રાજકોટ

રંગીલા રાજકોટમાં યોજાશે અનોખો નવરાત્રિ મહોત્સવ: હજારો કેન્સર વોરિયર્સ ગરબાની રમઝટ બોલાવશે

મહિલાઓને એચ. પી. વી. વેક્સિનેશન અને મેમોગ્રાફી ટેસ્ટ ગિફ્ટ વાઉચરનું વિતરણ કરાશે: ૧૦૮ બહેનો દેવી કવચના પાઠ કરશે

રાજકોટઃ રાજકોટ રંગીલું શહેર હોવાની ઓળખ ધરાવતું હોવાની સાથે સ્વાસ્થ્ય સંબંધિત તમામ પડકારોની સ્થિતિમાં પણ મોજ કરવા અને આફતને અવસરમાં પલટાવી નાખવાની પણ આગવી ઓળખ ધરાવતું શહેર છે. દેશભરમાં કેન્સરગ્રસ્ત લોકોને પીડામુક્ત કરાવવા સંભવિત તમામ પ્રયાસો કરનાર રાજકોટની કેન્સર કેર ફાઉન્ડેશન-કેન્સર કલબ દ્વારા ગુજરાતભરના કેન્સરગ્રસ્ત દર્દીઓ-વોરિયર્સ માટે પ્રતિષ્ઠિત સંસ્થા ક્લબ યુવીના સૌજન્યથી નવરાત્રીના અવસરે ૨, ઓકટોબર ૨૦૨૪ના રાજકોટના આંગણે નવતર ગરબા મહોત્સવ સહિતના મેગા કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

આ પણ વાંચો: રાજકોટમાં કેન્સરની લડત જીતેલ 75 મહિલાઓએ કર્યું રેમ્પ વોક

રાજકોટમાં સ્પિડવેલ પાર્ટી પ્લોટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે બીજી ઓક્ટોબરના સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી યોજાનારા આ એક દિવસીય નવરાત્રિ મહોત્સવમાં ગુજરાતના કેન્સરગ્રસ્ત વોરિયર બહેનો, ભાઈઓ અને બાળકો માટે મયુર બુદ્ધદેવ અને એમના સાથી નામી કલાકારોના સંગાથે ગીત-સંગીત ગરબાની રમઝટ બોલાવશે. આ ૩૦૦૦ જેટલા કેન્સરગ્રસ્ત દર્દીઓ-વોરિયર માટે નવરાત્રી-ગરબા મહોત્સવ સાથે ૧૦૮ બહેનો દ્વારા દેવી કવચના પાઠનું પણ આયોજન કરાયું હોવાનું કેન્સર કેર ફાઉન્ડેશન, રાજકોટના અશ્વિન સોલંકીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: નવરાત્રિના દરમિયાન યથાશકિત ઉપવાસ કરો સ્વસ્થ રહો

કેન્સર વોરિયર્સ તથા તેમના કુટુંબીજનો મળી ૯૦૦૦ થી વધુ અને ૨૦૦ કેન્સર નિષ્ણાંતો અને વિવિધ શાખાના ડોકટરો અને એમના પરિવારના મેમ્બરો પણ કેન્સર હોસ્પિટલના સ્ટાફ મેમ્બરો સાથે આ નવરાત્રિ મહોત્સવમાં જોડાશે. તમામ જ્ઞાતિના લોકો આ ઉત્સવમાં જોડાઈ રહ્યા હોવા સાથે ૧૦૦૦થી વધુ સામાજિક સેવાભાવી સંસ્થાઓ, ટ્રસ્ટીશ્રીઓ, એમના સભ્યો અને સર્વે દાતાશ્રી, ઉદ્યોગપતિઓ અને સરકારી અને વિવિધ સંસ્થાઓના અધિકારીઓ પણ મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. કોલેજો અને યુનિવર્સિટીના હોદ્દેદારો, સ્ટાફ અને વિદ્યાર્થી બહેનો-ભાઈઓ મોટી સંખ્યામાં જોડાશે. કેન્સર બાબતે જાગૃતિ લાવવા આ પ્રસંગે ઉપસ્થિત રહેનારા તજજ્ઞો, નિષ્ણાંત તબીબો અને વિવિધ સંસ્થાઓ દ્વારા શકય તમામ પ્રયાસો કરવામાં આવશે.

આ પણ વાંચો: શું તમે જાણો છો? દેશના આ રૂટ પર ચાલે છે ‘કેન્સર એક્સપ્રેસ’

રાસગરબા સાથે સંગીત-નૃત્યના આ મહોત્સવમાં કેન્સરના દર્દીઓને પ્રોત્સાહન, હિંમત વધારવા ઈનામો, મદદરૂપ થઈ શકે એવી જાહેરાતો, દવાઓ કે અન્ય પ્રકારના સહયોગ માટેની માહિતી અને માર્ગદર્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેનારા તમામ બહેનો-દિકરીઓને આ દિવસે એચ.પી.વી. વેક્સિનેશન ગિફ્ટ વાઉચર અને મેમોગ્રાફી ટેસ્ટ ગિફ્ટ વાઉચર પણ વિનામૂલ્યે વિતરીત કરવામાં આવશે.

આ પણ વાંચો: નવરાત્રિના પહેલા દિવસે વડા પ્રધાન મોદીએ કહ્યું કે ‘શક્તિ’નો કોઈ ઉપાસક ઈન્ડી ગઠબંધનને માફ નહીં કરે

આ ઉત્સવના ભાગરૂપે આ મેગા નવરાત્રી ઉત્સવ માટે સિસ્ટમ વ્યવસ્થા અને આધુનિક સંગીત લાઈટ, ડેકોરેશન બેઠક વ્યવસ્થા અને ખેલૈયાઓની તમામ જરૂરીયાતને સમજી શકતા કલબ યુવીના પ્રમુખ બિપીનભાઈ બેરા અને તેમની ટીમ ખૂબ જ જહેમત ઉઠાવી સહયોગ આપી રહ્યા છે. જ્યારે કેન્સર કેર ફાઉન્ડેશનના સભ્યો રુપલ કોટક, હંસાબેન પટેલ, જયોતી શાસ્ત્રી, અલ્પના રાવલ, દિગ્વિજયસિંહ જાડેજા, ભાવેશભાઈ માકડિયા, જલ્પાબેન કુબાવત સહિત આ કાર્યક્રમને સફળ બનાવવા સક્રિય સહયોગ આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ સંસ્થા દ્વારા કેન્સરમાંથી મુક્ત થયેલા દેશભરના કેન્સર વોરિયર મહિલાઓના ફેશન શો પણ યોજાયો હતો.

આ પણ વાંચો: કેન્સરની ચિંતા છોડી હિના ખાને એન્જોય કર્યો Me Time, શેર કરી તસવીરો

કેન્સર કેર ફાઉન્ડેશન અને કલબ યુવીના સૌજન્યથી રાજકોટમાં સમગ્ર ગુજરાતના કેન્સર પેશન્ટ બહેનો, ભાઈઓ અને બાળકો માટે બીજી ઓકટોબર ૨૦૨૪ના યોજાઈ રહેલા આ નવરાત્રિ ઉત્સવમાં જોડાવવા વધુ વિગતો માટે (સંસ્થાનો સંપર્ક કરી શકો છે.)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button