નેશનલ

સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને મળી મોટી સફળતા, બે દિવસમાં બે મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ

બાલાસોર (ઓડિશા): ભારતે આજે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઇટીઆર) પરથી સતત બીજા દિવસે ‘વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) ના એક નિવેદનમાં પુષ્ટી કરવામાં આવી હતી કે 12 અને 13 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવેલા બંને પરીક્ષણો સફળ રહ્યા હતા, એમ સંરક્ષણ ક્ષેત્રના વર્તુળે જણાવ્યું હતું.

નિવેદન અનુસાર, “બંને પરીક્ષણોમાં મિસાઈલે ‘સી સ્કિમિંગ’ હવાઈ લક્ષ્યનું અનુકરણ કરતા હાઈ સ્પીડ અને ઓછી ઉંચાઈવાળા હવાઈ લક્ષ્યને સફળતાપૂર્વક સાધ્યું હતું.

બાલાસોર જિલ્લાના છ ગામોના 3100 લોકોને અસ્થાયી રૂપે સ્થાનાંતરિત કર્યા છે. એક મહેસૂલ અધિકારીએ જણાવ્યું હતું કે ચાંદીપુરમાં અધિકારીઓ સાથે પરામર્શ કરીને આ સાવચેતીઓના પગલા લેવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ