નવી મુંબઈમાં રૂ. 75 લાખના ડ્રગ્સ સાથે ત્રણ નાઇજીરિયનની ધરપકડ
થાણે: નવી મુંબઈમાં પોલીસે ત્રણ નાઇજીરિયનને પકડી પાડીને તેમની પાસેથી રૂ. 75.4 લાખની કિંમતનું મેફેડ્રોન તથા કોકેઇન જપ્ત કર્યું હતું.
એન્ટિ નાર્કોટિક્સ સેલ (એએનસી)ના સિનિયર ઇન્સ્પેક્ટર સંદીપ નિગડેએ કહ્યું હતું કે શનિવારે રાતે કોપરખૈરાણે વિસ્તારમાં મંદિર નજીકથી ત્રણેયને તાબામાં લેવાયા હતા.
આરોપીઓની ઓળખ સિલ્વસા નચોર (42), ઇજીકે ડોનાટોસ ઓગુગુઆ (40) અને સન્ડે ઇઝેઓબી (42) તરીકે થઇ હતી, જેઓ કોપરખૈરાણેમાં રહે છે.
આ પણ વાંચો : બદલાપુરથી પનવેલ અને નવી મુંબઈ પહોંચવાનું થશે વધુ ઝડપી, જાણો કારણ?
એએનસીની ટીમે આરોપીઓ પાસેથી 101.52 ગ્રામ મેફેડ્રોન અને 201.2 ગ્રામ કોકેઇન જપ્ત કર્યું હતું, જેની કિંમત રૂ. 75.4 લાખ થાય છે.
ત્રણેય નાઇજીરિયન વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે આ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કોને વેચવાના હતા, તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ પણ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)