આપણું ગુજરાતટોપ ન્યૂઝ

PM Modi Gujarat Visit : પીએમ મોદી ગુજરાતથી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવશે

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi Gujarat Visit)સોમવારે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન ભુજ અને અમદાવાદ વચ્ચે દોડશે. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ મોદી પ્રથમવાર ગુજરાતની મુલાકાતે છે. ભુજ અને અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન સાથે અન્ય વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવશે.

વંદે મેટ્રો ટ્રેનની વિશેષતાઓ શું છે?

વંદે મેટ્રો ટ્રેન ભુજથી ઉપડશે અને 359 કિલોમીટરનું અંતર કાપીને 5.45 કલાકમાં અમદાવાદ પહોંચશે. મુસાફરો માટે તેની નિયમિત સેવા અમદાવાદથી 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને સમગ્ર પ્રવાસ માટે ભાડું 455 રૂપિયા પ્રતિ પેસેન્જર હશે. “જ્યાં અન્ય મેટ્રો ટ્રેનો માત્ર ટૂંકા અંતરને આવરી લે છે, ત્યાં વંદે મેટ્રો ટ્રેન શહેરના કેન્દ્રને પેરિફેરલ શહેરો સાથે જોડશે,” મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું.

વંદે મેટ્રો ટ્રેનમાં 12 કોચ હશે

મંત્રાલયે કહ્યું કે વંદે મેટ્રો મહત્તમ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તેનો ફાયદો એ છે કે તે મુસાફરી ઝડપથી પૂર્ણ કરશે અને કાર્યક્ષમતામાં સુધારો કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે વંદે મેટ્રો ટ્રેનને અથડામણ વિરોધી ‘કવચ’ જેવી અદ્યતન સુરક્ષા પ્રણાલીઓથી સજ્જ કરવામાં આવી છે. રેલવે મંત્રાલયે કહ્યું કે વંદે મેટ્રો ટ્રેનમાં 12 કોચ હશે, જેમાં 1,150 મુસાફરોની બેઠક ક્ષમતા હશે.

અન્ય પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન અને શિલાન્યાસ

વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવવાના સાથે પીએમ મોદી અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવાના બીજા તબક્કાનું લોકાર્પણ કરશે અને મેટ્રો ટ્રેનની સવારી કરશે. આ ઉપરાંત વડાપ્રધાન અન્ય વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. જે ટ્રેનો કોલ્હાપુર-પુણે, પુણે-હુબલી, નાગપુર-સિકંદરાબાદ, આગ્રા કેન્ટથી બનારસ અને દુર્ગથી વિશાખાપટ્ટનમ સહિતના વિવિધ રૂટ પર ચલાવવામાં આવશે. આ ઉપરાંત પીએમ મોદી અમદાવાદમાં રૂપિયા 8,000 કરોડથી વધુની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button