આમચી મુંબઈમહારાષ્ટ્ર

ચૂંટણી પહેલા મરાઠા અનામત આંદોલન ફરી વેગ પકડશે! મનોજ જરાંગે આજે ફરી ધરણા શરૂ કરશે

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharastra Assembly election) પહેલા મરાઠા અનામતનો મુદ્દો ફરી વેગ (Maratha reservation) પકડી કશે છે. મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં મરાઠા અનામત આંદોલનના આગેવાન મનોજ જરાંગે પાટિલ (Manoj Jarange Patil) આજે સોમવારથી ફરી ધરણા શરૂ કરવા જઈ રહ્યા છે. અહેવાલ મુજબ, પાટીલ અંતરવાલી સરટી ગામમાં ભૂખ હડતાળ પર બેસશે. મરાઠા સમુદાયને અન્ય પછાત વર્ગ (OBC) કેટેગરી હેઠળ અનામતની માંગ ફરી ઉઠાવવામાં આવશે.

મનોજ જરાંગે પાટિલ ઓબીસી કેટેગરીમાં મરાઠાઓનો સમાવેશ કરવા માટે ઘણા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. તેમની માંગને મરાઠા સમુદાય તરફથી વ્યાપક સમર્થન મળ્યું છે, સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ક્વોટા માટે અગાઉ પણ પ્રદર્શનો થયા છે.

મનોજ જરાંગે પાટીલના અગાઉના પ્રદર્શન અને ધરણા મરાઠા સમુદાયનો નોંધપાત્ર ટેકો મળ્યો હતો, જેના પરિણામે આ ચળવળ રાજ્યવ્યાપી બની છે. મહારાષ્ટ્ર સરકારે આ મુદ્દાને ઉકેલવા માટે વાટાઘાટો શરૂ કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.

તેમની માંગ છે કે તમામ મરાઠાઓને અન્ય પછાત વર્ગ (OBC) વર્ગમાં અનામત આપવામાં આવે. જો કે સરકાર પાત્ર મરાઠાઓની ‘કુણબી’ જાતિને કાસ્ટ સર્ટીફીકેટ આપવા માટે સંમત થઈ હતી.

વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નરવેકરે સરકારને વ્યાપક તપાસ કરવા માટે SITની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો. જરંગે પાટીલે મીડિયાને જણાવ્યું હતું જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો મરાઠા સમુદાય આ વર્ષના અંતમાં યોજાનારી રાજ્યની ચૂંટણીમાં તમામ 288 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે, અને તેઓ તમામ સમુદાયોનું પ્રતિનિધિત્વ કરશે.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…