આપણું ગુજરાતટોપ ન્યૂઝ

PM Modi Gujarat Visit:પીએમ મોદી આજથી ગુજરાતના પ્રવાસે, મેટ્રો ટ્રેનના બીજા ફેઝનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi Gujarat Visit)આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્રીજીવાર વડાપ્રધાન બન્યા પછીનો આ તેમનો પહેલો ગુજરાત પ્રવાસ છે. બપોરે તેઓ ગુજરાત પહોંચશે. તેઓ મેટ્રોના બીજા ફેઝનું લોકાર્પણ સહિતના કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ છ વખત કારમાં, એકવાર મેટ્રો ટ્રેનમાં અને ચાર વાર હેલિકોપ્ટરમાં મુસાફરી કરશે.

વડાપ્રધાન બપોરે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15મી સપ્ટેમ્બરથી 17મી સપ્ટેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સાડા ચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે અને અહીંથી સીધા જ વડસર એરફોર્સ સ્ટેશને જવા રવાના થશે. અને ત્યાંથી સીધા જ રાત્રિ રોકાણ માટે ગાંધીનગર રાજભવન જશે.

સોમવારે સવારે રાજભવનથી મહાત્મા મંદિરમાં સમિટનું ઉદ્ઘાટન

બીજા દિવસે 16મી સપ્ટેમ્બરે સોમવારે સવારે રાજભવનથી મહાત્મા મંદિરમાં સમિટનું ઉદ્ઘાટન કરશે અને પછી બપોરે 1:30 વાગ્યે સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી જશે. ગિફ્ટ સિટીથી હેલિકોપ્ટર મારફતે અમદાવાદ દૂરદર્શન થલતેજ પાસે હેલીપેડ પર ઉતરશે, જ્યાંથી બાય રોડ વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ પહોંચશે અને GMDC ગ્રાઉન્ડથી હેલિકોપ્ટરમાં ગાંધીનગર જશે. 17મી સપ્ટેમ્બર એટલે કે વડાપ્રધાનના જન્મ દિવસની સવારે નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવનથી બાય રોડ અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી તે 40 કલાક વતનમાં રોકાયા બાદ ઓડિશાના ભુવનેશ્વર જવા રવાના થશે.

GMDC કાર્યક્રમમાં 2500 પોલીસકર્મી ખડેપગે

16મી સપ્ટેમ્બરે અમદાવાદમાં ઇદ-એ-મિલાદના જુલૂસ અને વડાપ્રધાન મોદીના જીએમડીસી ખાતેના કાર્યકર્તા સંમેલનના કાર્યક્રમને લઈ શહેરના કુલ 12,000 પોલીસ કર્મચારીઓને અલગ અલગ વિસ્તારમાં બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. જ્યારે જીએમડીસીમાં 2500 થી વધુ પોલીસ કર્મીઓનો સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાશે. તેમજ 10,800 કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરશે.

Also Read –

Show More

Related Articles

Back to top button
પુત્રવધુને સન્માન આપતા નીતા અંબાણી પાસેથી શીખો ભાદરવાની પૂર્ણિમા પર કરો આ કામ, ખુલી જશે ધનના માર્ગ આજે શ્રીહરિ બદલશે પાસું, આ ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period… દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત?