આપણું ગુજરાતટોપ ન્યૂઝરાજકોટસૌરાષ્ટ્ર

Rajkot ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોમવારે રાજકોટ-હૈદરાબાદની હવાઈ સેવા શરુ કરાશે

રાજકોટઃ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાવ્યું રાજકોટ(Rajkot)ઔદ્યોગિક ક્ષેત્રે હબ ગણાતું હોવાથી દેશ-વિદેશ સાથે વ્યાપાર સાથે જોડાયેલું છે. ત્યારે રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટથી  16મી સપ્ટેમ્બર સોમવારથી રાજકોટ હૈદરાબાદની સીધી ડેઇલી ફ્લાઇટ શરૂ થઇ રહી છે.

વિન્ટર શેડ્યુલમાં વધુ ત્રણ ફલાઇટોનો ઉમેરો થવાની શક્યતા
રાજકોટ એરપોર્ટ ઓથોરીટીએ 27મી ઓક્ટોબરથી 29મી માર્ચ-25 વિન્ટર શેડ્યુલમાં સ્ટાર અને કંપની પણ રાજકોટથી અમદાવાદ અને વડોદરા ફ્લાઇટનું સંચાલનની તૈયારી દર્શાવી સ્લોટ માંગ્યો છે. વિન્ટર શેડ્યુલમાં વધુ ત્રણ ફલાઇટોનો ઉમેરો થવાની શક્યતા છે. હાલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં એર ઇન્ડિયા સહિતની કંપની મુંબઇ, દિલ્હી, પુના, ગોવા, બેંગ્લોર, અમદાવાદ, સુરતની હવાઇ સેવા પુરી પાડે છે.

હૈદરાબાદથી 12-10 કલાકે ટેકસોફ થઈ 1-15 રાજકોટ પહોચશે
આવતીકાલે 16મી સપ્ટેમ્બર સોમવારથી શરૂ થતી હૈદરાબાદ ફ્લાઇટ બપોરે 12-10 કલાકે હૈદરાબાદથી ટેકસોફ થઇ 1-15 રાજકોટ ઉતરશે. દરમિયાન રાજકોટથી બપોરે 2.35 કલાકે ટેકસોફ થઇ 4.05 કલાકે હૈદરાબાદ પહોંચશે. પ્રારંભીક ભાડુ રૂ. 4700 છે. સોમવારથી હૈદરાબાદની સીધી હવાઇ સેવા શરૂ થતાં રાજકોટ વધુ મેટ્રો શહેર સાથે હવાઇ માર્ગે જોડાશે.

સરેરાશ 40 હજાર આસપાસ મુસાફરો નોંધાઇ રહ્યા છે
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાવ્યું રાજકોટ ઔદ્યોગિક ક્ષેત્રે હબ ગણાતું હોવાથી ઉદ્યોગપતિઓ, ઉચ્ચ અભ્યાસ કરતાં છાત્રો, પ્રવાસી પર્યટકો માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની હવાઇ સેવા ઉપયોગી રહી છે. જે કારણે દર માસે સરેરાશ 40 હજાર આસપાસ મુસાફરો નોંધાઇ રહ્યા છે. ગત જુલાઇ મહિનામાં 39,262 મુસાફરોનું આગમન અને 36,856 મુસાફરોએ પ્રસ્થાન કર્યું હતું.

ઓગસ્ટમાં 39,666 મુસાફરોનું આગમન અને 38,712 મુસાફરોએ પ્રસ્થાન સાથે હવાઇ મુસાફરી માણી હતી. હાલના દિવસોમાં ડેઇલી 10 થી 12 ફ્લાઇટનું સંચાલન થઇ રહ્યું છે. આગામી વિન્ટર શેડ્યુલમાં હજુ ત્રણેય ફ્લાઇટનો ઉમેરો થતાં ડેઇલી 14 થી 16 જેટલી ફ્લાઇટોના આવગમનથી ઇન્ટરનેશનલ સવારથી રાત સુધી ધમધમતું રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button