સ્પોર્ટસ

નીરજની કસોટીનો સમય લગોલગ, પાકિસ્તાનનો નદીમ ક્વૉલિફાય ન થયો

ભારતીય સુપરસ્ટાર ઍથ્લીટની ઇવેન્ટ શનિવારે મધરાત બાદ 1.52 વાગ્યે શરૂ થશે

બ્રસેલ્સ: પૅરિસ ઑલિમ્પિક્સની ભાલાફેંકની હરીફાઈમાં બીજા સ્થાને આવીને સિલ્વર મેડલથી સંતોષ માની લેનાર ભારતનો નીરજ ચોપડા હવે અહીં ડાયમંડ લીગ-2024 સ્પર્ધાની ફાઇનલ્સમાં ચૅમ્પિયન બનવા તત્પર છે. નીરજની ઇવેન્ટ શનિવાર, 14 સપ્ટેમ્બરે મધરાત બાદ 1.52 વાગ્યે શરૂ થશે.

બે ક્વૉલિફિકેશન રાઉન્ડને અંતે ડાયમંડના રૅન્કિંગમાંના ટોચના છ ઍથ્લીટ આ ફાઇનલ્સ માટે ક્વૉલિફાય થયા છે અને એમાં ઑલિમ્પિક્સના ગોલ્ડ મેડલિસ્ટ પાકિસ્તાનના અર્શદ નદીમનો સમાવેશ નથી.

ઑલિમ્પિક્સમાં ભાલો 92.97 મીટર દૂર ફેંકીને સુવર્ણ ચંદ્રક જીતી લેનાર અર્શદ નદીમ ડાયમંડ લીગમાં ક્વૉલિફાય ન થયો હોવાથી નીરજ માટે ચૅમ્પિયન બનવાનું થોડું આસાન થઈ ગયું છે. જોકે નીરજે ગ્રૅનેડાના પીટર્સ ઍન્ડરસનની તીવ્ર હરીફાઈનો સામનો કરવો પડશે. જર્મનીનો વેબર જુલિયન અથવા ચેક રિપબ્લિકનો યાકુબ પણ નીરજને ચૅમ્પિયન બનવાથી દૂર રાખી શકે.

ડાયમંડની ફાઇનલ્સ માટેના રૅન્કિંગમાં નીરજ ચોથા નંબર પર રહ્યો હતો. તેને 14 પૉઇન્ટ મળ્યા હતા, જ્યારે ઍન્ડરસન 29 પૉઇન્ટ સાથે મોખરે હતો.
નીરજ 2022ની ડાયમંડ લીગમાં ગોલ્ડ મેડલ અને 2023માં સિલ્વર મેડલ જીત્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button