આમચી મુંબઈ

ગણેશભક્તોને નડ્યું વરસાદનું વિધ્ન

મુંબઈમાં મોસમના સરેરાશ કરતા વધુ વરસાદ વરસી ગયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશવિસર્જન નજીક હોવાથી વીકએન્ડનો સમય મળી ગયો હોવાથી ગણેશભક્તો મુંબઈના પ્રખ્યાત મંડળોના ગણપતિબાપ્પાના દર્શન માટે નીકળ્યા હતા પરંતુ શનિવાર રાતથી ચાલુ થયેલો વરસાદ તેમાં વિલન બની ગયો હતો. રવિવારે સવારના પણ ભારે વરસાદ રહેતા ગણેશભક્તોને વરસાદનું વિધ્ન નડ્યું હતું. જોકે બપોર બાદ વરસાદે પોરો ખાધો હતો.
ઑગસ્ટમાં મહિનામાં છૂટોછવાયા વરસાદ બાદ સપ્ટેમ્બરનું પહેલું પખવાડિયું લગભગ કોરું ગયું છે. પરંતુ શનિવારથી રાતથી મુંબઈમાં ફરી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. રવિવારના સવારના સમયમાં ભારે વરસાદને પગલે અમુક નીચાણવાળા વિસ્તારમાં થોડા સમય માટે પાણી ભરાઈ ગયા હતા. જોકે બાદમાં વરસાદ ધીમો પડતા પાણી તરત ઓસરી ગયા હતા. બપોર બાદ વરસાદ પણ બંધ થઈ ગયો હતો અને તડકો ઉઘડયો હતો.

આ દરમિયાન રવિવારે વરસાદને કારણે નીચાણવાળા ગણાતા અંધેરી સબ-વેમાં પાણી ભરાઈ જવાને કારણે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો. તેથી વાહનચાલકોને ગોખલે બ્રિજ સહિત ઈર્લા પુલનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. સદ્નીસબે રવિવાર હોવાથી સ્કૂલ, કોલેજ કે ઓફિસ બંધ હોવાથી લોકોને હાલાકી થઈ નહોતી.

શનિવારના સવારના ૮.૩૦ વાગ્યાથી રવિવારે સવારના ૮.૩૦ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં કોલાબામાં ૨૧ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૧૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તો ભેજનું પ્રમાણ અનુક્રમે ૯૦ અને ૯૧ ટકા રહ્યું હતું.

આ પણ વાંચો :ગુજરાતમાં છ દિવસમાં Ganesh Visarjan દરમિયાન ડૂબી જવાથી 15નાં મોત

અનંત ચર્તુદશીએ હળવોથી મધ્યમ વરસાદ
શનિવારથી મુંબઈ, થાણેમાં ફરી વરસાદનું આગમન થયું છે. જોકે હવામાન ખાતાના કહેવા મુજબ આગામી અઠવાડિયામાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. માત્ર મુંબઈ, થાણે અને પાલઘરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સોમવાર ૧૬ સપ્ટેમ્બર માટે મુંબઈ, થાણે અને પાલઘર માટે મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે ૧૭ સપ્ટેમ્બરના અનંત ચર્તુદશીના દિવસે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

જળાશયોમાં ૯૯ ટકા પાણી
મુંબઈને પાણી પુરવઠો કરનારા સાતેય જળાશયોમાં પાણીનો જથ્થો ૯૯ ટકા થઈ ગયો છે. મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવો હોય તો પહેલી ઑક્ટોબરના સાતેય જળાશયોમાં પાણીનો કુલ સ્ટોક ૧૪.૪૭ લાખ મિલિયન લિટર હોવો જરૂરી છે. તેની સામે જળાશયોમાં હાલ ૧૪.૨૯ લાખ મિલિયન લિટર જેટલુ પાણી જમા થઈ ગયું છે. છેલ્લા બે વર્ષમાં આ સમય દરમિયાન સાતેય જળાશયોમાં લગભગ ૯૮ ટકા જેટલો પાણીનો જથ્થો હતો.

મોસમનો સરેરાશ કરતા વધુ વરસાદ
શનિવાર બાદ રવિવારે સવારના મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ રહ્યો હતો. એ સાથે જ હવે શહેરનો મોસમનો કુલ વરસાદ ૨,૫૦૦ મિલીમીટરને વટાવી ગયો છે, જેમાં સપ્ટેમ્બરના પહેલાં પખવાડિયામાં માત્ર ૧૦૦ મિલીમીટર (મીમી) વરસાદનો જ ફાળો હતો. આ સિઝનનો સૌથી વધુ વરસાદ એટલે કે ૬૬ ટકા (૧,૭૦૨.૩ મિ.મી.) વરસાદ તો જુલાઈ મહિનામાં જ પડી ગયો હતો. શહેરમાં અત્યાર સુધી નોંધાયેલ ૨,૫૫૫.૧ મિ.મી. વરસાદ સીઝન માટે જરૂરી સરેરાશ વરસાદને પહેલા જ વટાવી ગયો છે.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…