નવી દિલ્હી: મોદી સરકારે દેશના વિવિધ શહેરોને જોડવા માટે મોટી યોજનાઓ હાથ ધરી છે. આ યોજના હેઠળ દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈના બે શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટીને માત્ર 12 કલાક થઈ જશે. માહિતી અનુસાર, 1,386 કિમીનો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ફેબ્રુઆરી 2024માં પૂર્ણ થશે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોને જોડશે. આ પ્રોજેક્ટ 1 લાખ કરોડના ખર્ચે બનવા જઈ રહ્યો છે. એક્સપ્રેસ-વે પૂર્ણ થયા બાદ બંને શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટી જશે. મુંબઈથી દિલ્હી પહોંચવામાં માત્ર 12 કલાકનો સમય લાગશે તેમજ બંને શહેરો વચ્ચેનું અંતર 200 કિમી ઘટી જશે.
મધ્યપ્રદેશમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેને મોદી સરકાર માટે મહત્વનો પ્રોજેક્ટ માનવામાં આવે છે. મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન ભાજપ માટે ફાયદાકારક સાબિત થશે એમ માનવામાં આવે છે.
આ એક્સપ્રેસ વેના 246 કિલોમીટરના સોહના-ડોસા-લાલસોટ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન 12 ફેબ્રુઆરીએ કરવામાં આવ્યું હતું. આ રોડ 12,120 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ એક્સપ્રેસ વેને કારણે દિલ્હી જયપુરનો પ્રવાસ સમય લગભગ સાડા ત્રણ કલાકનો થઈ ગયો છે. પહેલા આ પ્રવાસ માટે પાંચ કલાક લાગતા હતા.
વડાપ્રધાન મોદી આજે દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વેના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ રૂટને કારણે દિલ્હી-વડોદરા મુસાફરીનો સમય ઘટીને માત્ર 10 કલાક થઈ જશે. મુંબઈ સેન્ટ્રલની તેજસ રાજધાની દિલ્હી અને વડોદરાને જોડતી સૌથી ઝડપી ટ્રેન છે. આ ટ્રેન 10 કલાક 45 મિનિટમાં આ અંતર કાપે છે. નવો એક્સપ્રેસ વે દિલ્હી-વડોદરાનો પ્રવાસ પણ એટલા જ સમયમાં કરશે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર આ એક્સપ્રેસ વેથી 320 મિલિયન લિટર ઇંધણની બચત થશે. તેમજ 850 મિલિયન કિગ્રા CO2 ઉત્સર્જનમાં ઘટાડો થશે. તે 40 મિલિયન વૃક્ષો વાવવા બરાબર છે.
Taboola Feed