ટોપ ન્યૂઝનેશનલ

VIDEO: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં આતંકવાદીને સેનાએ આ રીતે ઠાર કર્યો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા(Baramulla)માં આખી રાત ચાલેલા એન્કાઉન્ટર બાદ શનિવારે સેના(Indian Army)એ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. આતંકવાદીઓ સાથે સેનાના એન્કાઉન્ટરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક આતંકવાદી જીવ બચાવવા ભાગતો દેખાય છે, પરંતુ સેનાના જવાનોએ તેને ઠાર કરે છે

રાષ્ટ્રીય રાઈફલ્સ અધિકારીએ જણાવ્યું હતું કે, “બારામુલ્લામાં ચક ટેપર ક્રીરી ખાતે કરવામાં આવેલી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.”

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા ડ્રોન ફૂટેજમાં જોવા મળે છે કે, એક આતંકવાદી એક મકાનમાંથી નીકળી કમ્પાઉન્ડમાં આવેલા ઝાડ તરફ ભાગી રહ્યો છે. સેના ભીષણ ગોળીબાર વચ્ચે, આતંકવાદી જમીન પર પડી જાય છે અને થોડા મીટર સુધી જમીન પર ઢસડાઇને ચાલે છે. પરંતુ સેનાના જવાનોના ગોળીબારમાં આતંકવાદીનું મોત થાય છે. ફાયરિંગ દરમિયાન આસપાસ ધૂળ ઉડતી દેખાય છે.

સેનાના અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓની ગતિવિધિ વિશે માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોએ શુક્રવારે મોડી રાત્રે ઉત્તર કાશ્મીર જિલ્લાના પટ્ટન વિસ્તારના ચક ટપ્પર ક્રિરીમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એક જૂની ખાલી ઈમારતમાં છુપાયેલા આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો.

અધિકારી એ કહ્યું કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ અમે વળતો ગોળીબાર કર્યો. સ્થળને કોર્ડન કરવામાં આવ્યું હતું અને વધારાના દળો મોકલવામાં આવ્યા હતા. આતંકવાદીઓએ આખી રાત સૈનિકો પર ભારે ગોળીબાર ચાલુ રાખ્યો હતો, જેનો વળતો જવાબ આપ્યો હતો.

નોંધનીય છે કે અગાઉ કુપવાડામાં એક અલગ એન્કાઉન્ટરમાં સેનાના બે જવાન શહીદ થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button