વિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

WhatsApp પર તમે પણ કરી છે આ ભૂલ? આ રીતે સુધારી શકશો…

WhatsAppએ આજના સમયનું સૌથી મહત્ત્વનું અને જરૂરિયાતનું માધ્યમ બની ચૂક્યું છે લોકો સાથે જોડાયેલા રહેવા માટે. આ વોટ્સએપ દ્વારા પણ સમય સમય યુઝર્સની સુવિધા માટે અલગ અલગ અલગ પ્રકારના અપડેટ્સ અને ફીચર લોન્ચ કરવામાં આવે છે.

આવું જ એક ફીચર વોટ્સએપ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં તમે ગ્રુપમાં કે કોઈ વ્યક્તિને મોકલાયેલો મેસેજ ડિલિટ કરી શકતા હતા, પરંતુ ઘણી વખત આ ફીચરને કારણે મેસેજ ડિલિટ કરતી વખતે ડિલિટ ફોર એવરી વનને બદલે ડિલિટ પર યુનું ઓપ્શન સિલેક્ટ થઈ જાય છે. જો તમારી સાથે પણ આવું જ બનતું હોય છે કે બને છે તો આજે અમે અહીં તમારા માટે એવી કામની ટિપ્સ લઈને આવ્યા છીએ જેની મદદથી તમે આ સમસ્યામાંથી બહાર આવી શકશો-

ખુદ વોટ્એપ દ્વારા આ સમસ્યાનો ઉકેલ આપવામાં આવ્યો છે અને તમને તમારી ભૂલ સુધારવાનો મોકો પણ મળશે. આપણામાંથી ઘણા લોકો સાથે એવું બને છે કે કોઈ ખોટો મેસેજ મિત્રને કે ગ્રુપમાં ફોર્વર્ડ થઈ જાય છે.

આપણ વાંચો: WhatsAppમાં હવે મનપસંદ સેલિબ્રિટી સાથે થશે વાત, મેટા લાવી રહ્યું છે ધમાકેદાર ફીચર

વોટ્સએપે મેસેજ ડિલિટ કરવાની પરવાનગી આપી છે, પણ ઘણી વખત ઉતાવળમાં મેસેજ લોકોને બદલે પોતાની જાત માટે જ ડિલીટ કરી બેસો છો. પરંતુ હવે વોટ્સએપ ખુદ આ સમસ્યાનો ઉકેલ લઈને આવ્યું છે અને તમને તમારી આ ભૂલને સુધારવાનો મોકો આપશે.

આ અપડેટ વોટ્સએપ દ્વારા પોતાની ચેનલ પર શેર કરવામાં આવ્યું છે. ચેનલ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળે છે કે જેવું તમે ડિલિટ ફોર મીનું ઓપ્શન સિલેક્ટ કરશો એટલે મેસેજ ડિલિત થઈ જશે. પરંતુ એ જ સમયે સ્ક્રીન પર નીચેની બાજુએ અનડુનું ઓપ્શન આવશે.

જોકે, અનડુનું આ ઓપ્શન મુશ્કેલથી 5-10 સેકેન્ડ માટે જોવા મળશે. જેવું તમે અનડુનું ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તરત જ મેસેજ પાછો આવી જશે અને ત્યાર બાદ તમે ડિલીટ ફોર એવરીવનનું ઓપ્શન સિલેક્ટ કરીને તમે તમારી ભૂલ સુધારી શકશો અને એ મેસેજ બધા માટે ડિલીટ થઈ જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button