ટોપ ન્યૂઝનેશનલ

વિધાનસભા ચૂંટણી પૂર્વે કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ; ચાર જવાન ઘાયલ…

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીઓ પૂર્વે સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. કિશ્તવાડમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ચાર જવાન ઘાયલ થયા છે. આજે સુરક્ષા દળોએ કિશ્તવાડના ચટરૂ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે સંઘર્ષ શરૂ થયો. આ ઉપરાંત કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અન્ય એક અથડામણમાં પોલીસે બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જો કે મળી રહેલા અહેવાલો અનુસાર હજુ કાર્યવાહી ચાલી રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં હવે વિધાનસભા ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી છે. આ મહિનાની 18 તારીખે વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. તેવા સમયે આતંકવાદીઓ ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 18 સપ્ટેમ્બરે ડોડા, કિશ્તવાડ અને રામબન જિલ્લાની આઠ વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થવાનું છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ, પુલવામા, શોપિયાં અને કુલગામ જિલ્લાની 16 બેઠકો પર પણ ચૂંટણી યોજાવા જઈ રહી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ જણાવ્યું હતું કે શુક્રવારે કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. ચટરૂ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા પીંગનલ દુગડ્ડા જંગલ વિસ્તારમાં સંઘર્ષ ચાલી રહ્યો છે. આ અથડામણ પૂર્વે પોલીસ અને સેનાએ મળીને ચલાવેલા સર્ચ ઓપરેશનમાં જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લાના સુરનકોટ શહેરમાં આતંકવાદી છુપાયેલા ઠેકાણા શોધી કાઢ્યા હતા.

સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો અને વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી. સેનાનાં સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. જોકે, સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. ગાઢ જંગલનો લાભ લઈને આતંકીઓ ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ વધારાના દળોનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

Show More

Related Articles

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ