નેશનલ

લો બોલો, તહેવારોમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ઘટાડો થયો…

નવી દિલ્હી: અત્યારે તહેવારોની સીઝન ચાલી રહી છે. પરંતુ લોકો પર્સનલ વ્હિકલ કરતાં જાહેર વાહનોનો ઉપયોગ વધારે કરતાં જોવા મળ્યા છે. કદાચ તેનું કારણ પેટ્રોલ અને ડીઝલમાં થતાં ભાવ વધારા પણ હોઇ શકે છે. જોકે છેલ્લા ઘણા સમયથી ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો જોવા મળ્યો નથી.

પરંતુ દેશના કેટલાક ભાગોમાં નબળી માંગ અને ઔદ્યોગિક ગતિવિધિઓ ધીમી પડી જવાને કારણે સપ્ટેમ્બરમાં ડીઝલના વેચાણમાં 3 ટકાનો ઘટાડો થયો હતો. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ ડેટા પ્રમાણે સપ્ટેમ્બરમાં જાહેર ક્ષેત્રની ત્રણેય પેટ્રોલિયમ કંપનીઓના ડીઝલના વેચાણમાં ઘટાડો થયો છે. ત્યારે પેટ્રોલનું વેચાણ પણ અગાઉના વેચાણ પ્રમાણે જ રહ્યું છે. સપ્ટેમ્બરમાં ડીઝલનું વેચાણ ઘટીને 58.1 લાખ ટન થયું છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 59.9 લાખ ટન હતું. સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં ડીઝલની માંગમાં 5 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.

જ્યારે ઓગસ્ટમાં ડીઝલનું વેચાણ 56.7 લાખ ટન હતું. જો કે દર વર્ષે ચોમાસા દરમિયાન ડીઝલનું વેચાણ ઘટે છે, કારણ કે વરસાદને કારણે કૃષિ ક્ષેત્રની માંગ ઘટી જાય છે. એપ્રિલ અને મે મહિનામાં ડીઝલનો વપરાશ અનુક્રમે 6.7 ટકા અને 9.3 ટકા વધ્યો હતો કારણ કે તે સમયે કૃષિ ક્ષેત્રની માંગ સારી હતી. આ સિવાય ઉનાળાના કારણે કારમાં એર કંડિશનરનો ઉપયોગ વધતો હોય છે. વરસાદની સિઝનના કારણે લોકો જાહેર વાહનોનો ઉપયોગ કરવાનું વધારે હિતાવહ માને છે અને તેના કારણે તે પોતાના વ્હિકલનો ઉપયોગ કરવાનું ટાળે છે.

જો કે પેટ્રોલ અને ડીઝલના દરમાં કોઈ ફેરફાર થયો નથી.આ પહેલા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતો વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરીએ એવું નિવેદન કર્યું હતું કે કિંમતમાં સ્થિરતા લાવવા માટે તેમણે તેલ ઉત્પાદક દેશોને ઉત્પાદન વધારવાની અપીલ કરી છે. કેન્દ્રીય પ્રધાનો કહ્યું હતું કે સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની આશા નથી. તહેવારોની સિઝન પહેલા આવેલા તેમના નિવેદનને લોકોને ઘરના બજેટ સાચવવામાં થોડી ઘણી મદદ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button