આમચી મુંબઈમહારાષ્ટ્ર

દક્ષિણ મુંબઈમાં રસ્તાની મરામત સાથે જૂની પાઈપલાઈનો પણ બદલાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં લાંબા સમયથી અટવાઈ પડેલું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેનનું કામ આખરે પાટે ચઢવાનું છે. રસ્તાના કામ થયા બાદ ફરીથી રસ્તાઓ પર ખોદકામ થાય નહીં તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ એકસાથે જ જરૂર પડે ત્યાં જૂની જર્જરિત થઈ ગયેલી પાણીની પાઈપલાઈન બદલવાનું તથા આવશ્યકતા હોય ત્યાં સમારકામ પણ હાથ ધરવાનો નિર્ણય લીધો છે. પાઈપલાઈન બદલવા માટે લગભગ ૧૧૭ કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા જાહેર કરવામાં આવેલા મુંબઈ બ્યુટિફિકેશન પ્રોજેક્ટના ભાગરૂપે શહેરના ખાડામુક્ત બનાવવમાં આવી રહ્યા છે, જે અંતર્ગત ત્રણ તબક્કામાં મુંબઈના રસ્તાઓનું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. મુંબઈમાં ચોમાસાની વિદાય સાથે જ એટલે કે ઑક્ટોબરથી મુંબઈ શહેરની સાથે જ ઉપનગરમાં રસ્તાઓના સિમેન્ટ -કૉંક્રીટાઈઝેનના કામ ચાલુ કરવામાં આવવાના છે, જેની જાહેરાત થોડા દિવસ અગાઉ જ પાલિકા પ્રશાસને કરી હતી, જેમાં દક્ષિણ મુંબઈમાં કોલાબાથી માહિમ સુધી રસ્તાઓના સિમેન્ટ-કૉંક્રીટાઈઝેનના કામ કરવામાં આવવાના છે.

ઉપનગરની સાથે જ દક્ષિણ મુંબઈમાં જમીનની નીચે રહેલા પાણીની પાઈપલાઈન બહુ જૂની છે. તેમાં પણ દક્ષિણ મુંબઈના અમુક વિસ્તારોમાં તો પાણીની પાઈપલાઈન લગભગ સો વર્ષ જૂની છે. પાણીની આ પાઈપલાઈન અમુક જગ્યાએ જર્જરિત અને કટાઈ ગયેલી છે. તેથી અનેક વખત પાઈપલાઈનમાં જમીનની નીચે લીકેજ થવાથી તેની અસર રસ્તાને થાય છે અને રસ્તા પર ખાડા પડવાના તથા રસ્તો ધસી પડવાના બનાવ બનતા હોય છે.

ઓકટોબરથી રસ્તાના સિમેન્ટ-કૉંક્રીટાઈઝેનના કામ ચાલુ કરવામાં આવવાના છે ત્યારે જ્યાં આવશ્યકતા જણાય ત્યાં પાઈપલાઈન બદલવામાં આવશે, જેમાં દક્ષિણ મુંબઈના નવ વોર્ડ એટલે કે કોલાબાથી માહિમ સુધીના વિસ્તારમાં રસ્તાના કામની સાથે જ પાઈપલાઈનના કામ કરવામાં આવવાના છે. તે માટે ટેન્ડર બહાર પાડવાના આવ્યા છે.

તાજેતરમાં એટલે કે ગુરુવારે ૧૨ સપ્ટેમ્બરના જ જી-દક્ષિણ વોર્ડમાં વીર સાવરકર માર્ગ અને ન્યૂ પ્રભાદેવી રોડના જંકશન પાસે રસ્તો ધસી પડયો હતો. તપાસ કરતા જણાઈ આવ્યું હતું કે જમીનની નીચે ૬૬ ઈંચની પાઈપલાઈનમાં ગળતર હોવાથી તેની અસર રસ્તાને થઈ હતી. તેથી જમીનની નીચે રહેલી જૂની પાઈપલાઈનને બદલવાનું અને સમારકામ કરવાનું કામ આવશ્યક થઈ ગયું છે.

Show More

Related Articles

Back to top button
પુત્રવધુને સન્માન આપતા નીતા અંબાણી પાસેથી શીખો ભાદરવાની પૂર્ણિમા પર કરો આ કામ, ખુલી જશે ધનના માર્ગ આજે શ્રીહરિ બદલશે પાસું, આ ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period… દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત?