આને કે’વાય ભડવીર :દાગીના ગીરવે મૂકી ખરીદી બોટ,વડોદરામાં આ જ ચાલે !

ગુજરાતમાં 25 ઓગસ્ટે પહડેલા ભારે વરસાદ બાદ,જે તારાજી વડોદરામાં થઈ અને નાગરિકો ટીઆરએન ટીઆરએન દિવસ સુધી પૂરના પાણીમાં ફસાઈ ગયા ત્યારે, વડોદરકના રાજનેતાઓ પર ચારેકોરથી ફિટકાર વરસ્યો હતો.અધુરામાં પૂરું, વડોદરા મહાપાલિકાના સ્થાયી સમિતિના ચેયરમેનએ નાગરિકોને સુરક્ષા માટે સાધનો ખરીદવા સૂચવ્યૂ હતું. વડોદરાના એક નાગરિકે સ્થાયી સમિતિના ચેયરમેનની સલાહ બાદ,સોનાના દાગીના ગીરવે મૂકીને બોટ પોતાના આંગણામાં ખડકી દીધી.
મહાપાલિકાની સ્થાયી સમિતિના ચેયરમેનના હાસ્યાસ્પદ નિવેદન પછી ખિન્ન માંથી વડોદરાના આ નાગરિકે બોટ ખરીદવી પડી તેનો તેણે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. શહેરના મુજમહુડા વિસ્તાર કે જે વિશ્વામિત્રી નદી કાંઠે છે.અહી સામ્રાજ્ય ટાઉનશીપ આવેલી છે. આ ટાઉનશીપમાં પૂર દરમ્યાન ભારે પાણી ફરી વળ્યા હતા. આ ટાઉનશીપમાં રહેતા ચિરાગ બ્રહ્મભટ્ટના ઘરમાં 28 ફુટે પાણી આવી જાય છે જ્યારે આ વખતે વધુ પૂર આવતા મુશ્કેલી સર્જાઇ હતી.
સ્થાયી સમિતિના અધ્યક્ષે આ દરમિયાન લોકોને સ્વરક્ષણ માટે બોટ, તરાપા, દોરડા, ટોર્ચ ખરીદવાની સલાહ આપી હતી જેને ધ્યાનમાં રાખીને ચિરાગ બ્રહ્મભટ્ટે આગામી દિવસોમાં પૂરની પરિસ્થિતિમાં પરિવારના વૃદ્ધ માતા, પત્નિના બચાવ માટે સોનાના ઘરેણા ગીરવે મુકી રોકડ રકમ લઇ 40 હજારમાં બોટ ખરીદી હતી.
વડોદરામાં માં ઓગષ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં અતિભારે વરસાદમાં વડોદરા ખૂબ જ પ્રભાવિત થયું હતું. વડોદરામાં પુરથી પાણીના ભરાવાના લીધે નાના, લધુ, અને મધ્યમ વર્ગના વેપાર વાણિજ્યને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. હવે અસરગ્રસ્ત વિસ્તારમાં નાના, લધુ, અને મધ્યમ વર્ગના વેપાર વાણિજ્યને પુન:વસન માટે રાજ્ય સરકાર દ્વારા પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં સિંગતેલના ભાવમાં ભડકો, અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો
સહાય જાહેર પણ મળશે ક્યારે ?
વડોદરામાં પુરથી અસરગ્રસ્ત વિસ્તારમાં નાના, લધુ, અને મધ્યમ વર્ગના વેપાર વાણિજ્યને પુન:વસન માટે રાહત બચાવ પેકેજ વિશે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડોદરામાં વેપાર વાણિજય સાથે સંકળાયેલા લોકોને ઝડપી પુનઃવસન કરાવવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુન:વસન સહાય આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.જો કે સહાય ક્યારે મળશે તેની જાહેરાત માટે સ્થાનિક અસરગ્રસ્તો કાગડોળે રાહ જોઈ રહ્યા છે
કોને કેટલી મળશે સહાય:
વડોદરાના લારી-રેકડી ધારકને ઉચ્ચક રૂ. 5,000ની, 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 20 હજારની, 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને રૂ. 40 હજારની તેમજ નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધરાવતા વેપારીને ઉચ્ચક રૂ. 85 હજારની રોકડ સહાય ચૂકવવામાં આવશે.