નેશનલ

શાકભાજી જેવુ ‘માર્કેટ’ ભરાય છે અહીં. જ્યાં મહિલાઓ-છોકરીઓ ખરીદવા લાગે છે લાં..બી.. લાઇન

આજે દેશમાં મહિલાઓને પુરુષ સમોવડી અને ખાસ મહિલાઓ માટે અનામત જેવી વિચારધારા વચ્ચે એક ચોંકાવનારા સમાચાર છે કે દેશના એક ભાજપ સાશિત રાજ્યમાં શાકભાજીની બજાર પેઠે મહિલાઓની બજાર ભરાય છે અને ખરીદાર પુરુષોની પડાપડી થાય છે. આ બજારમાં ખરીદારી માટે ઉમટતા પુરુષો રંગ, કદ-કાઠી પ્રમાણે દામ ચૂકવે છે અને મહિલા કે યુવતી ખરીદાય જાય છે. પણ સબૂર, જો તમે એમ માનતા હો કે આ ખરીદાએલી મહિલા કે યુવતી માત્ર ઉપભોગ માટે જ ખરીદવામાં આવે છે તો તમે ‘ખાંડ’ ખાઑ છો. એવું લગારે’ય નથી.

શું છે નિયમ-નીતિ ?

દેશના ભાજપ સાશિત રાજ્ય મધ્ય પ્રદેશના શિવપુરીની ઘટના છે જ્યાં મહિલા ખરીદારી એક રિવાજ છે. પ્રથા છે.આ પ્રદેશ વિસ્તારની આ ખાસિયત કહો તો તે અને પરંપરા ખો તો તે. જ્યાં મહિલાઓને નારી તરીકે પૂજવામાં આવે છે તેવા દેશના આ ખાસ વિસ્તાર શિવપુરીમાં ખાસ મહિલા બજાર ભરાય છે.

મધ્યપ્રદેશના શિવપુરીમાં એક એવી જગ્યા છે જ્યાં મહિલાઓ ખરીદાય છે ભાડા કરાર થી. આ દુષ્પ્રથાનું નામ છે ‘ઘડિચા’ સમગ્ર પંથકના પુરુષો અહીં આવી અને ‘ડીલ’થયા મુજબ છોકરીઓ કે મહિલાને ભાડેથી લઈ જાય છે . આ સોદા દરમિયાન એક ભાડા કરાર થાય છે. જેમાં સેમી ગાળો પણ નક્કી હોય છે. આ બજારમાં પુરુષ પોતાની પસંદગીની છોકરી કે મહિલાને લઈ જાય છે. પસંદગીમો માપદંડ છોકરી કે મહિલાને એક નજરે જોઈ લેવાની પછી ગમે એટલે વાત આગળ વધે છે.

કેવા ખરીદદારો આવે છે ?

મધ્યપ્રદેશના પછાત અને ગરીબ પરિવારના લોકો પોતાના ઘર/ કુટુંબની દીકરીઓ કે મહિલાઓને લઈને આ બજારમાં આવે છે. પુરુષો પોતાની મનપસંદ સ્ત્રીની કિમત નક્કી કરે છે. અને તેણીને પોતાની સાથે લઈ જાય છે. અહીં આવતા પુરુષો ઘણા સામાજિક કારણોસર મહિલાઓને ‘ટ્રાફિક’ કરે છે. કેટલાક લોકો પોતાના પરિવારના વડીલોની સેવા માટે, તો કેટલાક જેઓ લગ્ન નથી કરી શકતા તેઓ થોડા સમય માટે પત્ની ભાડેથી ખરીદે છે. જો કે, મહિલાઓને સોદો નકારવા માટે પૂર્ણ સ્વતંત્રતા અને અધિકાર છે.

મહિલાની ખરીદારી કેવી રીતે ?

તમને જાણીને નવાઈ લાગશે કે, ચોક્કસ સમયગાળા માટે ખરીદાટી આ મહિલાની વિધિ કેવી રીતે પાર પડતી હશે ? નક્કી થયેલી કિમતે ખરીદાએલી મહિલા અંગે પુરુષ સાથે ભાડા કરાર થાય છે. રૂપિયા 15 હજારથી શરૂ થતી મહિલાની કિમત લાખો રૂપિયા સુધી જતી હોય છે. તેમાં પણ છોકરી કુંવારી હોય તો તો બજારમાં ટંકશાળ પડે. એક વર્ષના સમયગાળા કે એથી ઓછા સમય માટે, મહિલા લઈ જાઓ અને તે સામે કરાર કરો

કારાર કેવી રીતે ?

સામાન્ય રીતે જે રીતે મકાનના ભાડા કરાર થતાં હોય તે જ રીતે અહીં મહિલાનો ભાડા કરાર થાય છે. સ્ટેમ્પ પેપર તૈયાર કરવામાં આવે છે. અને આ સ્ટેમ્પ પેપર 10 રૂપિયાથી શરૂ થતો હોય છે.

સામાન્ય રીતે આ રિવાજ કે રીતિ કોઈને આધુનિક યુગમાં ગળે ઉતરે તેવો નથી પણ આ જે છે તે વાસ્તવિકતા છે. આ અંગે જો તમારે વધારે ઊંડાણ પૂર્વક માહિતી મેળવવી હોય તો મધ્ય પ્રદેશનું શિવપુરી કઈ બહુ દૂર નથી.

Show More

Related Articles

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ