નેશનલસ્પેશિયલ ફિચર્સ

વિદ્યાર્થીએ વધારાની એક દિવસની છુટ્ટી માટે એવુ કારણ આપ્યું કે તમે પણ હસીને લોટપોટ થઇ જશો…

શાળાનું જીવન પણ કેટલું મઝાનું હોય છે. મિત્રો સાથે નિર્દોષ મસ્તી કરવાની, રિસેસમાં મિત્રો સાથે ધમાલ કરવાની… કંઇ કેટલીય યાદો સ્કૂલ જીવન સાથે જોડાયેલી છે. જોકે, શિસ્તના પાઠ પણ આપણે સ્કૂલમાં જ શીખીએ છીએ. સ્કૂલમાં રજા લેવા માટે પણ ખાસ નિયમો બનાવ્યા હોય છે. તમારે વડિલ પાસેથી રજાચિઠ્ઠી આપવી પડે છે. પણ શું તમે જાણો છો કે ઘણી વાર વિદ્યાર્થીઓ શાળામાંથી રજા લેવા માટે ખૂબ જ રસપ્રદ બહાના બનાવે છે, એ લોકોના બહાના પણ એવા ફની હોય છે કે જે વાંચીને શિક્ષક પણ હસવા લાગે. સોશિયલ મીડિયાના આજના જમાનામાં બહાનાઓથી ભરેલી વિદ્યાર્થીઓની કેટલીક ફની એપ્લિકેશન પણ વાયરલ થવા લાગી છે, જે વાંચીને તમે પણ હસવાનું રોકી નહીં શકો.

હાલમાં જ એક રજાચિઠ્ઠી રી વાયરલ થઈ રહી છે. આ અરજીમાં એક વિદ્યાર્થીએ ગણેશ ચતુર્થીના બહાને રજા માંગી છે. ગણેશ ચતુર્થીની સાથે જ આ વિદ્યાર્થીએ અરજીમાં એક દિવસની વધારાની રજા લેવાનું જે બહાનું આપ્યું છે તે ખૂબ જ રમુજી છે.

રામદલ ગણેશ મંડળ નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલે આ રજા અરજી શેર કરી છે. આ અરજીમાં એક વિદ્યાર્થીએ ગણેશ ચતુર્થી માટે 11 દિવસની રજા માંગી છે. જોકે, ગણેશ ચતુર્થીનો તહેવાર તો દસ દિવસ સુધી ચાલે છે અને અગિયારમાં દિવસે વિસર્જન થાય છે. વિદ્યાર્થીએ તેની રજા ચિઠ્ઠીમાં લખ્યું છે કે ગણેશ ચતુર્થી હોવાથી તે 11 દિવસ સુધી શાળાએ આવી શકશે નહીં. આ પછી તે વધુ એક દિવસ રજા લેશે કારણ કે તેને એક દિવસ આરામ માટે જોઇએ છે. આ ફની એપ્લિકેશનને અત્યાર સુધીમાં હજારો લાઇક્સ મળી ગયા છે. લોકો એના પર મજેદાર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક નેટિઝને લખ્યું હતું કે, ‘સીધી બાત, નો બકવાસ.’ તો વળી બીજા એક યુઝરે કમેન્ટ કરી હતી કે એટલે જ નવરાત્રિના સમયે સ્કૂલમાં એક્ઝામ રાખવામાં આવે છે. એક યુઝરે લખ્યું હતું કે, વાહ,મસ્ત આઇડિયા છે. હું પણ હવે મારી સ્કૂલમાં આવું જ કંઇક અજમાવીશ. ઘણા નેટિઝન્સે હસતા ઇમોજીસ પણ શેર કર્યા છે. તમે પણ આ વીડિયો જુઓ અને બે ઘડી હસો…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button