સ્પોર્ટસ

ગાયકવાડની ટીમને ઈશ્વરનની ટીમનો વળતો જવાબ

દુલીપ ટ્રોફીમાં શ્રેયસની ટીમ સામે મયંકની ટીમ મજબૂત સ્થિતિમાં

અનંતપુર: ચાર દિવસની દુલીપ ટ્રોફી મૅચમાં શુક્રવારે બીજા દિવસે ઋતુરાજ ગાયકવાડના સુકાનમાં ઇન્ડિયા-સી ટીમે 525 રનનો તોતિંગ સ્કોર નોંધાવ્યો ત્યાર બાદ અભિમન્યુ ઈશ્વરનના સુક્ાનમાં ઇન્ડિયા-બી ટીમે વળતો જવાબ આપીને રમતના અંત સુધીમાં વિના વિકેટે 124 રન બનાવ્યા હતા. ઈશ્વરન 51 રને અને સાથી ઓપનર તથા વિકેટકીપર નારાયણ જગદીશન 67 રને રમી રહ્યો હતો.

બીજી તરફ, મયંક અગરવાલની કૅપ્ટન્સીમાં ઇન્ડિયા-એ ટીમે પ્રથમ દાવમાં 290 રન બનાવ્યા બાદ એના જવાબમાં શ્રેયસ ઐયરના સુકાનમાં ઇન્ડિયા-ડી ટીમ સાતમી ફર્સ્ટ-ક્લાસ સેન્ચુરી માત્ર આઠ રન માટે ચૂકી જનાર દેવદત્ત પડિક્કલ (92 રન, 124 બૉલ, પંદર ફોર)ની લાંબી ઇનિંગ્સ છતાં ફક્ત 183 રન પર ઑલઆઉટ થઈ જતાં ઇન્ડિયા-એ ટીમે 107 રનની લીડ લીધી હતી અને ત્યાર બાદ એક વિકેટે બીજા 115 રન બનાવી લેતાં ઇન્ડિયા-એના કુલ 222 રન હતા અને એને જીતવાનો સારો મોકો છે. ખુદ કૅપ્ટન મયંક અગરવાલે 56 રન બનાવ્યા હતા અને પ્રથમ સિંહ 59 રને રમી રહ્યો હતો. એકમાત્ર વિકેટ શ્રેયસ ઐયરે લીધી હતી. તેણે સ્પિન બોલિંગમાં પોતે જ હરીફ કૅપ્ટન મયંકનો કૅચ પકડ્યો હતો.

ઇન્ડિયા-ડીને 200 રન પણ ન બનાવવા દેવામાં ઇન્ડિયા-એના બોલર ખલીલ અહમદ (39 રનમાં ત્રણ) અને અકીબ ખાન (41 રનમાં ત્રણ)ના તેમ જ એક-એક વિકેટ લેનાર પ્રસિદ્ધ ક્રિષ્ના, તનુષ કોટિયન અને શમ્સ મુલાનીના યોગદાનો હતા.
દરમ્યાન, ઇન્ડિયા-બી સામે પ્રથમ દાવમાં 525 રન બનાવનાર ગાયકવાડની ઇન્ડિયા-સી ટીમમાં એક પણ બૅટરનો સિંગલ ડિજિટમાં સ્કોર નહોતો. ઇશાન કિશને સૌથી વધુ 111 રન બનાવ્યા હતા, જ્યારે માનવ સુથારના 82 રન, બાબા ઇન્દ્રજીતના 78 રન અને ખુદ કૅપ્ટન ગાયકવાડના 58 રન સામેલ હતા. ઇન્ડિયા-બીના મુકેશ કુમાર અને રાહુલ ચાહરે ચાર-ચાર વિકેટ લીધી હતી.

Show More

Related Articles

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ