ગાંધીનગર

દહેગામ નજીક મેશ્વો નદીમાં ડુબવાથી 8 લોકોના મોત; હજુ 2 લાપતા

ગાંધીનગર: ગુજરાતમાં ગણેશ વિસર્જન સમયે પાણીમાં ડૂબવાની ઘટનાઓ ગુજરાતમાં સર્જાય ચૂકી છે ત્યારે આજે ફરી એકવખત ગાંધીનગરથી ગણેશ વિસર્જન દરમિયાન લોકો પાણીમાં ડૂબ્યાંની ગોઝારી દુર્ઘટના સર્જાય હતી. વાસણા સોગઠી ગામ નજીક 10 લોકો પાણીમાં ડૂબ્યાં હતા જેમાંથી 8 લોકોના મોત થયા છે. જ્યારે હાલ હજુ પણ ડૂબેલા બે અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગરના દહેગામ નજીક મેશ્વો નદીમાં ગોઝારી દુર્ઘટના સર્જાય છે. જેમાં ગણેશ વિસર્જન કરવા આવેલા લોકોમાંથી 10 જેટલાં લોકો પાણીમાં ડૂબ્યાં હતા, જેમાંથી 8 લોકોના મોત થયા છે. ગણેશ મહોત્સવના ઉત્સાહભર્યા તહેવારનાં રંગમાં શોકનો ભંગ પડ્યો છે. સ્થાનિક યુવાનોએ ડૂબતાં લોકોને બચાવવા પ્રયત્નો કર્યા હતા.

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આઠ લોકોના નામ સામે આવ્યા છે:

ચૌહાણ સિદ્ધરાજ ભલસિંહ (17 વર્ષ),
ચૌહાણ રાજુકુમાર બચુસિંહ (28 વર્ષ),
ચૌહાણ યુવરાજસિંહ પ્રવિણસિંહ (17 વર્ષ),
ચૌહાણ પૃથ્વી દલપતસિંહ (20 વર્ષ),
ચૌહાણ ચિરાગકુમાર પ્રકાશસિંહ (19 વર્ષ),
સોલંકી વિજયજી હાલુસિંહ (30 વર્ષ),
ચૌહાણ મુન્નાભાઈ દિલિપસિંહ (23 વર્ષ),
ચૌહાણ રાજુકુમાર બચુસિંહ (28 વર્ષ),

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button