સ્પોર્ટસ

તિલક અને પ્રથમની સેન્ચુરીથી મયંકની ટીમનો મૅચ પર સંપૂર્ણ અંકુશ

ઈશ્ર્વરન 24મી સદી સાથે અડીખમ, પણ ઇન્ડિયા-સીના કંબોજનો પાંચ વિકેટનો તરખાટ

અનંતપુર: દુલીપ ટ્રોફીના ચાર દિવસના મુકાબલામાં શનિવારે ત્રીજા દિવસે ઓપનર પ્રથમ સિંહ (122 રન) અને તિલક વર્મા (111 નૉટઆઉટ)ની જોડીએ બીજી વિકેટ માટે 104 રનની ભાગીદારીથી ઇન્ડિયા-એ ટીમને ઇન્ડિયા-ડી સામે મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી.

આ પણ વાંચો: દુલીપ ટ્રોફીમાં ઇશાન કિશનનું જોરદાર કમબૅક, શમ્સ મુલાનીનું ફાઇટબૅક

મયંક અગરવાલના સુકાનમાં ઇન્ડિયા-એના પ્રથમ દાવમાં 290 રન હતા જેના બીજી તરફ, ઇન્ડિયા-બીના કૅપ્ટન અભિમન્યુ ઈશ્ર્વરને (143 નૉટઆઉટ) ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની 24મી સદી ફટકારી હતી અને નારાયણ જગદીશન (70 રન) સાથે 129 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી, પરંતુ ઇન્ડિયા-સીના ઑલરાઉન્ડર અંશુલ કંબોજની પાંચ વિકેટને લીધે ઇન્ડિયા-બીનો સ્કોર (309/7) થોડો અંકુશમાં રહ્યો હતો.

આ પણ વાંચો: BCCIએ દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડ માટે જાહેર કરી ટીમો…

ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં ઇન્ડિયા-સી ટીમે જે 525 રન બનાવ્યા એના જવાબમાં ઇન્ડિયા-બીના સાત વિકેટે 309 રન બન્યા હોવાથી ઇન્ડિયા-સી ટીમ 216 રનથી આગળ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button