મનોરંજન

Ex.Wife Malaika Aroraને લઈને Arbaaz Khanએ કરી એવી વાત…

હાલમાં જ મલાઈકા અરોરા (Malaika Arora)ના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું. પિતાના આકસ્મિક નિધનથી એક્ટ્રેસ મલાઈકા અરોરા સાવ ભાંગી પડી છે અને આ મુશ્કેલ સમયમાં બોલીવૂડ એક્ટર અને મલાઈકાના ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન (Arbaaz Khan) પણ મલાઈકા સાથે ખભેખભા મિલાવીને ઊભો રહ્યો હતો. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર અરબાઝ ખાનનો એક જૂનો ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેણે મલાઈકાને લઈને એવી વાત કહી હતી કે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. આવો જોઈએ આખરે એવું તે શું કહ્યું અરબાઝે-

2017માં જ અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના ડિવોર્સ થઈ ગયા હતા પરંતુ તેઓ દીકરા અરહાન માટે અવારનવાર સાથે જોવા મળે છે. એ વાત તો બધા લોકો જ જાણે છે કે જ્યારે મલાઈકા અને અરબાઝ સાથે હતા ત્યારે બંને જણ એકબીજા પર જાન છીડકતાં હતા. આવા જ એક ઈન્ટરવ્યુમાં અરબાઝે મલાઈકાને લઈને એવી વાત કહી હતી કે જે સાંભળીને તમારી આંખો પહોળી થઈ જશે.

આ જૂના ઈન્ટરવ્યુમાં અરબાઝે જણાવ્યું હતું કે હું જેટલું મલાઈકા સાથે રહ્યો છું એટલું મને એની આદત થઈ ગઈ છે. હું એને ક્યારેય ખોવા નથી માંગતો. અરબાઝે જણાવ્યું હતું કે લગ્ન પહેલાં અમે લોકોએ એકબીજાને લાંબો સમય સુધી ડેટ કર્યા હતા અને ત્યાર બાદ અમે લોકોએ લગ્ન કરી લીધા હતા. હું વિચારું છું કે મલાઈકાને ખોઈ બેસીશ તો મારું શું થશે, એ મારા માટે ખૂબ જ કિંમતી છે અને હું એને ખૂબ જ પ્રેમ કરું છું.

આ પણ વાંચો : તો શું મલાઈકા અરોરાના સાવકા પિતા હતા અનિલ મહેતા? તો એના રિઅલ પિતા કોણ….

તેણે આગળ એવું પણ જણાવ્યું હતું કે ઘણી વખત સંબંધમાં મુશ્કેલી આવી છે અને તમે એક વળાંક પર આવીને પોતાની જાતને એકલા જુઓ છું અને હું નથી ઈચ્છતો મારી સાથે આવું બને. મને એ વાત કહેવામાં કોઈ શરમ નથી આવતી કે મલાઈકાને ખોઈ બેસવાનો ડર સતાવે છે.

સાંભળવામાં ભલે વિચિત્ર લાગશે પણ અરબાઝે 2016માં આ બધી વાતો એક ઈન્ટરવ્યુમાં કહી હતી અને એક વર્ષ બાદ એટલે કે 2017માં તો બંને જણે ઓફિશિયલી ડિવોર્સની એનાઉન્સમેન્ટ કરી હતી. મલાઈકાના પિતાના નિધન બાદથી જ અરબાઝ સતત તેની સાથે જોવા મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button