આપણું ગુજરાતસ્પેશિયલ ફિચર્સ

મીઠું બીમારીનું મૂળ નહીં, ઈલાજ બની શકે છે


મીઠું એટલે કે સૉલ્ટ, નમક ગણી બીમારીઓનું કારણ હોય છે. ખાસ કરીને ભારતીયો રોજબરોજના ભોજનમાં જરૂર કરતા વધારે નમકનો ઉપયોગ કરે છે અને સામેથી લોહીનું દબાણ (બીપી), હૃદયરોગ જેવા અનેક રોગોને નોતરે છે. કોઈપણ વસ્તુ પ્રમાણથી વધારે ખાઈએ એટલે સ્વાસ્થયને અસર થવાની જ, પણ પ્રમાણમાં ખાવા સાથે કઈ રીતે અને ક્યારે લેવામાં આવે છે તેનાથી પણ ફરક પડે છે.
જોકે આ લેખમાં અમે તમને મીઠું ખાવાના નુકસાન નહીં પણ ફાયદા વિશે જણાવશું. વાત કરીએ છીએ સિંધવ મીઠાંની.
સિંધવ લૂણ-નમક એકદમ નેચરલ હોય છે, જે અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. સિંધવ લૂણને રૉક સોલ્ટ અથવા હિમાલયન સોલ્ટ પણ કહેવામાં આવે છે. સવારે ખાલી પેટે તેનું પાણી પીવાથી 10 ભયંકર બીમારીઓ સામે રક્ષણ મળે છે. સાથે જ આ હેલ્ધી સોડિયમ બ્લેક સોલ્ટ (black salt) અને સફેદ સોલ્ટથી 84 ગણું મિનરલ આપે છે. તેથી જ તેનો ઉપયોગ ભોજનમાં કરવાથી લાભ મળે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) અનુસાર, સિંધવ લૂણમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન જેવા 84 મિનરલ્સ હોય છે. જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરે છે. ઉનાળાની સિઝન કે સતત ગરમીના કારણે તે ઘટી જાય છે, જેના કારણે હંમેશા થાક, કમજોરી અથવા ચક્કર આવવા, માથાનો દુઃખાવો જેવી પરેશાની થઇ શકે છે.
ખાલી પેટે સિંધવ લૂણનું પાણી પીવાથી સ્ટમક એસિડમાં વધારો થાય છે, જે ભોજનને તોડવામાં મદદ કરે છે. આ પ્રકારે તમે અપચો, બ્લોટિંગ, ગેસ અને પેટના દુઃખાવાથી દૂર રહો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) અનુસાર, સિંધવ લૂણમાં રહેલા મિનરલ્સ શરીરને ડિટોક્સ કરે છે. જેના કારણે લિવર અને કિડનીના કામકાજમાં સુધારો થાય છે અને બધા જ ટોક્સિન શરીરમાંથી બહાર નિકળી જાય છે. આ પદાર્થ દરેક બીમારીનું કારણ બને છે.
આ પાણી મેટાબોલિઝ્મ વધારવામાં પણ મદદ કરે છે. તેનાથી ડાયાબિટીસ જેવી મેટાબોલિક બીમારીઓનું જોખમ નહીવત્ થઇ જાય છે. મેટાબોલિઝ્મ ઝડપી થવાના કારણે વજન નિયંત્રણમાં રહે છે અને ફૅટ બર્નિંગ ઝડપથી થાય છે.
આ તમામ માહિતી આપ ધ્યાનમાં લઈ શકો છો, પરંતુ તેનો અમલ તમારા તબીબની સલાહ અનુસાર કરવો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Astrology marriage dates warning “Discover the Magic of Morning Chews” Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties”