કચ્છના ભવ્ય ને કલાત્મક વારસો ધરાવતા જૈન પંચતીર્થ
વલો કચ્છ -પૂર્વી ગોસ્વામી
અબડાસાના સુથરી ગામનો એક કિસ્સો છે, કિવંદતી અનુસાર મેઘજી શાહે સમગ્ર જ્ઞાતિને માટે યોજેલ જમણવાર પ્રસંગે ધાર્યા કરતાં વધારે લોકોનું આગમન થતાં શ્રાવકશૈલી અનુસાર ઘીના પાત્રમાં પાર્શ્ર્વનાથજી ભગવાનની પ્રતિમા મૂકીને પોતાની લાજ રાખવા વિનંતી કરી અને કોઈ અલૌકિક ચમત્કારથી એ રસોઈ અણખૂટ બની ગઈ. ધૃત એટલે કે ઘીના કલ્લોલો (તરંગો)થી જૂથને આનંદ એટલે કે કલ્લોલ કરાવ્યો હોવાથી એ મૂર્તિ ‘ધૃત કલ્લોેલ’ પાર્શ્ર્વનાથ તરીકે ઓળખાઈ. એ પછી મેઘજી શેઠે આ પ્રતિમા જ્ઞાતિને સોંપી દેતાં સંવત ૧૮૮૩માં નૂતન જિનાલયની શિલારોપણ વિધિ સંપન્ન થઈ. આજથી ૧૮૦ વર્ષ અગાઉ સંવત ૧૮૯૬માં વૈશાખ સુદ સાતમના તેની સ્થાપના કરવામાં આવી હતી જે પંચતીર્થીનું મુખ્ય અને અબડાસા પંચતીર્થીનું પૈકીનું એક એટલે સુથરીનું કલાત્મક અને ભવ્ય જૈન દેરાસર તરીકે પ્રસિદ્ધ છે. જૈનો માટે કચ્છ એ અતિ પવિત્ર તેમજ યાત્રાના સ્થળ તરીકે અનન્ય મહત્ત્વ ધરાવે છે. સંવત્સરી પ્રસંગે કચ્છના પંચતીર્થીઓ વિષે વાત કરવાનું જરૂરથી મન થઇ જાય! એનું કારણ છે કે કચ્છ અને કચ્છ બહાર વસતા લોકોમાં જૈનોની પંચતીર્થીનું મહત્વ ખૂબ છે.
જખૌ બંદરની ભૂમિ પરનું જૈન દેરાસર મોટી પંચતીર્થી પૈકીનું એક શોભનીય યાત્રાધામ સમાન છે. ઊંચું અને વિશાળ દેરાસર સંવત ૧૯૦પના માગસર સુદ પાંચમના બંધાયું હતું. ૧૭૧ વર્ષ જૂનું મહાવીર સ્વામીનું આ ભવ્ય અને શોભાયમાન જિનાલય નવ શિખરબદ્ધ દેરાસરોની ટૂંકોથી સુશોભિત જખૌ મંદિરનો ઝુમખો ‘રત્ન ટૂંક’ તરીકે ઓળખાય છે. સંવત ૧૯૬૭માં અહીં ચોમુખીજી જિનાલય પણ બંધાયું હતું. કચ્છના કુશળ કારીગરોની કલાકારીગરીના ઉત્તમ નમૂના રૂપ આ ભવ્ય જિનાલયમાં સૌથી વધુ પાષાણની પ્રાચીન પ્રતિમાઓ બિરાજમાન છે.
અબડાસાના તેરાનું જૈન દેરાસર સંવત ૧૯૧પમાં શ્રી સંપ્રતિ રાજા દ્વારા જિરાવલ્લો પાર્શ્ર્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા સાથે બંધાયું હતું. ૧૬૧ વર્ષ જૂનું આ જિનાલય એની ભવ્યતા અને સુંદરતાથી સુથરી પંચતીર્થી’માં સ્થાન પામ્યું છે. ઉપરાંત ૧૯૭૮માં શામળા પાર્શ્ર્વનાથ જિનાલય પણ બંધાયું છે.
મોટી પંચતીર્થીનું અન્ય એક પવિત્ર દેરાસર જે અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલું છે. તે અતિ ભવ્ય સુશોભિત અને કલાત્મક છે. ચંદ્રપ્રભુજીનું આ ભવ્ય જિનાલય સંવત ૧૯૯૭ના મહા સુદ પાંચમના બંધાયું છે. ૧૬ વિશાળ શિખરો તથા ૧૪ રંગમંડપોવાળું મંદિર કલા માટે સુપ્રસિદ્ધ છે અને પથ્થર પરની સુવર્ણકલા માટે વિશિષ્ટતા ધરાવે છે.
અન્ય એક કોઠારા ખાતે છે. આ દેરાસરને બાંધવાનો પ્રારંભ સંવત ૧૯૧૪માં થયો હતો. કોઠારા દેરાસરના ઝુમખાને એ આઠ ટૂંક ધરાવતું હોવાથી ‘કલ્યાણ ટૂંક’ કહેવાય છે. આ જિનાલય ‘અબડાસા પંચતીર્થી’માં સૌથી ઊંચું શિખર ધરાવતું અને કચ્છમાં પણ સૌ જિનાલયોમાં ઊંચાં શિખરો સુધી શિલ્પકામ કરેલું સૌથી ઊંચું જૈન દેરાસર છે. એ વખતે ૧૬ લાખ કોરીના ખર્ચે તૈયાર થયેલું આ દેરાસર એની કલાકારીગરી તથા શિલ્પકામ માટે સુપ્રસિદ્ધ છે. વિખ્યાત દેલવાડાના દહેરાના દેરાણી-જેઠાણીના ગોખલાની પ્રતિકૃતિ પણ અહીં જોવા મળે છે.
કચ્છમાં ક્યાંય જોવા ન મળે એવો ૨૦૦ કિલો વજનનો ઘંટ ધરાવતું નિજમંદિર આખાય કચ્છમાં વિશાળતા અને ભવ્યતામાં અજોડ છે.
ભાવાનુવાદ: અભડ઼ાસેજે સુથરી ગામજો હિકડ઼ો કિસો સોંયલ આય ક ગામજા હિકડ઼ા સેઠ મેઘજી શાહ સજી ન્યાત જો જમણવાર રખલ હો પ હિન પ્રિસંગતે ધારે કનાં વધુ માડૂ અચી વ્યા તેર હિકડ઼ે ઘીજે ઠાં મેં સેઠ પૂરી સર્ધા સે પાર્શ્વનાથજી ભગવાનજી મુરતિ રખેને પિંઢજી લાજ રખેલા અરધાસ ક્યો ને કોક ચમત્કારસેં હી રસોઈ ભરકતમેં ભધલી વિઇ. ધૃત ઇતરે ક ઘી જા કલ્લોલ (તઙગે) સે મિણીંકે આનંધ ઇતરે ક કલ્લોેલ કરાયો વો ઇતરે ઇ મુરતિ ધૃત કલ્લોલ’ પાર્શ્ર્વનાથ તરીકેં ઓરખાણી. હિન પૂંઠીયા મેઘજી શેઠ હિન પ્રતિમાકે ન્યાતમેં સોંપેં ડિનોં જે પૂંઠીયા સંવત ૧૮૮૩મેં નયે દેરાસરજી શિલારોપણ વિધિ સંપન્ન થિઈ. અજનું ૧૮૦ વરે પેલા સંવત ૧૮૯૬મેં વૈશાખ સુધ સાતમજે ડીં તેંજી થાપના કરેમેં આવઇ હૂઇ જુકો પંચતીર્થીજો મૈન ને અભડ઼ાસા પંચતીર્થી મિંજાનું હિકડ઼ો ઇતરે સુથરીજો કલાત્મક ને ભવ્ય જૈન દેરાસર તરીકે પ્રસિદ્ધ થ્યો. જૈને જે માટે કચ્છ ઇ મિણીયા પવિતર તીં જાતરા જે થલ તરીકે ખાસ મિહત્વ ધરાયતો.
સંવતસરી પ્રિસંગતે કચ્છજે પંચતીર્થી તે ગ઼ાલ કરેજો મન જરુ થિઇ વિઞે! તેંજો કારણ આય ક કચ્છ ને કચ્છ બારા વસંધે માડૂએંમેં જૈનેજી પંચતીર્થીજો મત્વ ગચ આય.
જખૌ બંધરજો જૈન દેરાસર વડી પંચતીર્થી મિંજાનું હિકડ઼ો શોભાયમાન થાનક આય. ઉંચો નેં વિસાડ઼ દેરાસર સંવત ૧૯૦પજે માગ જે અજવારી પાંચમજો બંધેમેં આયો હો. આસરે બસો વરે જૂનો મહાવીર સ્વામીજો હી ભવ્ય ને શોભાયમાન જિનાલય નો શિખરબદ્ધ દેરાસરેજે ટૂંકસેં સુશોભિત આય જુકો ‘રત્ન ટૂંક’ તરીકેં ઓરંખાજેતો. સંવત ૧૯૬૭મેં હિત ચોમુખીજી જિનાલય પ બંધેમેં આયો હો. કચ્છજે કુશલ કારીગરેંજી કારીગરીજે ઉત્તમ નમૂને રુપ હી ભવ્ય જિનાલયમેં મિણીયા કનાં વધુ પાષાણજી પ્રાચીન પ્રતિમાઉં બિરાજમાન ઐં. અભડ઼ાસેજે તેરાજો દેરાસર સંવત ૧૯૧પમેં શ્રી સંપ્રતિ રાજા ભરાં જિરાવલ્લો પાર્શ્ર્વનાથજી મુર્તિ વેરાઇને બંધેમેં આયો હો. લગભગ બો સધિ જુનો હી જિનાલય ઇનજી ભવ્યતા ને સુંદરતાસેં ‘સુથરી પંચતીર્થી’ મેં ખાસ થાન ધરાયતો. હિન સિવા ૧૯૭૮મેં શામડ઼ પાર્શ્ર્વનાથ જિનાલય પ બંધેમેં આયો આય.
વડી પંચતીર્થી મિંજાનુ હિકડ઼ો પવિતર દેરાસર જુકો અભડ઼ાસેજે મેન મથક નરિયેમેં આવલ આય. ગચ વડો નેં સજેલો, કલાવારો હી મિંધર આય. ચંદ્રપ્રભુજીજો હી ભવ્ય થાનક સંવત ૧૯૯૭જે મા મેણેજી અજવારી પાંચમજો બંધાણો આય. સોરો વડા સિખર તીં ચોડો રઙમંડપેવારો હી મિંધર કલા જે માટે સુપ્રસિદ્ધ આય નેં પાયણેતે સોનેરી કલા ઇનજી વિસેસતા આય.
બ્યો હિકડ઼ો કોઠારા ખાતે આય. હી દેરાસરકે સંવત ૧૯૧૪મેં બંધેજો ચાલુ કરેમેં આયો હો. કોઠારા દેરાસરજો જુમખો અઠ ટૂંક ધરાયજે કારણે ‘કલ્યાણ ટૂંક’ તરીકે ઓરંખાજેતો. ‘અબડ઼ાસા પંચતીર્થી’મેં મિણીંયા ઉંચો સિખરવારો નેં કચ્છમેં પ મિડ઼ે જિનાલયેં મિંજા ઉંચે સિખરવારો શિલ્પકમ કરલ સૂઠો દેરાસર આય. ઉન સમોમેં હી સોરો લખ કોરીજે ખર્ચતે તૈયાર થેલ હી દેરાસર ઇનીજી કલાકારીગરી તીં શિલ્પકમલા પ્રખ્યાત આય. દેલવાડ઼ેજા ડેરેજી ડેરાણી-જેઠાણીજે ગોખલે જેડ઼ી પ્રતિકૃતિ હિત પ ન્યારેલા જુડ઼ેતિ. કચ્છમેં કિતે ન વે ઍડ઼ો ૨૦૦ કિલેજે વજનવારો ઘંટવારો નિજમિંધર પ હિત જ આય.