોર વર્ક, શો રશિંગ ઓફ.
જે જીવન જીવો એમાં રંગ હોવા જરુરી

બિગ બીએ એક પોસ્ટમાં લખ્યું છે કે કામ પર જવાના હતા, પરંતુ મોડું થઈ ગયું, તેથી વહેલો નીકળું છું. એના પછી અન્ય એક બ્લોગ અને પોસ્ટ પણ લખી હતી અને અંતમાં એમ પણ લખ્યુ હતું કે મને મારા ચાહકોને મળવાની મઝા આવી છે. કામ પર જવાનું, વહેલા ઉઠવાનું જિંદગીનો સાર છે અને આપણે જે જીવન જીવીએ છીએ એમાં રંગ હોવાનું જરુરી છે. સંજોગ કહો કે પછી જે કંઈ પણ દીકરાની વહૂને એવોર્ડ મળવાની બિગ બીએ ખુશી વ્યક્ત કરી છે એવું પણ લોકો ગર્ભિત તારણ કાઢી રહ્યા છે. ઐશ્વર્યા રાયને મળેલા એવોર્ડ પછી બિગ બીની એક પોસ્ટ વાઈરલ થઈ હતી, જેમાં કૌન બનેગા કરોડપતિના શોમાં પ્રશંસકોની સામે બિગ બી પોતાના ચાહરોને શ્રેષ્ઠ જીવન માટે પોતાની લાઈફને શાનદાર બનાવવા માટે સારું આયોજન કરવું જોઈએ.

https://twitter.com/i/status/1835508712863416425

ઐશ્વર્યા, ચિયાન વિક્રમ અને આરાધ્યાનો વીડિયો વાઈરલ

SIIMA 2024ના વિજેતા તરીકે ઐશ્વર્યા રાય, ચિયાન વિક્રમ, નયનતારાને પુરસ્કાર મળ્યો, જ્યારે રજનીકાંત ફિલ્મ જેલરને બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો. એવોર્ડના કાર્યક્રમ વખતે સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય, ચિયાન વિક્રમ અને આરાધ્યાનો એક વીડિયો જોરદાર વાઈરલ થયો હતો. આ વીડિયોમાં ચિયાન વિક્રમનું ઐશ્વર્યા અને આરાધ્યા સાથેનું શાનદાર બોન્ડિંગ પણ કેપ્ચર કરવામાં આવ્યું હતું. વીડિયોમાં ચિયાન ઐશ્વર્યા અને આરાધ્યા સાથે મજાક-મસ્તી કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો વાઈરલ થયા પછી લોકોએ પ્રશંસા કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button