ટ્રમ્પની હત્યાનો વધુ એક નિષ્ફળ પ્રયાસ, એજન્ટો એ આ રીતે ટ્રમ્પને બચાવ્યા
માયામી: યુએસ રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપની હત્યા કરવાનો બીજી વાર પ્રયાસ (Donald Trump assassination plot) કરવામાં આવ્યો હતો, રવિવારે બનેલી આ ઘટનાને કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારના રોજ ફ્લોરિડા(Florida)ના વેસ્ટ પામ બીચ ગોલ્ફ ક્લબમાં હતાં ત્યારે એક બંદુકધરી શખ્સે તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સિક્રેટ સર્વિસ એજન્ટોએ ગોલ્ફ કોર્સની કિનારે ઝાડીઓમાં છુપાયેલા એક સશસ્ત્ર શખ્સ જોયો હતો અને ગોળી મારી હતી. ટ્રંપે પુષ્ટિ કરી કે તેઓ સુરક્ષિત અને સ્વસ્થ છે. અધિકારીઓએ શખ્સને કસ્ટડીમાં લીધો છે.
ટ્રંપ જ્યાં ગોલ્ફ રમી રહ્યા હતાં, ત્યાંથી લગભગ 400 યાર્ડ દુર ઝાડીઓમાંથી એક AK-શૈલીની રાઇફલની બેરલ દેખાતાં યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસના એજન્ટોએ ગોળીબાર કયો હતો. ગોળીબાર થતા શખ્સ એક રાઈફલ, બે બેકપેક, એક સ્કોપ અને એક GoPro કેમેરા છોડી એસયુવીમાં ભાગી ગયો હતો. બાદમાં નજીકની કાઉન્ટીમાં શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી. શંકાસ્પદ હવાઈનો રહેવાસી છે, લાંબા સમયથી ડેમોક્રેટ સમર્થક છે.
તેમના સમર્થકોને કરેલા એક ઈમેલમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “ગોળીબાર થયો હતો, પરંતુ અફવાઓ કાબૂ બહાર નીકળે તે પહેલાં, હું સ્પષ્ટતા કરવા ઈચ્છું છું કે: હું સુરક્ષિત અને સ્વસ્થ છું! કંઈપણ મને રોકી નહીં શકે. હું ક્યારેય શરણાગતિ સ્વીકારીશ નહીં!”
જુલાઇ મહિનામાં એક જાહેર સભામાં ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસ બાદથી સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, હવે આઉટડોર રેલીઓમાં ટ્રમ્પ બુલેટપ્રૂફ કાચનો ઉપયોગ કરે છે.
રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે તેમણે તેમની ટીમને સૂચના આપી છે કે તેઓ સુનિશ્ચિત કરે કે સિક્રેટ સર્વિસ પાસે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને સુરક્ષિત રાખવા માટે જરૂરી તમામ સંસાધનો છે.
Also Read –