નેશનલ

Bahraich માં લંગડા વરુનો આતંક યથાવત, બે મહિલા પર કર્યો હુમલો

બહરાઈચ : ઉત્તર પ્રદેશના બહરાઈચમાં(Bahraich) નહિ પકડાયેલ માનવભક્ષી લંગડા વરુનો આતંક યથાવત છે.અત્યાર સુધી વનવિભાગે પાંચ વરુને પકડ્યા છે જ્યારે લીડર અને લંગડો વરુ હજુ ઝડપાયો નથી. મળતી માહિતી મુજબ લંગડો વરુ તેના સાથી વરુઓ પકડાયા બાદ ખૂબ જ ગુસ્સે છે. ત્યારે તેણે ગુરુવારે રાત્રે બહરાઈચમાં એક બે મહિલાઓ પર હુમલો કર્યો હતો.

અંધારામાં વરુએ હુમલો કર્યો

આ ઘટના બહરાઈચના મહસી પોલીસ સ્ટેશનના નસીરપુર ગામમાં બની છે. જેમાં રાત્રે 10 વાગ્યાની આસપાસ ગુડિયા નામની 28 વર્ષની મહિલા તેની પુત્રીને રૂમમાં સુવડાવી રહી હતી ત્યારે અંધારામાં વરુએ હુમલો કર્યો. તેની ગરદન અને ચહેરા પર ઊંડા ઘા છે. પરિવારના સભ્યો કહે છે કે વરસાદ હતો તેથી તેઓ ધાબા પર સૂવા નહોતો ગયા. જ્યારે પતિ અને બાળકો વરંડામાં સૂતા હતા. પત્ની પુત્રીને રૂમની અંદર સૂવા માટે મૂકવા ગઇ હતી. ત્યારે વરુએ હુમલો કર્યો ત્યારે દરવાજો બંધ નહોતો. મહિલાને બહરાઈચની જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી જ્યાં ગુડિયાની વન્યજીવ વરુ હુમલાના વોર્ડમાં સારવાર ચાલી રહી છે. ગુડિયાના પતિનું કહેવું છે કે જંગલમાં ભાગી ગયેલા વરુને તેણે પોતાની આંખોથી જોયો છે.

બહરાઈચની જિલ્લા હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવી

બહરાઈચના મહસીના સમનપુરવા ગામમાં વરુનો બીજો હુમલો કર્યો હતો. જેમાં વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ મુકીમુન નામની 45 વર્ષની મહિલા સવારે શૌચ કરવા ઘરની બહાર નીકળી હતી. ત્યારે અંધારામાં વરુએ પાછળથી હુમલો કર્યો. મહિલાના ખભા અને માથા પર ઇજા પહોંચી છે. તેને સારવાર માટે બહરાઈચની જિલ્લા હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવી છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button