સ્પોર્ટસ

રોહિતે અડધી રાત્રે આ ખેલાડીને મેસેજ કરીને રૂમમાં બોલાવ્યો… પૂર્વ ક્રિકેટરે કર્યો ખુલાસો

મુંબઈ: Rohit Sharma ઇન્ડિયન ક્રિકેટ ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ કેપ્ટનમાંનો એક ગણવામાં આવે છે. વિસ્ફોટક બેટિંગ ઉપરાંત રોહિત શર્માના તેના સ્વાભાવ અને ક્રિકેટ સાથે લગાવને કારણે પણ લોકપ્રિય છે. હાલમાં જ પૂર્વ ભારતીય ક્રિકેટર Piyush Chawlaએ રોહિત અંગે એક મહત્વનો ખુલાસો કર્યો હતો. ચાવલાએ જણાવ્યું કે રોહિતે તેને મોડી રાત્રે એકવાર મેસેજ કર્યો હતો.

પીયૂષ ચાવલાએ રોહિત શર્મા વિશે કહ્યું કે તે કેપ્ટન નથી પણ એક લીડર છે. ચાવલાએ તાજેતરમાં જ એક યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે, “રોહિતે એક વાર મને રાત્રે લગભગ 2.30 વાગ્યે મેસેજ કર્યો, મારે કંઈક વાત કરવી છે, આવો.”

ચાવલાએ કહ્યું કે તેણે મારી સામે કાગળ પર પિચ બનાવીને ફિલ્ડિંગ ગોઠવવાની વાત કરી. મને યાદ નથી કે ફિલ્ડ સેટપ વોર્નર માટે હતું કે અન્ય કોઈ માટે. જરા વિચારો, રાત્રે પણ તેના મગજમાં શું ચાલતું હશે કે જો પીસી (પિયુષ ચાવલા) બોલિંગ કરી રહ્યો હોય તો તેની પાસેથી બેસ્ટ કેવી રીતે લેવું. આ બહુ સારી વાત છે.
ચાવલાએ કહ્યું, “રોહિત શર્મા માત્ર કેપ્ટન નથી પણ એક લીડર છે. તે જે રીતે બેટિંગ કરે છે, તેનાથી નવા આવતા બેટ્સમેન માટે સરળ રહે છે. તે બધું અગાઉથી ગોઠવે છે. મેં તેની સાથે ઘણું ક્રિકેટ રમ્યું છે. અમે ફક્ત મેદાન પર જ મળતા ન મળતા પરંતુ મેદાનની બહાર અથવા ટીમ રૂમમાં પણ ચર્ચાઓ થતી.”

રોહિત અને પિયુષ ચાવલા સાથે ઘણું ક્રિકેટ રમ્યા છે. આ બંને ખેલાડીઓ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યા છે. ચાવલાએ રોહિતની આગેવાનીમાં ઘણી વખત મુંબઈ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે.

ચાવલાએ આઈપીએલમાં અત્યાર સુધી 192 મેચ રમી છે, આ દરમિયાન 192 વિકેટ લીધી છે. 17 રનમાં 4 વિકેટ લેવી તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. પીયૂષ ચાવલાએ ભારત માટે 25 ODI મેચમાં 32 વિકેટ લીધી છે. 7 T20 મેચમાં 4 વિકેટ લીધી છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ