એલર્ટઃ 67 ટકા વિદ્યાર્થી છે માનસિક દબાણ હેઠળ, જાણો ચોંકાવનારો સર્વે
મુંબઈઃ વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓને જોતા મુંબઈની શાળાઓ અને કોલેજો હવે એલર્ટ થઈ ગઈ છે. કોલેજોમાં કરવામાં આવેલા સર્વેમાં બહાર આવ્યું છે કે ૬૭ ટકા યુવાનો શિક્ષણ અને કારકિર્દીના દબાણમાં છે. આ અંગે કોલેજમાં વિદ્યાર્થીઓની એક ટીમ બનાવવામાં આવી રહી છે જે માનસિક તાણમાંથી પસાર થતા વિદ્યાર્થીઓને શોધી સંસ્થાને એલર્ટ કરશે અને તેમને તાત્કાલિક મદદ કરશે.
અભ્યાસ, કારકિર્દી અને સ્પર્ધા યુવાનો પર માનસિક દબાણ વધારી રહી છે તેવું એક સર્વેમાં સામે આવ્યું છે. આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓને સમજવા જાણીતી સંસ્થા દ્વારા દેશભરની ૩૦ કોલેજોમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ચિંતાજનક આંકડાઓ જાણવા મળ્યા હતા.
સર્વેમાં બહાર આવ્યું છે કે ૬૭.૩ ટકા વિદ્યાર્થીઓ શિક્ષણ અને કારકિર્દીને લઈને દબાણનો સામનો કરે છે. ૫૮.૪ ટકા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક દબાણ તકલીફના મુખ્ય કારણ તરીકે ઉભરી આવ્યું છે.
આપણ વાંચો: વિદ્યાર્થીએ વધારાની એક દિવસની છુટ્ટી માટે એવુ કારણ આપ્યું કે તમે પણ હસીને લોટપોટ થઇ જશો…
ઘણા માનસિક દબાણ હોવા છતાં, માત્ર ૧૫ ટકા વિદ્યાર્થીઓએ મનોચિકિત્સકની મદદ લીધી. ૫૮ ટકા વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું કે જ્યારે માનસિક તાણનો સામનો કરવો પડે છે, ત્યારે તેઓ મદદ માટે પહેલા પોતાના મિત્ર તરફ વળે છે. માત્ર ૨ ટકા યુવાનોએ સ્વીકાર્યું કે તણાવના કિસ્સામાં તેઓ કાઉન્સેલર અથવા પ્રોફેસરનો સંપર્ક કરવાનું વિચારશે.
આ સિવાય, સર્વેમાં ૯૪.૪ ટકા વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું હતું કે તેઓએ ક્યારેય આત્મહત્યા નિવારણ ટૂલકીટ અથવા માનસિક સ્વાસ્થ્ય પ્રાથમિક સારવાર સંસાધનોનો ઉપયોગ કર્યો નથી. ૬૯ ટકા વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું કે તેઓ આત્મહત્યાના ચેતવણી ચિહ્નો અને લક્ષણોથી અજાણ છે..
મુંબઈની જાણીતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, જે આત્મહત્યાના વધતા જતા કેસોને કારણે સતર્ક બની છે અને આ સર્વેએ એમપાવર સાથે મળીને પોતાના વિદ્યાર્થીઓની અલગ અલગ ટીમો બનાવી છે, જેને મેન્ટલ હેલ્થ ફર્સ્ટ એઈડર્સ નામ આપવામાં આવ્યું છે.
માનસિક તાણમાંથી પસાર થતા બાળકોને શોધવાની અને તરત જ તેમને કાઉન્સેલર પાસે લઈ જવા માટે સમજાવવાની જવાબદારી તેમની છે. વિદ્યાર્થીઓની આ ટીમના ઘણા સભ્યોએ પોતે આવા માનસિક તાણનો સામનો કર્યો છે અને તેથી લક્ષણો વધુ સારી રીતે સમજે છે.
આપણ વાંચો: દેશનું ભાવિ આવું? : બિહારમાં શિક્ષિકાએ ચોરી કરતા અટકાવ્યા તો વિદ્યાર્થીઓએ…
મનોવિજ્ઞાનના પ્રોફેસર ડૉ. આતિશ ટૌકરીએ જણાવ્યું હતું કે, “બાળકોમાં આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓને જોતા આ ખૂબ જ મહત્વપૂર્ણ લાગતું હતું.” અમે તેને ઓળખવા માંગીએ છીએ અને તેને ખતમ કરવા માંગીએ છીએ જેથી બાળકો આત્મહત્યા જેવું ભયંકર પગલું ન ભરે, અમે તેને સમયસર અટકાવીએ.
શૈક્ષણિક દબાણ, સોશિયલ મીડિયા, સંબંધો… આ બધા વિદ્યાર્થીઓની માનસિક નાજુક સ્થિતિ તણાવના મુખ્ય કારણો તરીકે ઊભરી આવ્યા છે. આવી પરિસ્થિતિઓમાં બાળકો શિક્ષકો અને માતાપિતાથી દૂર રહે છે.
આવા સમયે મિત્ર ખૂબ મદદગાર બની રહે છે. તેથી હવે સંસ્થાઓમાં મિત્રો બનીને આવા તણાવના સંકેતો સમજવા અને કોઈ વિદ્યાર્થી અચાનક જીવલેણ પગલું ન ભરે તેના માટે સંસ્થાને સતર્ક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.