ધર્મતેજનેશનલ

આજનું રાશિફળ (02-10-2023): સૂર્યની જેમ ચમકશે આ રાશિના જાતકોનું નસિબ… જાણો કેવો રહેશે તમારો દિવસ

Raashi

મેષ: આજનો દિવસ આરોગ્યની દ્રષ્ટિએ નબળો રહેશે. તમે તમારા સ્વાસ્થ્યને લઇને ચિંતીત રહેશો. તમે તમારા વધતા ખર્ચાઓેને લઇને પણ ચિંતિત રહેશો. પરિવારમાં નાના બાળકો સાથે મસ્તી-મજાકમાં દિવસ પસાર કરશો. જો તમને આંખ તે કાનને લગતી કોઇ સમસ્યા છે તો તેને નજર અંદાજ ન કરતાં. ડોક્ટરની સલાહ જરુરથી લેજો. તમારે તમારા સંતાનની સંગતી તરફ ખાસ ધ્યાન આપવું પડશે. ખર્ચ વધશે. ભાગ્યના ભરોસે કોઇ કામ ન છોડતાં નહીં તો તેમા સફળતા નહીં મળે.

Horoscope

વૃષભ: આજનો દિવસ વેપારીઓ માટે મોટો લાભ લઇને આવશે. કોઇ સારા સમાચાર સાંભળીને મન પ્રસન્ન થશે. તમારા આનંદનો પાર નહીં રહે. નકારાત્મક વિચારોથી દૂર રહેજો નહીં તો સમસ્યા ઊભી થઇ શકે છે. વાતાવરણની ખરાબ અસર તમારા પર થઇ શકે છે જેને કારણે માથામાં દુ:ખાવો, શરીરમાં દુ:ખાવો, થાક વગેરે જેવા પ્રશ્નો થઇ શકે છે. તમે મનથી લોકોનું ભલું વિચારશો તો તમે લોકોનું ભલું કરી શકશો. તમને પરિવારનો કોઇ સભ્ય ખરી ખોટી સંભળાવી શકે છે. જેને કારણે તમને દુ:ખ થશે.

મિથુન: આજે કોઇ પણ સારું કામ કરવાનું ટાળજો. નહીં તો તમને કોઇ મોટું નૂકસાન થઇ શકે છે. આજે કોઇ પણ સરકારી સ્કીમમાં ભાગ ના લેતા. જો તેમા પૈસા નાંખશો તો નૂકસાન થશે. કાર્યક્ષેત્રે વાદ વિવાદથી બચજો. આજે કોઇ જૂના મિત્રને મળીને આનંદ થશે. તમારે બીજાની મદદ માટે આગળ આવવું પડશે.

કર્ક: આજનો દિવસ મહેનત કરાવશે. તમે કાર્યક્ષેત્રે સંપૂર્ણ મહેનત કરશો તો જ તમને તેનું ફળ મળશે. જીવનસાથી સાથે નાની મુસાફરીના યોગ છે. જો તમે જીવનાસાથીની કારકીર્દીને લઇને ચિંતીત છો તો આજે તમે એમની સાથે વાત કરશો. આજે પાર્ટનરશીપમાં કામ કરવું યોગ્ય હશે. તમારે ભાગ્યના ભરોસે કોઇ કામ ન કરવું નહીં તો મૂશ્કેલી આવી શકે છે.

સિંહ: આજનો દિવસ તમારી પાસેથી ખૂબ મહેનત કરાવી લેશે. આજે તમે પરિવાર સાથે સારો સમય વિતાવશો. જો તમે કોઇ રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો તેને આવતી કાલ પર ટાળી દો. નહીં તો મૂશ્કેલી આવી શકે છે. તમે ઇમાનદારી અને મહેનતથી એ બધીજ વસ્તુંઓ મેળવી શકશો જેની તમને જરુર છે. લેવડ-દેવડ અંગેનું કોઇ કામ ઘણાં સમયથી બાકી છે તો તે આજે પૂર્ણ થશે. પિતાના આરોગ્યની કાળજી રાખજો નહીં તો કોઇ સમસ્યા થઇ શકે છે.

કન્યા: આજનો દિવસ તમારી ચારે બાજુનું વાતાવરણ પ્રફૂલ્લિત કરી દેશે. આજે તમારી પાસે રુપિયાની કોઇ કમી નહીં રહે. જો તમારા માથે દેવું હશે તો આજે એ પણ ઉતરી જશે. તમે જીવનને એક નવી દિશામાં આગળ વધારશો. જોકે કોઇ કન્ફ્યુજનને કારણે તમે યોગ્ય નિર્ણય નહીં લઇ શકો. ભવિષ્યમાં તમે કોઇ વાતને લઇને ચિંતિત રહેશો. તમને વિદેશમાં રહેતાં કોઇ સગા પાસેથી સારા સમાચાર સાંભળવા મળશે.

તુલા: આજનો દિવસ તમારા માટે આર્થિક રીતે સારો રહેશે. આજે મિત્રોનો સહકાર મળી રહેશે અને સંતાન પાસેથી પણ કોઇ શુભ સમાચાર મળશે. તમે નાના બાળકો સાથે સારો સમય વિતાવશો. નોકરિયાત વ્યક્તિએ આજે કોઇ જાણકારી લીક ન કરવી, નહીં તો તમે મૂશ્કેલીમાં મૂકાઇ શકો છો. જે લોકો પ્રેમ સંબંધમાં છે તે લોકો તેમના પ્રિયજનને પરિવાર સાથે મળાવશે જેથી લગ્નની મંજૂરી પણ મળી જશે.

વૃશ્ચિક: આજનો દિવસ તમારા માટે કન્ફ્યુજનથી ભરેલો હશે. તમે પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને કારણે પણ ચિંતિત રહેશો. જેના માટે તમારે કોઇ અનુભવિ વ્યક્તી સાથે વાત કરવી પડશે. કાર્યક્ષેત્રે તમે અથાગ પિરશ્રમ કરશો તો જ તમારી યોજનાઓને આગળ લઇ જઇ શકશો. જીવનસાથી સાથે જો કોઇ વાતને લઇને મનદુ:ખ થયું છે તો તે આજે દૂર થઇ જશે. તમને તમારા જીવનસાથી તરફથી કોઇ ગીફ્ટ મળી શકશે. તમે કોઇ નવા પ્રોજેક્ટની કે કામની શરુઆત કરશો.

ધનુ: આજનો દિવસ સામાજીક ક્ષેત્રમાં કાર્યરત લોકો માટે સારો રહેશે. સરકારી નોકરી કરનારાઓને આજે કોઇ શુભ સમાચાર મળશે. જે લોકો રાજનિતીમાં નસીબ અજમાવા માંગે છે તેમને આજે કોઇ મોટું પદ મળી શકશે. તમે આજે કોઇ સરકારી નોકરીનો સંપૂર્ણ લાભ ઉઠાવશો. તમે તમારા અનુભવને કારણે જે કામ ખોટું થઇ રહ્યું છે તેને રોકી શકશો. તમે પરિવારના કોઇ સભ્યની વાતથી મનદુખ થશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં આવતી તકલીફો અંગે મિત્ર સાથે વાત કરવી જોઇએ.

મકર: આજનો દિવસ ખર્ચાળ રહેશે. પરિવારના સભ્યોની કારણવગર ચિંતા રહેશે. આજે તમારે મહત્વના કામો પહેલાં પૂરા કરવા પડશે નહીં તો મૂશ્કેલી થઇ શકે છે. તમે વધતા ખર્ચાને લઇને ચિંતિત રહેશો. તમારે તમારી આવક અને ખર્ચનું એક બજેટ બનાવવું પડશે. તમે તમારી આવકનો કેટલોક ભાગ ભવિષ્ય માટે ઇન્વેસ્ટ કરશો. પરિવારના કોઇ સભ્યની તબિયત અચાનક બગડતાં દિવસ દોડોદોડી વાળો રહેશે.

કુંભ: આજનો દિવસ મિશ્રી ફળ આપશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ મહેનત કરવી પડશે. કાર્યક્ષેત્રે તમારું મન કોઇ વાતને લઇને ચિંતિત રહેશે. જે લોકો નોકરીની સાથે સાથે પાર્ટ ટાઇમ કામ કરવા ઇચ્છે છે તેમને સફળતા મળશે. તમારા મનમાં કોઇ વાતને લઇને કારણ વગર ચિંતા રહેશે. તમે પરિવારના સભ્યો સાથે કોઇ સરપ્રાઇઝ પાર્ટીમાં જવાનો પ્લાન કરશો.

મીન: આજનો દિવસ તમારા માટે લાભદાયી રહેશે. તમે આવકને વધરાવા માટે જે પ્રયત્નો કરશો તે સફળ રહેશે. તમારું મન કોઇ વાતને લઇને વ્યથિત રહેશે. વેપારીઓને સારા સમાચાર મળશે. તમને તમારા સહકારીઓનો પ્રેમ અને સાથ મળશે. નોકરીયાત વર્ગને નોકરીની સાથે સાથે કોઇ અન્ય કામની ઓફર આવશે. પિતૃપક્ષે તમને કોઇ ઉપહાર મળી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button