loksabha સંગ્રામ 2024ટોપ ન્યૂઝનેશનલ

Jammu Kashmir: પરિવારવાદ, આતંકવાદ અને વિદેશી તાકતો ડોડાની રેલીમાં પીએમ મોદીના સંબોધનની 10 મોટી વાતો

ડોડા : જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)પીએમ મોદીએ રેલીને સંબોધિત કરી હતી. આ રેલી એટલા માટે ખાસ હતી કારણ કે 42 વર્ષમાં પ્રથમવાર ડોડામાં વડાપ્રધાનની રેલી યોજાઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું અને આતંકવાદ પર પણ જોરદાર પ્રહાર કર્યા.

  1. નવું જમ્મુ અને કાશ્મીર વિકાસની નવી ગાથા લખી રહ્યું છે. ડોડામાં એકત્ર આ લોકો સ્પષ્ટપણે દર્શાવે તેવો લોકશાહીમાં માને છે. જેઓ ભાજપને આશીર્વાદ આપવા આવેલા તમામ પરિવારના સભ્યોને મારી હાર્દિક શુભેચ્છાઓ.
  2. જમ્મુ-કાશ્મીરમાં જે પરિવર્તન આવી રહ્યું છે તે અમારી સરકારના 10 વર્ષના પ્રયાસોનું પરિણામ છે. તમે બધા ડોડા, કિશ્તવાડ અને રામબનના જુદા જુદા ભાગોમાંથી અહીં પહોંચ્યા છો. તમે અહીં આવવા માટે કલાકો સુધી મુસાફરી કરી છે. તેમ છતાં તમારા ચહેરા પર થાકની કોઈ નિશાની નથી અને ચારેબાજુ ઉત્સાહ છે.
  3. રાજકારણમાં  પરિવારવાદે જમ્મુ-કાશ્મીરને પોકળ કરી નાખ્યું છે. જે રાજકીય પક્ષો પર તમે ભરોસો મૂક્યો હતો તેમણે તમારા બાળકોની પરવા નથી કરી. આ પાર્ટીઓએ પોતાના બાળકોને જ પ્રમોટ કર્યા. આ લડાઈ નવા નેતૃત્વ અને કોંગ્રેસ, પીડીપી અને નેશનલ કોન્ફરન્સના પરિવારવાદ વચ્ચે છે.
  4. આ વખતે વિધાનસભાની ચૂંટણી ત્રણ પરિવારો અને જમ્મુ-કાશ્મીરના યુવાનો વચ્ચે છે. એક પરિવાર કોંગ્રેસનો છે, બીજો પરિવાર નેશનલ કોન્ફરન્સનો છે અને ત્રીજો પરિવાર પીડીપીનો છે. આ ત્રણ પરિવારોએ મળીને જમ્મુ-કાશ્મીરમાં તમારા લોકો સાથે જે કર્યું તે કોઈ પાપથી ઓછું નથી.
  5. જમ્મુ-કાશ્મીરને બરબાદ કરવા માટે ત્રણ પરિવારો જવાબદાર છે. આ ત્રણેય પરિવારોએ  ભારે લુંટ ચલાવી છે આ ચૂંટણી જમ્મુ-કાશ્મીરના ભાગ્યનો નિર્ણય કરશે.
  6. છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં વિકાસનો નવો તબક્કો આવ્યો છે. આનો શ્રેય અહીંના યુવાનોને જ જાય છે. હું જમ્મુ-કાશ્મીરના યુવાનો તે પુત્રીઓ હોય કે પુત્રો તેમના  ઉત્સાહ અને જુસ્સાને સલામ કરું છું.
  7.  જમ્મુ અને કાશ્મીરના મારા યુવાનો આતંકવાદમાં ફસાતા રહ્યા અને  પરિવારવાદ આગળ લઇ જનારી પાર્ટી તેમને ગુમરાહ કરીને આનંદ મનાવતી રહી.  આ લોકોએ જમ્મુ-કાશ્મીરમાં ક્યાંય પણ નવા નેતૃત્વનો ઉદય થવા દીધો નથી.
  8. જમ્મુ અને કાશ્મીરમાં વર્ષ 2000 પછી પંચાયતની ચૂંટણીઓ યોજાઈ ન હતી, BDCની ચૂંટણી અહીં ક્યારેય યોજાઈ ન હતી. દાયકાઓ સુધી પરિવારવાદે  અહીંના યુવાનોને આગળ આવવા ન દીધા. 2014માં સરકારમાં આવ્યા બાદ મેં જમ્મુ-કાશ્મીરમાં યુવાનોના નવા નેતૃત્વને આગળ લાવવાનો પ્રયાસ કર્યો છે.
  9. જમ્મુ અને કાશ્મીરમાં વર્ષ 2018માં પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી. BDCની ચૂંટણી 2019માં થઈ હતી અને DDCની ચૂંટણી 2020માં પહેલીવાર યોજાઈ હતી. જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી  છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે આ ચૂંટણીઓ યોજવામાં આવી હતી.
  10. આઝાદી બાદથી આપણું પ્રિય જમ્મુ-કાશ્મીર વિદેશી તાકતોનું નિશાન બની ગયું છે. આ પછી  પરિવારવાદે  આ સુંદર રાજ્યને પોકળ બનાવવાનું શરૂ કર્યું. તમે અને હું સાથે મળીને એક સમૃદ્ધ અને સુરક્ષિત જમ્મુ અને કાશ્મીરનું નિર્માણ કરીશું.

આ પણ વાંચો – મુંબઈમાં 16 સપ્ટેમ્બરની ઇદે મિલાદની રજા થઇ રદ, સરકારે જાહેર કરી નવી તારીખ, જાણો કારણ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button