સ્પોર્ટસ

કોહલીએ ફટકાર્યો શૉટ અને દીવાલમાં પડી ગયું બાકોરું! જાણો પૂરી વિગત…

ચેન્નઈ: ગુરુવાર, 19મી સપ્ટેમ્બરે અહીં બાંગ્લાદેશ સામે શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. એમાં પણ વિરાટ કોહલી લંડનમાં પત્ની અનુષ્કા અને બંને બાળકો, વામિકા તથા અકાય સાથે એક મહિનો વેકેશન માણ્યા બાદ પાછો આવ્યો છે એટલે પ્રેક્ટિસ સેશનમાં જોરદાર ફટકાબાજી કરી રહ્યો છે.

ભારતના ત્રણેય ફોર્મેટ માટેના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટે રવિવારે નેટ સેશનમાં બોલર્સની ખબર લઈ નાખી હતી. તેના એક શૉટમાં બૉલ નજીકની દીવાલને લાગ્યો હતો જેમાં મોટું બાકોરું પડી ગયું હતું.

ટીમ ઇન્ડિયા હવે થોડા દિવસ રેડ બૉલથી રમશે. વિરાટ છેલ્લે જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકામાં રેડ બૉલથી રમ્યો હતો. ત્યાર બાદ ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં તે અંગત કારણસર નહોતો રમ્યો. હવે આ વર્ષ દરમિયાન ભારતીય ટીમની એકેય વન-ડે સિરીઝ નથી રમાવાની અને વિરાટ ટી-20માંથી રિટાયર થી ગયો હોવાથી થોડા મહિના ટેસ્ટ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે.

રવિવારે હેડ-કોચ ગૌતમ ગંભીરની દેખરેખમાં નેટ સેશન યોજાયું હતું જેમાં તેમણે બૅટર્સને બને એટલી તાકાતથી શૉટ ફટકારવાનું કહ્યું હતું. વિરાટ આક્રમક મૂડમાં બૅટિંગ કરતો જોવા મળ્યો હતો. તેના એક શૉટમાં નજીકની ડ્રેસિંગ રૂમની દીવાલ પર બૉલ વાગતાં એમાં મોટું બાકોરું પડી ગયું હતું.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સતત ત્રીજી ફાઇનલમાં પહોંચવાનો ભારતને સારો મોકો છે. ફાઈનલમાં સ્થાન નક્કી કરવા ભારતે હવે સાડાત્રણ મહિનામાં 10 ટેસ્ટ રમવાની છે અને એમાં વિરાટ કોહલીના પર્ફોમન્સ પર ટીમ ઇન્ડિયા ઘણો મદાર રાખશે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button