આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પૂર્વે ઉદ્ધવ ઠાકરેએ કર્યો મોટો દાવો

મુંબઈ: વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં ઉદ્ધવ ઠાકરે પૂરી રીતે જોતવાઇ ગયા છે અને એ માટે જ તે મહારાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓની મુલાકાતે છે. વિધાનસભાની ચૂંટણી તારીખની જાહેરાત પૂર્વે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સૌથી મોટો દાવો કર્યો હતો. શિર્ડી અને સંભાજીનગરની મુલાકાત લઇ રહેલા ઉદ્ધવ ઠાકરેએ પોતે ફરી પાછા સત્તામાં આવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને છીનવાઇ ગયેલી સત્તા ફરી પાછી હાંસલ કરવામાં આવશે, એમ કહ્યું હતું.

જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવામાં આવે એ માટે યોજવમાં આવેલા અધિવેશનમાં હાજર રહેલા ઉદ્ધવ ઠાકરેએ મહાયુતિની સરકાર પર હલ્લાબોલ કર્યો હતો અને લોકોને સંબોધતા કહ્યું હતું કે અમારી ગયેલી સત્તા પાછી આવશે, અમારી સત્તા ફરી અસ્તિત્વમાં આવશે.

તેમણે જૂની પેન્શન યોજના વિશે વાત કરતા કહ્યું હતું કે મને સત્તામાં આવવાની ચિંતા નથી. મને તમારા જીવનની ચિંતા છે. સત્તા આવે છે અને સત્તા જાય છે. ગયેલી સત્તા પણ પાછી આવશે. અમે ફરીતી સત્તા પાછી ખેંચી લાવીશું અને લોકોને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું.

આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વ્યર્થ અરજીઃ હાઇ કોર્ટે નાંદેડના નાગરિકને કર્યો દંડ

ફરી લાડકી બહેન યોજનાની ટીકા
વિરોધ પક્ષના નિશાન પર રહેલી મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાની ટીકા કરતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી આવી ત્યાં સુધી તેમને લાડકી બહેનોની યાદ ન આવી. આવતા બે મહિનામાં ચૂંટણી આવશે અને હું તમને વચન આપું છું કે જો અમારી સરકાર આવી તો અમે જૂની પેન્શન યોજના અમે લાગુ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button